અંતે અમિતાભ બચ્ચને પાન-મસાલાની જાહેરાત છોડી દીધી

- વારંવાર ટ્રોલ થતા મેગાસ્ટારનો નિર્ણય, જાહેરાતના નાણાં પણ પરત કર્યામુંબઇ : મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પાન-મસાલાની વિજ્ઞાાપન છોડી દીધી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમને વિજ્ઞાાપન માટે મળેલા નાણાં કંપનીને પરત કરી દેશે. ૭૯ વર્ષીય અભિનેતા પાન-મસાલાની વિજ્ઞાાપન કરવા માટે ટ્રોલ થવાની સાથેસાથે યુઝર્સોએ હોબાળો મચાવ્યો હતો. તેમના મોટા ભાગના પ્રશંસકો અમિતાભ બચ્ચનની સ્વાસ્થ્યને હાનિકારક વિજ્ઞાાપનથી નારાજ થયા હતા. અમિતાભની ઓફિસ તરફથી બ્લોગ પરથી રવિવારના રાતના જણાવામાં આવ્યું હતું કે, હવેથી અમિતાભ બચ્ચન પાન મસાલાના પ્રમોશન સાથે જોડાયેલા નથી. આ કોમર્શિયલના થોડા દિવસો પછી જ બિગ બી આનાથી છુટા પડી ગયા છે. અમિતાભનું આમ કરવાનું કારણ એમ કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ જ્યારે આ વિજ્ઞાાપન સાથે જોડાયા ત્યારે આ પ્રમોશનનનો આટલો હોબાળો થશે તેવો તેમને આવો કોઇ વિચાર આવ્યો નહોતો. આ વિજ્ઞાાપનથી તેમના પ્રશંસકો નારાજ થશે તેવો ખ્યાલ સુદ્ધાં આવ્યો નહોતો. મિ. બચ્ચને વિજ્ઞાાપન સાથેના કરાર તોડી નાખ્યા છે. તેમજ કંપનીને આ વિશે જણાવી દીધું છે, સાથેસાથે વિજ્ઞાાપન માટે મળેલી રકમ પણ પરત કરવાનું જણાવ્યું છે, તેમ બ્લોગમાં વધુમાં શેર કરવામાં આવ્યું હતું. ગયા મહિને નેશનલ ઓર્ગેનાઇશન ફોર ટોબેકો ઇરેડિકશને પણ અમિતાભને સ્વાસ્થયને હાનિ પહોંચાડતી વિજ્ઞાપન ન કરવાની વિનંતી કરી હતી.

અંતે અમિતાભ બચ્ચને પાન-મસાલાની જાહેરાત છોડી દીધી


- વારંવાર ટ્રોલ થતા મેગાસ્ટારનો નિર્ણય, જાહેરાતના નાણાં પણ પરત કર્યા

મુંબઇ : મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પાન-મસાલાની વિજ્ઞાાપન છોડી દીધી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમને વિજ્ઞાાપન માટે મળેલા નાણાં કંપનીને પરત કરી દેશે. 

૭૯ વર્ષીય અભિનેતા પાન-મસાલાની વિજ્ઞાાપન કરવા માટે ટ્રોલ થવાની સાથેસાથે યુઝર્સોએ હોબાળો મચાવ્યો હતો. તેમના મોટા ભાગના પ્રશંસકો અમિતાભ બચ્ચનની સ્વાસ્થ્યને હાનિકારક વિજ્ઞાાપનથી નારાજ થયા હતા. 

અમિતાભની ઓફિસ તરફથી બ્લોગ પરથી રવિવારના રાતના જણાવામાં આવ્યું હતું કે, હવેથી અમિતાભ બચ્ચન પાન મસાલાના પ્રમોશન સાથે જોડાયેલા નથી. 

આ કોમર્શિયલના થોડા દિવસો પછી જ બિગ બી આનાથી છુટા પડી ગયા છે. અમિતાભનું આમ કરવાનું કારણ એમ કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ જ્યારે આ વિજ્ઞાાપન સાથે જોડાયા ત્યારે આ પ્રમોશનનનો આટલો હોબાળો થશે તેવો તેમને આવો કોઇ વિચાર આવ્યો નહોતો. આ વિજ્ઞાાપનથી તેમના પ્રશંસકો નારાજ થશે તેવો ખ્યાલ સુદ્ધાં આવ્યો નહોતો. 

મિ. બચ્ચને વિજ્ઞાાપન સાથેના કરાર તોડી નાખ્યા છે. તેમજ કંપનીને આ વિશે જણાવી દીધું છે, સાથેસાથે વિજ્ઞાાપન માટે મળેલી રકમ પણ પરત કરવાનું જણાવ્યું છે, તેમ બ્લોગમાં વધુમાં શેર કરવામાં આવ્યું હતું. 

ગયા મહિને નેશનલ ઓર્ગેનાઇશન ફોર ટોબેકો ઇરેડિકશને પણ અમિતાભને સ્વાસ્થયને હાનિ પહોંચાડતી વિજ્ઞાપન ન કરવાની વિનંતી કરી હતી.