અભિનેતા કમલ હાસન કોરોના પોઝિટિવ આવ્યા, કહ્યું- હવે સમજ્યો મહામારી હજુ ખતમ નથી થઈ

- કમલ હાસનની ટ્વિટમાં કેટલાક ચાહકોનો તેઓ બીમાર થઈ ગયા છે તો બિગ બોસને કોણ હોસ્ટ કરશે તેવો સવાલનવી દિલ્હી, તા. 22 નવેમ્બર, 2021, સોમવારઅભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસન કોરોના સંક્રમિત આવ્યા છે. જાણવા મળ્યા મુજબ યુએસ ટ્રીપથી પરત આવેલા કમલ હાસનને હળવી ખાંસી હતી. ત્યાર બાદ તેમણે રિપોર્ટ કરાવ્યો હતો જેમાં તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા. કમલની ટીમ દ્વારા આ વાતની પૃષ્ટિ કરવામાં આવી છે. કમલે પોતે પણ આ અંગે નિવેદન આપ્યું છે અને સાથે જ પોતે આઈસોલેશનમાં હોવાની માહિતી આપી છે. કમલ હાસને આ અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, 'યુએસ ટ્રીપથી પરત આવ્યા બાદ મને થોડી ખાંસી હતી. ટેસ્ટ કરાવ્યો તો ખબર પડી કે મને કોરોના થઈ ગયો છે. હું આઈસોલેશનમાં છું. હવે સમજાઈ રહ્યું છે કે, મહામારી હજુ ખતમ નથી થઈ. હું વિનંતી કરૂ છું કે, તમે સૌ સુરક્ષિત રહો.'કમલ હાસનની આ ટ્વિટના જવાબમાં તેમના ચાહકોએ તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા હોવાનું લખ્યું હતું. જ્યારે કેટલાક લોકોને એ પણ જાણવું હતું કે, કમલ હાસન બીમાર થઈ ગયા છે તો બિગ બોસને કોણ હોસ્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, કમલ હાસન એક દિગ્ગજ કલાકાર છે અને તેમણે સાઉથ સિનેમા ઉપરાંત બોલિવુડમાં પણ ઓળખ બનાવી છે. તે સિવાય તેઓ ભારતીય રાજકારણનો પણ મોટો ચહેરો છે. 

અભિનેતા કમલ હાસન કોરોના પોઝિટિવ આવ્યા, કહ્યું- હવે સમજ્યો મહામારી હજુ ખતમ નથી થઈ


- કમલ હાસનની ટ્વિટમાં કેટલાક ચાહકોનો તેઓ બીમાર થઈ ગયા છે તો બિગ બોસને કોણ હોસ્ટ કરશે તેવો સવાલ

નવી દિલ્હી, તા. 22 નવેમ્બર, 2021, સોમવાર

અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસન કોરોના સંક્રમિત આવ્યા છે. જાણવા મળ્યા મુજબ યુએસ ટ્રીપથી પરત આવેલા કમલ હાસનને હળવી ખાંસી હતી. ત્યાર બાદ તેમણે રિપોર્ટ કરાવ્યો હતો જેમાં તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા. કમલની ટીમ દ્વારા આ વાતની પૃષ્ટિ કરવામાં આવી છે. કમલે પોતે પણ આ અંગે નિવેદન આપ્યું છે અને સાથે જ પોતે આઈસોલેશનમાં હોવાની માહિતી આપી છે. 

કમલ હાસને આ અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, 'યુએસ ટ્રીપથી પરત આવ્યા બાદ મને થોડી ખાંસી હતી. ટેસ્ટ કરાવ્યો તો ખબર પડી કે મને કોરોના થઈ ગયો છે. હું આઈસોલેશનમાં છું. હવે સમજાઈ રહ્યું છે કે, મહામારી હજુ ખતમ નથી થઈ. હું વિનંતી કરૂ છું કે, તમે સૌ સુરક્ષિત રહો.'

કમલ હાસનની આ ટ્વિટના જવાબમાં તેમના ચાહકોએ તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા હોવાનું લખ્યું હતું. જ્યારે કેટલાક લોકોને એ પણ જાણવું હતું કે, કમલ હાસન બીમાર થઈ ગયા છે તો બિગ બોસને કોણ હોસ્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, કમલ હાસન એક દિગ્ગજ કલાકાર છે અને તેમણે સાઉથ સિનેમા ઉપરાંત બોલિવુડમાં પણ ઓળખ બનાવી છે. તે સિવાય તેઓ ભારતીય રાજકારણનો પણ મોટો ચહેરો છે.