અમિતાભ બચ્ચને 79મો જન્મદિવસ ઊજવ્યો

- બચ્ચને 80મા જન્મદિનની પોસ્ટ કરી, પુત્રી શ્વેતાએ ભુલ સુધારી 79મો જન્મદિન હોવાનું જણાવ્યુંમુંબઇ : અમિતાભ બચ્ચન ૧૧મી ઓકટોબરના રોજ ૭૯ વરસના થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર શાનદાર રીતે પોતાના જન્મદિવસની ઊજવણી કરી હતી. તેમણે પોતાની બર્થ ડેના દિવસે એક અનસીન તસવીર શેર કરીને પોતાની વય પણ જણાવી છે. તેમના જલસા બંગલાની બહાર એકઠી થયેલી ભીડને પણ કેમયમે નિરાશ ન કરતા તેમનું અભિવાદન કર્યું હતું.વાસ્તવમાં બિગ બીએ પોતાના જન્મદિવસે એક પોસ્ટ શેર કરી છે, એક તસવીરની સાથે સુંદર કેપ્શન પણ લખી  છે.આ તસવીરમાં  તેઓ ખભા પર એક સ્લિંગ બેગ લઇને ચાલતા જોવા મળી રહ્યા છે. આ તસવીર સાથે બિગ બીએ લખ્યું છે કે, એંસી તરફ ચાલ્યો...પરંતુ તેમની પુત્રી શ્વેતા બચ્ચન નંદાએ અમિતાભના કમેન્ટ સેકશનમાં ધ્યાન દોર્યું હતું કે, આ વરસે તેમનો ૭૯નો જન્મદિવસ છે , ૮૦મો નહીં. વાસ્તવમાં અમિતાભને એમ હતું કે તેઓ પોતાનો ૮૦મો જન્મદિવસ મનાવી રહ્યા છે અને તેથી તેમણે પોતાની પોસ્ટમાં ૮૦ લખી દીધું હતં. જોકે શ્વેતાએ તેમની ભૂલ સુધારી લીધ ીહતી. આ સાથે જ તેમણે આ જ તસવીરને પોતાના આવતા ૮૦ વરસના જન્મદિવસ સાથે જોડીને ટ્વિટર પર શેર પણ કર્યું છે. અમિતાભે ટ્વિટર પર પોતાની વયને ખાસ અંદાજમાં પેશ કરી છે. તેમણે ટ્વિટર પર પોતાની તસવીર શેર કરીને સાથે લખ્યું છે કે, જ્યારે સાઠા(૬૦)તબ પાઠા, જબ અસ્સી(૮૦) તબ લસ્સી...કહેવતને સમજવી પણ એક સમજ છે. અભિનાતે કહેવતના માધ્યમથી પોતાના બુઢાપાને નકાર્યો છે. અમિતાભે પોતાના બ્લોગમાં પ્રશંસકો અને શુભ ચિંતકોનો આભાર પણ માન્યો છે. તેમણે લખ્યું કે, મારું દિલ તમારા તરફથી મળેલી શુભેચ્છાઓથી ભરાઇ ગયું છે. મને સમજ નથી પડતી કે તમને આ વાત કઇ રીતે જણાવું,તમારા દરેકનો અંગત રીતે આભાર માનવાનું શક્ય નથી. પરંતુ હું જાણું છું કે, તમે મને સમજો છો અને હું તમને સમજું છું. આપણા એક બીજા માટેનો પ્રેમ છે એ ઘણું છે. બિગ બીને પોતાના જન્મદિવસે બોલીવૂડના સિતારાઓ તરફથી પણ ઘણી શુભેચ્છાઓ મળી રહી છે. 

અમિતાભ બચ્ચને 79મો જન્મદિવસ ઊજવ્યો


- બચ્ચને 80મા જન્મદિનની પોસ્ટ કરી, પુત્રી શ્વેતાએ ભુલ સુધારી 79મો જન્મદિન હોવાનું જણાવ્યું

મુંબઇ : અમિતાભ બચ્ચન ૧૧મી ઓકટોબરના રોજ ૭૯ વરસના થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર શાનદાર રીતે પોતાના જન્મદિવસની ઊજવણી કરી હતી. તેમણે પોતાની બર્થ ડેના દિવસે એક અનસીન તસવીર શેર કરીને પોતાની વય પણ જણાવી છે. તેમના જલસા બંગલાની બહાર એકઠી થયેલી ભીડને પણ કેમયમે નિરાશ ન કરતા તેમનું અભિવાદન કર્યું હતું.

વાસ્તવમાં બિગ બીએ પોતાના જન્મદિવસે એક પોસ્ટ શેર કરી છે, એક તસવીરની સાથે સુંદર કેપ્શન પણ લખી  છે.આ તસવીરમાં  તેઓ ખભા પર એક સ્લિંગ બેગ લઇને ચાલતા જોવા મળી રહ્યા છે. આ તસવીર સાથે બિગ બીએ લખ્યું છે કે, એંસી તરફ ચાલ્યો...

પરંતુ તેમની પુત્રી શ્વેતા બચ્ચન નંદાએ અમિતાભના કમેન્ટ સેકશનમાં ધ્યાન દોર્યું હતું કે, આ વરસે તેમનો ૭૯નો જન્મદિવસ છે , ૮૦મો નહીં. વાસ્તવમાં અમિતાભને એમ હતું કે તેઓ પોતાનો ૮૦મો જન્મદિવસ મનાવી રહ્યા છે અને તેથી તેમણે પોતાની પોસ્ટમાં ૮૦ લખી દીધું હતં. જોકે શ્વેતાએ તેમની ભૂલ સુધારી લીધ ીહતી. 

આ સાથે જ તેમણે આ જ તસવીરને પોતાના આવતા ૮૦ વરસના જન્મદિવસ સાથે જોડીને ટ્વિટર પર શેર પણ કર્યું છે. અમિતાભે ટ્વિટર પર પોતાની વયને ખાસ અંદાજમાં પેશ કરી છે. તેમણે ટ્વિટર પર પોતાની તસવીર શેર કરીને સાથે લખ્યું છે કે, જ્યારે સાઠા(૬૦)તબ પાઠા, જબ અસ્સી(૮૦) તબ લસ્સી...કહેવતને સમજવી પણ એક સમજ છે. અભિનાતે કહેવતના માધ્યમથી પોતાના બુઢાપાને નકાર્યો છે. 

અમિતાભે પોતાના બ્લોગમાં પ્રશંસકો અને શુભ ચિંતકોનો આભાર પણ માન્યો છે. તેમણે લખ્યું કે, મારું દિલ તમારા તરફથી મળેલી શુભેચ્છાઓથી ભરાઇ ગયું છે. મને સમજ નથી પડતી કે તમને આ વાત કઇ રીતે જણાવું,તમારા દરેકનો અંગત રીતે આભાર માનવાનું શક્ય નથી. પરંતુ હું જાણું છું કે, તમે મને સમજો છો અને હું તમને સમજું છું. આપણા એક બીજા માટેનો પ્રેમ છે એ ઘણું છે. 

બિગ બીને પોતાના જન્મદિવસે બોલીવૂડના સિતારાઓ તરફથી પણ ઘણી શુભેચ્છાઓ મળી રહી છે.