કેટરિના કૈફ અને વિક્કી કૌશલ આવતા અઠવાડિયે મુંબઇમાં કોર્ટ મેરેજ કરશે ?

- કેટરિના અને વિક્કીના લગ્ન વિશે રોજ નવી વાતો આવે છે પરંતુ યુગલ આ બાબતે ચૂપ છેમુંબઇ : કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નની વાતો  હાલ ચર્ચામાં છે. પરંતુ આ યુગલ મોં ખોલવા રાજી નથી. વિક્કી પોતાના કરતા પાંચ વરસ મોટી કેટરિના સાથે લગ્નની તૈયારી કરી રહ્યો છે. તેઓ રાજસ્થાનમાં ડિસેમ્બર માસમાં લગ્ન કરવાના છે તેવી પણ ચર્ચા થઇ રહી છે. સોશ્યલ મીડિયાના પોર્ટલના અનુસાર, રાજસ્થાન લગ્ન કરવા જતા પહેલા કેટરિના અને વિક્કી મુંબઇમાં કોર્ટ મેરેજ કરવાના છે. લગ્ન માટેની સઘળી તૈયારી થઇ ગઇ છે. રાજસ્થાનમાં હાલ તડામારતૈયારી ચાલી રહી છે. વિક્કી વરરાજા બનીને ઘોડા પર બેસીને આવવાનો છે. જ્યારે મહેંદી રસમની તૈયારી જલદીજ કરવામાં આવશે. યુગલ સવાઇ માધોપુરમાં લગ્ન કરવાના છે. આ એક વીઆઇપી લગ્ન હશે. દરેક ઇવેન્ટ માટે વિવિધ કંપનીઓની નિમણૂક કરવામાં આવી છે. 

કેટરિના કૈફ અને વિક્કી કૌશલ આવતા અઠવાડિયે મુંબઇમાં કોર્ટ મેરેજ કરશે ?


- કેટરિના અને વિક્કીના લગ્ન વિશે રોજ નવી વાતો આવે છે પરંતુ યુગલ આ બાબતે ચૂપ છે

મુંબઇ : કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નની વાતો  હાલ ચર્ચામાં છે. પરંતુ આ યુગલ મોં ખોલવા રાજી નથી. વિક્કી પોતાના કરતા પાંચ વરસ મોટી કેટરિના સાથે લગ્નની તૈયારી કરી રહ્યો છે. તેઓ રાજસ્થાનમાં ડિસેમ્બર માસમાં લગ્ન કરવાના છે તેવી પણ ચર્ચા થઇ રહી છે. 

સોશ્યલ મીડિયાના પોર્ટલના અનુસાર, રાજસ્થાન લગ્ન કરવા જતા પહેલા કેટરિના અને વિક્કી મુંબઇમાં કોર્ટ મેરેજ કરવાના છે. લગ્ન માટેની સઘળી તૈયારી થઇ ગઇ છે. રાજસ્થાનમાં હાલ તડામારતૈયારી ચાલી રહી છે. વિક્કી વરરાજા બનીને ઘોડા પર બેસીને આવવાનો છે. જ્યારે મહેંદી રસમની તૈયારી જલદીજ કરવામાં આવશે. 

યુગલ સવાઇ માધોપુરમાં લગ્ન કરવાના છે. આ એક વીઆઇપી લગ્ન હશે. દરેક ઇવેન્ટ માટે વિવિધ કંપનીઓની નિમણૂક કરવામાં આવી છે.