કપિલ શર્માના શોના શૂટિંગ માટે સ્મૃતિ ઇરાનીને દરવાજા પર અટકાવી

- સ્મૃતિ ત્યાં પોતાના પ્રથમ પુસ્તકના પ્રમોશન માટે ગઇ હતીમુંબઇ : સ્મૃતિ ઇરાની કપિલ શર્માના શો પર પોતાના પ્રથમ પુસ્તક લાલ સલામના પ્રમોશન માટે પહોંચી હતી.પરંતુ દરવાજા પરના દરવાને તેને અંદર જતા રોકી હતી. ગાર્ડ તેને ઓળખી શક્યો નહીં. કપિલ શર્માના શો તરફથી ગાર્ડને સ્મૃતિ ઇરાની આવવાની છે તેવી કોઇ સૂચના મળી ન હોવાથી તેને અંદર જતા રોકી હતી. પરિણામે નારાજ સ્મૃતિ ત્યાંથી જ પાછી વળી ગઇ હતી. આમાં રસપ્રદ વાત તો એ છ ેકે,સ્મૃતિ ઇરાની દરવાજા પરના સિક્યોરિટી ગાર્ડ સાથે અંદર જવા માટે વાત કરતી હતી ત્યારે તેની નજર સામેથી જ એક જાણીતી ફૂડ ડિલીવરી બોયને દરવાને કોઇ પણ રોકટોક કે પુછતાછ વગર અંદર જવા દીધો હતો. પરિણામે સ્મૃતિ વધુ નારાજ થઇ ગઇ હતી. જ્યારે કપિલ અને તેની પ્રોડકશન ટીમને આ વાતની જાણ થઇ ત્યારે સેટ પર અફડાતફડી મચી ગઇ હતી. પ્રોડકશન ટીમે સ્મૃતિ સાથે વાત કરવાના પ્રયાસ કર્યા હતા, જે નિષ્ફળ રહ્યા હતા. અંતે શૂટિંગ રદ કરવું પડયું હતું. આ પછી સેટ પરપોલીસ ફોર્સ પહોંચી ગઇ હતી અને કપિલ અને તેની ટીમ સાથે ઘણી વાત કરી હતી, જોકે વાતચીત નિષ્ફળ જતાં પ્રોડકશન ટીમે સેટ પરના લોકોને ઘર જવાનું કહી દીધું હતુ.ંસૂત્રના અનુસાર,કેન્દ્રીય મંત્રી પોતાના ડ્રાઇવર અને બે લોકોની ટીમ સાથેની કપિલ શર્માના શોના શૂટિંગ માટે સેટ પરપહોંચી ગયા હતા. જ્યારે દરવાજા પર એન્ટ્રી કરતા હતા ત્યારે ગાર્ડે તેમને રોક્યા હતા. સ્મૃતિએ ગાર્ડને સમજાવ્યું પણ હતું કે, તેને સેટ પર એપિસોડની શૂટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તે આ શોની વિશેષ મહેમાન છે. પરંતુ દરવાન એક જ વાતકરતો હતો કે મને કોઇ આદેશ આપવામાં આવ્યો નથી, સોરી મેડમ તમે અંદર જઇ શકશો નહીં.સ્મૃતિ અને તેની ટીમે કપિલ શર્માને પણ ફોન લગાડયો હતો પરંતુ વાતચીત થઇ શકી નહી.અંતે સ્મૃતિ નારાજ થઇને ત્યાંથી નીકળી ગઇ  હતી. ગાર્ડને જાણ થઇ કે તેણે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને દરવાજા પર રોકી હતી ત્યારે તે ગભરાઇને ગેટ છોડીને ભાગી ગયો છે. અને તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો.

કપિલ શર્માના શોના શૂટિંગ માટે સ્મૃતિ ઇરાનીને દરવાજા પર અટકાવી


- સ્મૃતિ ત્યાં પોતાના પ્રથમ પુસ્તકના પ્રમોશન માટે ગઇ હતી

મુંબઇ : સ્મૃતિ ઇરાની કપિલ શર્માના શો પર પોતાના પ્રથમ પુસ્તક લાલ સલામના પ્રમોશન માટે પહોંચી હતી.પરંતુ દરવાજા પરના દરવાને તેને અંદર જતા રોકી હતી. ગાર્ડ તેને ઓળખી શક્યો નહીં. કપિલ શર્માના શો તરફથી ગાર્ડને સ્મૃતિ ઇરાની આવવાની છે તેવી કોઇ સૂચના મળી ન હોવાથી તેને અંદર જતા રોકી હતી. પરિણામે નારાજ સ્મૃતિ ત્યાંથી જ પાછી વળી ગઇ હતી. 

આમાં રસપ્રદ વાત તો એ છ ેકે,સ્મૃતિ ઇરાની દરવાજા પરના સિક્યોરિટી ગાર્ડ સાથે અંદર જવા માટે વાત કરતી હતી ત્યારે તેની નજર સામેથી જ એક જાણીતી ફૂડ ડિલીવરી બોયને દરવાને કોઇ પણ રોકટોક કે પુછતાછ વગર અંદર જવા દીધો હતો. પરિણામે સ્મૃતિ વધુ નારાજ થઇ ગઇ હતી. 

જ્યારે કપિલ અને તેની પ્રોડકશન ટીમને આ વાતની જાણ થઇ ત્યારે સેટ પર અફડાતફડી મચી ગઇ હતી. પ્રોડકશન ટીમે સ્મૃતિ સાથે વાત કરવાના પ્રયાસ કર્યા હતા, જે નિષ્ફળ રહ્યા હતા. અંતે શૂટિંગ રદ કરવું પડયું હતું. આ પછી સેટ પરપોલીસ ફોર્સ પહોંચી ગઇ હતી અને કપિલ અને તેની ટીમ સાથે ઘણી વાત કરી હતી, જોકે વાતચીત નિષ્ફળ જતાં પ્રોડકશન ટીમે સેટ પરના લોકોને ઘર જવાનું કહી દીધું હતુ.ં

સૂત્રના અનુસાર,કેન્દ્રીય મંત્રી પોતાના ડ્રાઇવર અને બે લોકોની ટીમ સાથેની કપિલ શર્માના શોના શૂટિંગ માટે સેટ પરપહોંચી ગયા હતા. જ્યારે દરવાજા પર એન્ટ્રી કરતા હતા ત્યારે ગાર્ડે તેમને રોક્યા હતા. સ્મૃતિએ ગાર્ડને સમજાવ્યું પણ હતું કે, તેને સેટ પર એપિસોડની શૂટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તે આ શોની વિશેષ મહેમાન છે. પરંતુ દરવાન એક જ વાતકરતો હતો કે મને કોઇ આદેશ આપવામાં આવ્યો નથી, સોરી મેડમ તમે અંદર જઇ શકશો નહીં.

સ્મૃતિ અને તેની ટીમે કપિલ શર્માને પણ ફોન લગાડયો હતો પરંતુ વાતચીત થઇ શકી નહી.અંતે સ્મૃતિ નારાજ થઇને ત્યાંથી નીકળી ગઇ  હતી. 

ગાર્ડને જાણ થઇ કે તેણે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને દરવાજા પર રોકી હતી ત્યારે તે ગભરાઇને ગેટ છોડીને ભાગી ગયો છે. અને તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો.