ગુલાબના છોડમાં ખુશ્બૂદાર ફૂલો લાવવા માટે અજમાવો આ ટિપ્સ...

નવી દિલ્હી, તા. 17 જૂન 2021, ગુરુવાર જે લોકોને ઘરમાં છોડ-વૃક્ષ રોપવાનો શોખ હોય છે તેના ઘરમાં તમને ગુલાબનો છોડ ચોક્ક્સથી જોવા મળશે. હકીકતમાં ગુલાબના ખુશ્બૂદાર ફૂલ બધાને પસંદ હોય છે. પરંતુ ઘણીવાર ખૂબ જ કાળજી અને ખાતર-પાણીથી ઉછેર કરવા છતાં છોડમાં ફૂલ આવતા નથી અથવા ખૂબ જ ઓછા આવે છે. જેના કારણ ગુલાબનો છોડ ફૂલ વગરનો જ રહી જાય છે અને છોડમાં ફૂલ ન થતાં મન ઉદાસ થઇ જાય છે. એટલા માટે ગુલાબના છોડના ઉછેરમાં કેટલીક કાળજી રાખવી જરૂરી બને છે. જાણો, કેટલીક ગાર્ડનિંગ સંબંધિત કેટલીક ટિપ્સ જેને ફોલો કરવાથી ગુલાબના છોડમાં ફૂલો આવવા લાગશે.  માટીનું ધ્યાન આપોગુલાબના છોડની માટી પર ધ્યાન આપવું જરૂરી છે. ધ્યાન રાખો કે તેના માટે માટી રેતીવાળી હોવી જોઇએ. આ સાથે જ તેમાં ગોબરનું ખાતર મિક્સ કરતા રહો. માટીને સખત ન બનવા દેશો અને સમય-સમય પર તેમાં ખોદાણ કરતાં રહો જેનાથી પાણી છોડના મૂળ સુધી પહોંચી શકે. જો તમે નવો છોડ લાવ્યા છો તો તેને રીપૉટ ચોક્કસથી કરો. ધ્યાન રાખો કે બ્રાન્ચને ઉપરની તરફથી કાપો જેનાથી છોડ નીચેની તરફ વૃદ્ધિ પામી શકે. છોડની લંબાઇથી વધારે તેની જાડાઇનું ધ્યાન આપો. છોડ સુકાઇ ન જાય તેનું પણ ધ્યાન રાખો જો તમને લાગી રહ્યુ છે કે છોડ સુકાઇ રહ્યો છે તો તેના માટે તમારે કેટલાક ખાટ્ટા ફળોની છાલને એક ડોલ પાણીમાં નાંખીને રહેવા દો. બે દિવસ પછી આ પાણીને તમે ગુલાબના છોડમાં નાંખો આ સાથે જ સ્પ્રે બોટલથી પાંદડાં પર પણ છાંટો. આ સાથે જ શાકભાજી અને દાળ-ચોખા ધોયા પછી અથવા બટાકા બાફ્યા બાદ બચતાં પાણીને પણ ઠંડું કરીને છોડમાં નાંખો. તેનાથી છોડને ભરપૂર પ્રમાણમાં ન્યૂટ્રિયેન્ટ્સ મળશે. બ્રાન્ચમાં હળદર લગાઓગુલાબના છોડમાં ફંગસ ન ફેલાય તેના માટે છોડમાંથી પીળા પાંદડાં દૂર કરતાં રહો અને તેની ડાળખીઓને સમય-સમયે કાપતાં રહો. જ્યાંથી તમે ડાળખી કાપી રહ્યા છો તે જગ્યા પર થોડીક હળદર લગાવી દો. તેના માટે એક ચમચી હળદર પાઉડરને થોડાક ટીપાં પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને બ્રાન્ચ પર લગાવી દો. તેનાથી છોડમાં ફંગસ થશે નહીં. હોમમેડ કમ્પોસ્ટનો ઉપયોગ કરોગુલાબના છોડમાં બજારમાંથી મળતું ખાતર નાખવાં કરતાં યોગ્ય રહેશે કે તમે તેના માટે હોમમેડ કમ્પોસ્ટનો ઉપયોગ કરો. તેના માટે તમે કેળાની છાલને પાણીમાં ઉકાળીને આ પાણીને ઠંડું કરીને છોડમાં નાંખી શકો છો આ સાથે જ કેળાની છાલને સુકવીને દળીને તેનો પાઉડર બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. ખાતર માટે તમે ગ્રીન ટી અને ચા પત્તીનો પણ ઉપયોગ કરી શકો છો. 

ગુલાબના છોડમાં ખુશ્બૂદાર ફૂલો લાવવા માટે અજમાવો આ ટિપ્સ...

નવી દિલ્હી, તા. 17 જૂન 2021, ગુરુવાર 

જે લોકોને ઘરમાં છોડ-વૃક્ષ રોપવાનો શોખ હોય છે તેના ઘરમાં તમને ગુલાબનો છોડ ચોક્ક્સથી જોવા મળશે. હકીકતમાં ગુલાબના ખુશ્બૂદાર ફૂલ બધાને પસંદ હોય છે. પરંતુ ઘણીવાર ખૂબ જ કાળજી અને ખાતર-પાણીથી ઉછેર કરવા છતાં છોડમાં ફૂલ આવતા નથી અથવા ખૂબ જ ઓછા આવે છે. જેના કારણ ગુલાબનો છોડ ફૂલ વગરનો જ રહી જાય છે અને છોડમાં ફૂલ ન થતાં મન ઉદાસ થઇ જાય છે. એટલા માટે ગુલાબના છોડના ઉછેરમાં કેટલીક કાળજી રાખવી જરૂરી બને છે. જાણો, કેટલીક ગાર્ડનિંગ સંબંધિત કેટલીક ટિપ્સ જેને ફોલો કરવાથી ગુલાબના છોડમાં ફૂલો આવવા લાગશે.  

માટીનું ધ્યાન આપો

ગુલાબના છોડની માટી પર ધ્યાન આપવું જરૂરી છે. ધ્યાન રાખો કે તેના માટે માટી રેતીવાળી હોવી જોઇએ. આ સાથે જ તેમાં ગોબરનું ખાતર મિક્સ કરતા રહો. માટીને સખત ન બનવા દેશો અને સમય-સમય પર તેમાં ખોદાણ કરતાં રહો જેનાથી પાણી છોડના મૂળ સુધી પહોંચી શકે. જો તમે નવો છોડ લાવ્યા છો તો તેને રીપૉટ ચોક્કસથી કરો. ધ્યાન રાખો કે બ્રાન્ચને ઉપરની તરફથી કાપો જેનાથી છોડ નીચેની તરફ વૃદ્ધિ પામી શકે. છોડની લંબાઇથી વધારે તેની જાડાઇનું ધ્યાન આપો. 

છોડ સુકાઇ ન જાય તેનું પણ ધ્યાન રાખો 

જો તમને લાગી રહ્યુ છે કે છોડ સુકાઇ રહ્યો છે તો તેના માટે તમારે કેટલાક ખાટ્ટા ફળોની છાલને એક ડોલ પાણીમાં નાંખીને રહેવા દો. બે દિવસ પછી આ પાણીને તમે ગુલાબના છોડમાં નાંખો આ સાથે જ સ્પ્રે બોટલથી પાંદડાં પર પણ છાંટો. આ સાથે જ શાકભાજી અને દાળ-ચોખા ધોયા પછી અથવા બટાકા બાફ્યા બાદ બચતાં પાણીને પણ ઠંડું કરીને છોડમાં નાંખો. તેનાથી છોડને ભરપૂર પ્રમાણમાં ન્યૂટ્રિયેન્ટ્સ મળશે. 

બ્રાન્ચમાં હળદર લગાઓ

ગુલાબના છોડમાં ફંગસ ન ફેલાય તેના માટે છોડમાંથી પીળા પાંદડાં દૂર કરતાં રહો અને તેની ડાળખીઓને સમય-સમયે કાપતાં રહો. જ્યાંથી તમે ડાળખી કાપી રહ્યા છો તે જગ્યા પર થોડીક હળદર લગાવી દો. તેના માટે એક ચમચી હળદર પાઉડરને થોડાક ટીપાં પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને બ્રાન્ચ પર લગાવી દો. તેનાથી છોડમાં ફંગસ થશે નહીં. 

હોમમેડ કમ્પોસ્ટનો ઉપયોગ કરો

ગુલાબના છોડમાં બજારમાંથી મળતું ખાતર નાખવાં કરતાં યોગ્ય રહેશે કે તમે તેના માટે હોમમેડ કમ્પોસ્ટનો ઉપયોગ કરો. તેના માટે તમે કેળાની છાલને પાણીમાં ઉકાળીને આ પાણીને ઠંડું કરીને છોડમાં નાંખી શકો છો આ સાથે જ કેળાની છાલને સુકવીને દળીને તેનો પાઉડર બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. ખાતર માટે તમે ગ્રીન ટી અને ચા પત્તીનો પણ ઉપયોગ કરી શકો છો.