જામીન અરજીની સુનાવણીઃ NCBએ કહ્યુ કે, આર્યન પાસે ભલે ડ્રગ્સ નથી મળ્યુ પણ કાવતરામાં તે સામેલ છે

મુંબઈ,તા.13 ઓકટોબર 2021,બુધવારઆર્યન ખાનના ડ્રગ્સ કેસમાં આજે કોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે.આર્યન ખાનના વકીલ અમિત દેસાઈ, સતીશ માનશિંદે તેમજ શાહરૂખ ખાનના મેનેજર પૂજા દદલાની કોર્ટમાં પહોંચી ચુકયા છે. તો બીજી તરફ એનસીબી દ્વારા પણ જામીન અરજીની સામે પોતાનો જવાબ રજૂ કરવામાં આવ્યો છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે, આ કેસમાં એક આરોપની ભૂમિકા બીજા આરોપીના રોલના આધારે સમજી શકાય તેમ નથી. ભલે આર્યન ખાન પાસે ડ્રગ્સના મળ્યુ હોય પણ તે ડ્રગ્સ પેડલરના સંપર્કમાં હતો. આ એક મોટુ કાવતરૂ છે અને તેની તપાસ જરૂરી છે. આર્યન ખાન પર પ્રતિબંધિત ડ્રગ્સ ખરીદવાનો આરોપ લાગ્યો હતો અને આ ડ્રગ્સ તેના દોસ્ત અરબાઝ મરચન્ટ પાસેથી મળી આવ્યુ હતુ.આર્યન ખાનની સાથે સાથે નુપુર સારિકા, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, શ્રેયસ નાયર, અવિન સાહુ, આચિત અને મોહક જયસ્વાની જામીન અરજી પર પણ સુનાવણી થશે.હાલમાં આર્યનખાન આર્થર રોડ જેલમાં છે. તેને જામીન અપાવવા માટે તેના વકીલો કવાયત કરી રહ્યા છે. 11 ઓક્ટોબરે પણ સેશન કોર્ટમાં જામીન અરજીની સુનાવણી ટાળવામાં આવી હતી.હવે આજે આર્યન ખાનને જામીન મળશે કે કેમ તેના પર બધાની નજર છે.

જામીન અરજીની સુનાવણીઃ NCBએ કહ્યુ કે, આર્યન પાસે ભલે ડ્રગ્સ નથી મળ્યુ પણ કાવતરામાં તે સામેલ છે

મુંબઈ,તા.13 ઓકટોબર 2021,બુધવાર

આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં આજે કોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે.

આર્યન ખાનના વકીલ અમિત દેસાઈ, સતીશ માનશિંદે તેમજ શાહરૂખ ખાનના મેનેજર પૂજા દદલાની કોર્ટમાં પહોંચી ચુકયા છે. તો બીજી તરફ એનસીબી દ્વારા પણ જામીન અરજીની સામે પોતાનો જવાબ રજૂ કરવામાં આવ્યો છે.

જેમાં કહેવામાં આવ્યુ છે કે, આ કેસમાં એક આરોપની ભૂમિકા બીજા આરોપીના રોલના આધારે સમજી શકાય તેમ નથી. ભલે આર્યન ખાન પાસે ડ્રગ્સના મળ્યુ હોય પણ તે ડ્રગ્સ પેડલરના સંપર્કમાં હતો. આ એક મોટુ કાવતરૂ છે અને તેની તપાસ જરૂરી છે. આર્યન ખાન પર પ્રતિબંધિત ડ્રગ્સ ખરીદવાનો આરોપ લાગ્યો હતો અને આ ડ્રગ્સ તેના દોસ્ત અરબાઝ મરચન્ટ પાસેથી મળી આવ્યુ હતુ.

આર્યન ખાનની સાથે સાથે નુપુર સારિકા, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, શ્રેયસ નાયર, અવિન સાહુ, આચિત અને મોહક જયસ્વાની જામીન અરજી પર પણ સુનાવણી થશે.

હાલમાં આર્યનખાન આર્થર રોડ જેલમાં છે. તેને જામીન અપાવવા માટે તેના વકીલો કવાયત કરી રહ્યા છે. 11 ઓક્ટોબરે પણ સેશન કોર્ટમાં જામીન અરજીની સુનાવણી ટાળવામાં આવી હતી.

હવે આજે આર્યન ખાનને જામીન મળશે કે કેમ તેના પર બધાની નજર છે.