દક્ષિણના અભિનેતા રજનીકાન્ત પર નાનકડી સર્જરી કરવામાં આવી

- તેમને ચક્કર આવતાં ગુરુવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતામુંબઇ : ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૫૦થી પણ વધુ વરસથી સક્રિય રહેનારા રજનીકાન્તને આજે તેમના પ્રશંસકો અભિનેતા નહીં પરંતુ ભગવાનની માફક પૂજે છે. તેથી રજનીકાન્તને નાની અમથી પણ તકલીફ પડે છે તો તેમના પ્રશંસકો ગભરાઇ જાય છે. વાસ્તવમાં ગુરુવારે ૨૮ ઓકટોબરના રોજ રજનીકાન્તની તબિયત ખરાબ થઇ જતા તેમને ચેન્નઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેમની પત્ની લતાએ મીડિયાને રૂટિન ચેકઅપ હોવાનું જણાવ્યું હતું. પરંતુ વાસ્તવમા તેમને ચક્કર આવતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. ચેન્નઇની કાવેરી હોસ્પિટલ તરફથી  આપેલા બુલેટિન અનુસાર, તેમની એક નાની સર્જરી કરવામાં આવી છે. રજનીકાન્તને ગુરુવારે ચક્કર આવી હયા હતા. ૭૦ વર્ષીય રજનીકાન્તને કેરોટિડ આર્ટરી રીવેસ્કુલરાઇઝેશનની સલાહ આપવામાં આવી હતી. જે શુક્રવારે સવારના કરવામાં આવી છે. આ પછી તેઓ રિકવર થઇરહ્યા છે. જોકે તેમણે થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. કેરોટિડ એડાટેરેક્ટોમી સર્જરી એટલે શરીરના કોઇ પણઅંગ અથાવ ટિશ્યુમાં રક્ત પ્રવાહ અટકી જવાની સમસ્યાને કહેવામાં આવે છે. જેમાં કેરોટિડ આર્ટરીઝને અનબ્લોક કરવામાં આવે છે જેથી આર્ટરીમાં રક્ત સંચાર ચાલુ રહે  અને સ્ટ્રોકના જોખમને ટાળી શકાય છે. રજનીકાન્તનું એમઆરઆઇ કરવામાં તેમની તકલીફનું નિદાન થયું હતું.

દક્ષિણના અભિનેતા રજનીકાન્ત પર નાનકડી સર્જરી કરવામાં આવી


- તેમને ચક્કર આવતાં ગુરુવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

મુંબઇ : ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૫૦થી પણ વધુ વરસથી સક્રિય રહેનારા રજનીકાન્તને આજે તેમના પ્રશંસકો અભિનેતા નહીં પરંતુ ભગવાનની માફક પૂજે છે. તેથી રજનીકાન્તને નાની અમથી પણ તકલીફ પડે છે તો તેમના પ્રશંસકો ગભરાઇ જાય છે. 

વાસ્તવમાં ગુરુવારે ૨૮ ઓકટોબરના રોજ રજનીકાન્તની તબિયત ખરાબ થઇ જતા તેમને ચેન્નઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેમની પત્ની લતાએ મીડિયાને રૂટિન ચેકઅપ હોવાનું જણાવ્યું હતું. પરંતુ વાસ્તવમા તેમને ચક્કર આવતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. 

ચેન્નઇની કાવેરી હોસ્પિટલ તરફથી  આપેલા બુલેટિન અનુસાર, તેમની એક નાની સર્જરી કરવામાં આવી છે. રજનીકાન્તને ગુરુવારે ચક્કર આવી હયા હતા. ૭૦ વર્ષીય રજનીકાન્તને કેરોટિડ આર્ટરી રીવેસ્કુલરાઇઝેશનની સલાહ આપવામાં આવી હતી. જે શુક્રવારે સવારના કરવામાં આવી છે. આ પછી તેઓ રિકવર થઇરહ્યા છે. જોકે તેમણે થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. 

કેરોટિડ એડાટેરેક્ટોમી સર્જરી એટલે શરીરના કોઇ પણઅંગ અથાવ ટિશ્યુમાં રક્ત પ્રવાહ અટકી જવાની સમસ્યાને કહેવામાં આવે છે. જેમાં કેરોટિડ આર્ટરીઝને અનબ્લોક કરવામાં આવે છે જેથી આર્ટરીમાં રક્ત સંચાર ચાલુ રહે  અને સ્ટ્રોકના જોખમને ટાળી શકાય છે. રજનીકાન્તનું એમઆરઆઇ કરવામાં તેમની તકલીફનું નિદાન થયું હતું.