દિગ્દર્શક રાજીવ રાયે સલમાન ખાનને ધ્યાનમાં રાખીને ખાસ સ્ક્રિપ્ટ લખાવી

- ડાયરેકટર 1989ની પોતાની સુપરહિટ  ફિલ્મની રીમેકની તૈયારી કરી રહ્યા છેમુંબઇ : બોલીવૂડમાં રીમેક બનાવાનો વાયરો ચાલ્યો છે. તેમાં હવે દિગ્દર્શક રાજીવ રાયે પણ ઝંપલાવ્યું છે. તેઓ પોતાની ૧૯૮૯ની ફિલ્મ ત્રિદેવની રીમેક બનાવાની યોજના કરી રહ્યા છે. રાજીવ રાયે જણાવ્યુ ંહતુ ંકે, તેઓ સાલ ૧૯૮૯ની પોતાની સુપરહિટ ફિલ્મ ત્રિદેવની રીમેકની યોજના કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યુ ંહતુ ંકે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે અન ેજલદી જ તેનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. તેમણે ફિલ્મની સ્ટારકાસ્ટ અને સ્ક્રિપ્ટ વિશે વધુમાં જણાવ્યું હતું કે, હું મારી આ ફિલ્મનું ફક્ત ટાઇટલનો જ ઉપયોગ કરવાનો છું. આ ફિલ્મની સ્ક્રિપ્ટ સંપૂર્ણપણે નવી જ હશે.સલમાનને જુની સ્ક્રિપ્ટમાં ફિટ કરી શકાય એમ ન હોવાથી અમે ખાસ તેના માટે એક નવી પટકથા તૈયાર કરી છે.આ એક એકશન થ્રિલર ફિલ્મ બનશે. એક ચર્ચા એવી છે કે, મૂળ ફિલ્મમાં જે રોલ સની દેઓલે કર્યો હતો તે હવે રીમેકમાં સલમાન ખાનને ફાળવવામાં આવ્યો છે. તેથી જ ફિલ્મની સ્ક્રિપ્ટ સંપૂર્ણપણે નવી લખવામાં આવી છે. સલમાન આ ફિલ્મમાં સની  દેઓલનું પાત્ર લેતેવી શક્યતા છે. મૂળ ફિલ્મમાં જેકી શ્રોફ, સની દેઓલ, નસીરૂદ્દીન શાહ,મ ાધુરી દીક્ષિત, સોનમ અને સંગીતા બિજલાનીએ મુખ્ય પાત્રો ભજવ્યા હતા. એ વરસની તે સૌથી વધારે કમાણી કરનારી ત્રીજી ફિલ્મ  હતી. 

દિગ્દર્શક રાજીવ રાયે  સલમાન ખાનને ધ્યાનમાં રાખીને ખાસ સ્ક્રિપ્ટ લખાવી


- ડાયરેકટર 1989ની પોતાની સુપરહિટ  ફિલ્મની રીમેકની તૈયારી કરી રહ્યા છે

મુંબઇ : બોલીવૂડમાં રીમેક બનાવાનો વાયરો ચાલ્યો છે. તેમાં હવે દિગ્દર્શક રાજીવ રાયે પણ ઝંપલાવ્યું છે. તેઓ પોતાની ૧૯૮૯ની ફિલ્મ ત્રિદેવની રીમેક બનાવાની યોજના કરી રહ્યા છે. 

રાજીવ રાયે જણાવ્યુ ંહતુ ંકે, તેઓ સાલ ૧૯૮૯ની પોતાની સુપરહિટ ફિલ્મ ત્રિદેવની રીમેકની યોજના કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યુ ંહતુ ંકે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે અન ેજલદી જ તેનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. તેમણે ફિલ્મની સ્ટારકાસ્ટ અને સ્ક્રિપ્ટ વિશે વધુમાં જણાવ્યું હતું કે, હું મારી આ ફિલ્મનું ફક્ત ટાઇટલનો જ ઉપયોગ કરવાનો છું. આ ફિલ્મની સ્ક્રિપ્ટ સંપૂર્ણપણે નવી જ હશે.સલમાનને જુની સ્ક્રિપ્ટમાં ફિટ કરી શકાય એમ ન હોવાથી અમે ખાસ તેના માટે એક નવી પટકથા તૈયાર કરી છે.આ એક એકશન થ્રિલર ફિલ્મ બનશે. 

એક ચર્ચા એવી છે કે, મૂળ ફિલ્મમાં જે રોલ સની દેઓલે કર્યો હતો તે હવે રીમેકમાં સલમાન ખાનને ફાળવવામાં આવ્યો છે. તેથી જ ફિલ્મની સ્ક્રિપ્ટ સંપૂર્ણપણે નવી લખવામાં આવી છે. સલમાન આ ફિલ્મમાં સની  દેઓલનું પાત્ર લેતેવી શક્યતા છે. 

મૂળ ફિલ્મમાં જેકી શ્રોફ, સની દેઓલ, નસીરૂદ્દીન શાહ,મ ાધુરી દીક્ષિત, સોનમ અને સંગીતા બિજલાનીએ મુખ્ય પાત્રો ભજવ્યા હતા. એ વરસની તે સૌથી વધારે કમાણી કરનારી ત્રીજી ફિલ્મ  હતી.