દીપિકા અને કાર્તિક આર્યન આગામી ફિલ્મમાં સાથે જોવા મળે તેવી શક્યતા

- મેડોક પ્રોડકશન કંપનીની ઓફિસમાં બન્ને વારાફરતી જોવા મળતા ચર્ચામુંબઇ : દીપિકા પદુકોણ અને કાર્તિક આર્યન દિનેશ વિઝનની ફિલ્મમાં સાથે કામ કરવાના છે તેની ચર્ચા ઘણા સમયથી છે. હવે આ વાતને વેગ મળ્યો છે. કહેવાય છે કે, દીપિકા પદુકોણ મેડોક ઓફિસમાં જોવા મળી હતી. જ્યારે આગલે જ દિવસે કાર્તિક પણ ફિલ્મની સ્ક્રિપ્ટના નેરેશન માટે ગયો હતો. જોકે બન્ને એક જ ફિલ્મ માટે કામ કરી રહ્યા છે કે, પછી અલગ-અલગ ફિલ્મમાં કામ કરવાના છે તે હજી જાણવા મળ્યું નથી.  જોકે દીપિકા પદુકોણ દિનેશ વિઝનની માનીતી હિરોઇન છે. તેમજ દર્શકોને થિયેટર સુધી ખેંચી શકવાની ક્ષમતા ધરાવે છે. તેમજ દિનેશ વિઝનને પોતાની આવનારી ફિલ્મ માટે એક નવી જોડી જોઇએ છીએ. દિનેશ વિઝનને લાગે છે કે, દીપિકા અને કાર્તિક એક સારી જોડી બની શકશે.હાલ તો કાર્તિકે આ ફિલ્મ માટે મોખિક રીતે હા પાડી દીધી છે. જ્યારે દીપિકા પોતાના શેડયુલ અનુસાર, તારીખ આપશે.  જો દીપિકા અને કાર્તિક આ પ્રોજેક્ટમાં સાથે કામ કરશે તો તેઓ પહેલી વખત સાથે કામ કરતા જોવા મળશે. 

દીપિકા અને કાર્તિક આર્યન આગામી ફિલ્મમાં સાથે જોવા મળે તેવી શક્યતા


- મેડોક પ્રોડકશન કંપનીની ઓફિસમાં બન્ને વારાફરતી જોવા મળતા ચર્ચા

મુંબઇ : દીપિકા પદુકોણ અને કાર્તિક આર્યન દિનેશ વિઝનની ફિલ્મમાં સાથે કામ કરવાના છે તેની ચર્ચા ઘણા સમયથી છે. હવે આ વાતને વેગ મળ્યો છે. કહેવાય છે કે, દીપિકા પદુકોણ મેડોક ઓફિસમાં જોવા મળી હતી. જ્યારે આગલે જ દિવસે કાર્તિક પણ ફિલ્મની સ્ક્રિપ્ટના નેરેશન માટે ગયો હતો. જોકે બન્ને એક જ ફિલ્મ માટે કામ કરી રહ્યા છે કે, પછી અલગ-અલગ ફિલ્મમાં કામ કરવાના છે તે હજી જાણવા મળ્યું નથી.  જોકે દીપિકા પદુકોણ દિનેશ વિઝનની માનીતી હિરોઇન છે. તેમજ દર્શકોને થિયેટર સુધી ખેંચી શકવાની ક્ષમતા ધરાવે છે. તેમજ દિનેશ વિઝનને પોતાની આવનારી ફિલ્મ માટે એક નવી જોડી જોઇએ છીએ. દિનેશ વિઝનને લાગે છે કે, દીપિકા અને કાર્તિક એક સારી જોડી બની શકશે.હાલ તો કાર્તિકે આ ફિલ્મ માટે મોખિક રીતે હા પાડી દીધી છે. જ્યારે દીપિકા પોતાના શેડયુલ અનુસાર, તારીખ આપશે.  જો દીપિકા અને કાર્તિક આ પ્રોજેક્ટમાં સાથે કામ કરશે તો તેઓ પહેલી વખત સાથે કામ કરતા જોવા મળશે.