દિશા પટાણી આગામી ફિલ્મમાં સ્ટંટ કરતી જોવા મળશે

- આ ફિલ્મમાં તે બોલ્ડ અવતારમાં પણ જોવા મળવાની છેમુંબઇ : દિશા પટાણી હાલ પોતાની આગામી ફિલ્મ એક વિલેન રિટનર્સને લઇને  ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિનેત્રી એકશન દ્રશ્યો પોતે ભજવવાની છે તેમજ બોલ્ડ અવતારમાં પણ જોવા મળશે. દિશાએ જણાવ્યું હતુ ંકે, તે ફિલ્મમાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા માંગે છે. જેના માટે તે વિશેષ તાલીમ લઇ રહી છે. આ ફિલ્મની વાર્તામાં દર્શકોને વારંવાર વળાંક જોવા મળવાના છે. આ ફિલ્મ એક વિલન ફિલ્મની સીકવલ છે. જે ૮ જુલાઇના ૨૦૨૨ના રોજ રિલીઝ કરવામાં આવશે. મોહિત સૂરીની આ ફિલ્મમાં દિશા ઉપરાંત જોન અબ્રાહમ, અર્્જુન કપૂર અને તારા સુતરિયા પણ જોવા મળવાના છે. દિશા પટાણી પાસે એકતા કપૂરનો પણ એક પ્રોજેક્ટ છે. એકતાની આવનારી ફિલ્મ કેટીનામાં પણ તે જોવા મળવાની છે. 

દિશા પટાણી આગામી ફિલ્મમાં સ્ટંટ કરતી જોવા મળશે


- આ ફિલ્મમાં તે બોલ્ડ અવતારમાં પણ જોવા મળવાની છે

મુંબઇ : દિશા પટાણી હાલ પોતાની આગામી ફિલ્મ એક વિલેન રિટનર્સને લઇને  ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિનેત્રી એકશન દ્રશ્યો પોતે ભજવવાની છે તેમજ બોલ્ડ અવતારમાં પણ જોવા મળશે. 

દિશાએ જણાવ્યું હતુ ંકે, તે ફિલ્મમાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા માંગે છે. જેના માટે તે વિશેષ તાલીમ લઇ રહી છે. આ ફિલ્મની વાર્તામાં દર્શકોને વારંવાર વળાંક જોવા મળવાના છે. આ ફિલ્મ એક વિલન ફિલ્મની સીકવલ છે. જે ૮ જુલાઇના ૨૦૨૨ના રોજ રિલીઝ કરવામાં આવશે. 

મોહિત સૂરીની આ ફિલ્મમાં દિશા ઉપરાંત જોન અબ્રાહમ, અર્્જુન કપૂર અને તારા સુતરિયા પણ જોવા મળવાના છે. 

દિશા પટાણી પાસે એકતા કપૂરનો પણ એક પ્રોજેક્ટ છે. એકતાની આવનારી ફિલ્મ કેટીનામાં પણ તે જોવા મળવાની છે.