પરીણિતી ચોપરા સૂરજ બડજાત્યાની ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે

- આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન તેમજ અનુપમ ખેર જેવા દિગ્ગજ કલાકારો કામ કરશેમુંબઇ : દિગ્દર્શક સૂરજ બડજાત્યાએ પોતાની આવનારી ફિલ્મ ઊંચાઇનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું શૂટિંગ નેપાલમાં  થઈ રહ્યું  છે. ફિલ્મ ઊંચાઇમાં અમિતાભ બચ્ચન અને અનુપમ ખેર કામ કરવાના છે. જ્યારે હવે પરિણિતી ચોપરાની પણ લીડ રોલમાં આ ફિલ્મમાં એન્ટ્રી થઇ ગઇ છે.  પરિણિતી ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે પોતાની સાથે કામ કરનારા દરેક અનુભવી કલાકારો સાથે કામ કરવાની ઉત્સુકતા દર્શાવી છે. આ પોસ્ટમાં તેણે થોડી તસવીરો પણ શેર કરી છે જેમાં તે સૂરજ બડજાત્યા સાથે હસતી જોવા મળે છે. પરિણીતિએ પોસ્ટમાં લખ્યું છે કે, મને ખુશી છે કે, સૂરજ બડજાત્યા સરની આઇકોનિક યુનિવર્સનો હું હિસ્સો બની શકી છું. તેમણે કૌટુંબિક મનોરંજક ફિલ્મ કઇ રીતે બનાવી શકાય છે તે શીખવાડયું છે. મને ખુશી છે કે હું તેમની સાથે આગામી ફિલ્મમાં કામ કરવાની છું. આ ફિલ્મની સ્ટારકાસ્ટ પણ દિગ્ગજ સિતારાઓની છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં પરિણીતિ અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઇરાની અને નીના ગુપ્તા જેવા કલાકારો સાથે કામ કરતી જોવા મળશે.

પરીણિતી ચોપરા સૂરજ બડજાત્યાની ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે


- આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન તેમજ અનુપમ ખેર જેવા દિગ્ગજ કલાકારો કામ કરશે

મુંબઇ : દિગ્દર્શક સૂરજ બડજાત્યાએ પોતાની આવનારી ફિલ્મ ઊંચાઇનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું શૂટિંગ નેપાલમાં  થઈ રહ્યું  છે. ફિલ્મ ઊંચાઇમાં અમિતાભ બચ્ચન અને અનુપમ ખેર કામ કરવાના છે. 

જ્યારે હવે પરિણિતી ચોપરાની પણ લીડ રોલમાં આ ફિલ્મમાં એન્ટ્રી થઇ ગઇ છે.  પરિણિતી ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે પોતાની સાથે કામ કરનારા દરેક અનુભવી કલાકારો સાથે કામ કરવાની ઉત્સુકતા દર્શાવી છે. આ પોસ્ટમાં તેણે થોડી તસવીરો પણ શેર કરી છે જેમાં તે સૂરજ બડજાત્યા સાથે હસતી જોવા મળે છે. 

પરિણીતિએ પોસ્ટમાં લખ્યું છે કે, મને ખુશી છે કે, સૂરજ બડજાત્યા સરની આઇકોનિક યુનિવર્સનો હું હિસ્સો બની શકી છું. તેમણે કૌટુંબિક મનોરંજક ફિલ્મ કઇ રીતે બનાવી શકાય છે તે શીખવાડયું છે. મને ખુશી છે કે હું તેમની સાથે આગામી ફિલ્મમાં કામ કરવાની છું. આ ફિલ્મની સ્ટારકાસ્ટ પણ દિગ્ગજ સિતારાઓની છે. 

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં પરિણીતિ અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઇરાની અને નીના ગુપ્તા જેવા કલાકારો સાથે કામ કરતી જોવા મળશે.