પ્રિયંકા ચોપરા જોનસે ઇન્સ્ટાગ્રામ પરથી પોતાના નામ પાછળની જોનસ અટક દૂર કરી

- પરિણામે તેના અને પતિ નિકના લગ્નજીવનમાં તિરાડ પડી હોવાની  અફવામુંબઇ : પ્રિયંકા ચોપરાએ નિક જાનસ સાથે લગ્ન કર્યાે  પછી તેણે પોતાના નામ પ્રિયંકા ચોપરાની પાછળ જોનસ અટક લગાડી હતી. પરંતુ હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પરથી પોતાના નામ  પાછળ  જોનસ અટક દૂર કરી હતી. પરિણામે તેના અને નિકના લગ્ન જીવનમાં તિરાડ પડયાની અફવાએ જોર પકડયું હતું. જોકે આ દરમિયાન પ્રિયંકાએ તિ નિક જોનસનો એક વીડિયો પર કોમેન્ટ કરીને અફવા પર પૂર્ણવિરામ મુકી દીધું હતું. નિક જોનસે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર એક વર્ક આઉટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા કોમેન્ટ કરતી જોવા મળે છે. પ્રિયંકાએ  બોલતી સાંભળવા મળે છે કે, ગજબ,  હું  તો તારી આ બાહોં પર મરી ગઇ. આ કમેન્ટની સાથે જ તેણે પોતાની આંખોમાં પ્યાર દર્શાવતો અને હાર્ટનો એક ઇમોજી પણ શેર કર્યો છે. આ પહેલા તેની માતા મધુએ પણ પુત્રીના લગ્નજીવનમાં  ભંગાણ પડવાની વાતને પાયાવિહોણી ગણાવી હતી.પ્રિયંકા અને નિકે ૧ ડિસેમ્બર ૨૦૧૮માં લગ્ન કર્યા હતા.તેઓ જલદી જ પોતાના લગ્નની ત્રીજી વર્ષગાંઠ ઊજવશે. હાલમાં જ પ્રિયંકા અને નિકે લોસએન્જલસના નવા ઘરમાં દીવાળી સાથે મવાની હતી.

પ્રિયંકા ચોપરા જોનસે ઇન્સ્ટાગ્રામ પરથી પોતાના નામ પાછળની જોનસ અટક દૂર  કરી- પરિણામે તેના અને પતિ નિકના લગ્નજીવનમાં તિરાડ પડી હોવાની  અફવા

મુંબઇ : પ્રિયંકા ચોપરાએ નિક જાનસ સાથે લગ્ન કર્યાે  પછી તેણે પોતાના નામ પ્રિયંકા ચોપરાની પાછળ જોનસ અટક લગાડી હતી. પરંતુ હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પરથી પોતાના નામ  પાછળ  જોનસ અટક દૂર કરી હતી. પરિણામે તેના અને નિકના લગ્ન જીવનમાં તિરાડ પડયાની અફવાએ જોર પકડયું હતું. 

જોકે આ દરમિયાન પ્રિયંકાએ તિ નિક જોનસનો એક વીડિયો પર કોમેન્ટ કરીને અફવા પર પૂર્ણવિરામ મુકી દીધું હતું. નિક જોનસે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર એક વર્ક આઉટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા કોમેન્ટ કરતી જોવા મળે છે. પ્રિયંકાએ  બોલતી સાંભળવા મળે છે કે, ગજબ,  હું  તો તારી આ બાહોં પર મરી ગઇ. આ કમેન્ટની સાથે જ તેણે પોતાની આંખોમાં પ્યાર દર્શાવતો અને હાર્ટનો એક ઇમોજી પણ શેર કર્યો છે. 

આ પહેલા તેની માતા મધુએ પણ પુત્રીના લગ્નજીવનમાં  ભંગાણ પડવાની વાતને પાયાવિહોણી ગણાવી હતી.

પ્રિયંકા અને નિકે ૧ ડિસેમ્બર ૨૦૧૮માં લગ્ન કર્યા હતા.તેઓ જલદી જ પોતાના લગ્નની ત્રીજી વર્ષગાંઠ ઊજવશે. હાલમાં જ પ્રિયંકા અને નિકે લોસએન્જલસના નવા ઘરમાં દીવાળી સાથે મવાની હતી.