પ્રિયંકા ચોપરા મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલની ચેરપર્સન બની

- અભિનેત્રીએ દીપિકા પદુકોણનું સ્થાન લીધુંમુંબઇ : પ્રિયંકા ચોપરાએ સ્વંયને ગ્લોબલ સ્ટાર તરીકે સ્થાપિત કરી દીધી છે. હવે તે મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલની ચેરપર્સન બની છે. પ્રિયંકાએ આ જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. દીપિકા પદુકોણે આ પદ એપ્રિલ મહિનામાં છોડી દીધું હતું અને હવે તેના સ્થાને પ્રિયંકા ચોપરા ગોઠવાઇ ગઇ છે. પ્રિયંકાને મામી ના બોડે ઓફ ટ્રસ્ટીઓએ એક જ નિર્ણયથી નિયુક્ત કરી હતી. જેમાં નીતાઅંબાણી, આનંદ મહેન્દ્ર, ફરહાન અખ્તર, ઇશા અંબાણી, રિતેશ દેશમુખ, સિદ્ધાર્થ રોય કપૂર, વિક્રમાદિત્ય મોટવાણી.જોયા અખ્તર તેમજ અન્યો સામેલ છે. પ્રિયંકએ પોસ્ટમાં ફિલ્મમેકર માર્ટિન સ્કોસેન્સના એક કોટને ટાંક્યો હતો, તેણે લખ્યું હતું કે, હવે આપણે પહેલાથી વધુ એક બીજા સાથે વાત કરવાની જરૂર છે. આપણે કઇ રીતે દુનિયાને સમજી રહ્યા છીએ તે નજરિયાની આપલે કરવાની જરૂર છે. આ માટે હું સિનેમાના માધ્યમને સર્વશ્રેષ્ઠ ગણું છું. તેણે વધુમાં લખ્યું હતું કે, હું આ વિચાર સાથે મારી નવી ભૂમિકા ભજવવા માટે તૈયાર છું. હું જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની ચેર પર્સન બન્યાનો મનેઆનંદ છે. આ ભારતનો અગ્રણી ફિલ્મ ફેસ્ટિવલ છે. જ્યાં એક વિચારધારા રાખનારાઓની ઉત્તમ ટીમ છે. અમે આ ફેસ્ટિવલને નવી રચનાત્મકતા સાથે નવું રૂપ આપીશું. વરસોથી દુનિયા જે રીતે બદલી છે તેને અનુરૂપ થઇશું. આ નવા અધ્યાય માટે હુ ંઉત્સાહિત છું. 

પ્રિયંકા ચોપરા મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલની  ચેરપર્સન બની


- અભિનેત્રીએ દીપિકા પદુકોણનું સ્થાન લીધું

મુંબઇ : પ્રિયંકા ચોપરાએ સ્વંયને ગ્લોબલ સ્ટાર તરીકે સ્થાપિત કરી દીધી છે. હવે તે મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલની ચેરપર્સન બની છે. પ્રિયંકાએ આ જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. દીપિકા પદુકોણે આ પદ એપ્રિલ મહિનામાં છોડી દીધું હતું અને હવે તેના સ્થાને પ્રિયંકા ચોપરા ગોઠવાઇ ગઇ છે. 

પ્રિયંકાને મામી ના બોડે ઓફ ટ્રસ્ટીઓએ એક જ નિર્ણયથી નિયુક્ત કરી હતી. જેમાં નીતાઅંબાણી, આનંદ મહેન્દ્ર, ફરહાન અખ્તર, ઇશા અંબાણી, રિતેશ દેશમુખ, સિદ્ધાર્થ રોય કપૂર, વિક્રમાદિત્ય મોટવાણી.જોયા અખ્તર તેમજ અન્યો સામેલ છે. 

પ્રિયંકએ પોસ્ટમાં ફિલ્મમેકર માર્ટિન સ્કોસેન્સના એક કોટને ટાંક્યો હતો, તેણે લખ્યું હતું કે, હવે આપણે પહેલાથી વધુ એક બીજા સાથે વાત કરવાની જરૂર છે. આપણે કઇ રીતે દુનિયાને સમજી રહ્યા છીએ તે નજરિયાની આપલે કરવાની જરૂર છે. આ માટે હું સિનેમાના માધ્યમને સર્વશ્રેષ્ઠ ગણું છું. 

તેણે વધુમાં લખ્યું હતું કે, હું આ વિચાર સાથે મારી નવી ભૂમિકા ભજવવા માટે તૈયાર છું. હું જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની ચેર પર્સન બન્યાનો મનેઆનંદ છે. આ ભારતનો અગ્રણી ફિલ્મ ફેસ્ટિવલ છે. જ્યાં એક વિચારધારા રાખનારાઓની ઉત્તમ ટીમ છે. અમે આ ફેસ્ટિવલને નવી રચનાત્મકતા સાથે નવું રૂપ આપીશું. વરસોથી દુનિયા જે રીતે બદલી છે તેને અનુરૂપ થઇશું. આ નવા અધ્યાય માટે હુ ંઉત્સાહિત છું.