ફરાહ ખાન લાંબા સમય પછી કરણ જોહરની ફિલ્મમાં કોરિયોગ્રાફી કરશે

- આલિયા ભટ્ટ અને રણવીર સિંહની પોતાના સ્ટેપ્સ પર નચાવશેમુંબઇ : ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહર લાંબા સમય પછી ફિલ્મક્ષેત્રે દિગ્દર્શક તરીકે પાછો ફરી રહ્યો છે. તે જલદી જ ફિલ્મ રોકી ઔર રાનીની પ્રેમ કહાનીનું દિગ્દર્શન કરવાનો છે. આ ફિલ્મને લઇને હવે નવા અપડેટ એ છે કે ફિલ્મની કોરિયોગ્રાફી માટે  કરણ જોહરે કોરિયોગ્રાફર ફરાહ ખાન સાથે હાથ મેળવ્યા છે. એક રિપોર્ટના અનુસાર, કરણની આગામી ફિલ્મ રોકી ઔર રાનીની કી પ્રેમ કહાનીના ગીતો પરફરાહખાન કોરિયોગ્રાફ કરવાની છે. તે લગભગ નવ વરસ પછી કરણ સાથે કામ કરવાની છે. ફરાહ ખાને કરણ સાથે ફરી કામ કરવાની બાબતે જણાવ્યું હતું કે, અમે છેલ્લે ૨૦૧૨માં સ્ટુડન્ટ ઓફ ધ ઇયરમાં સાથે કામ કર્યું હતું. હું કોરિયોગ્રાફીના ગીતો માટે  બહુ ચુઝી રહી છું. પરંતુ ઘણા સંબંધો ખાસ હોવાથી તેના માટે કામ કરવાની પદ્ધતિઓમાં બાંધછોડ કરવી પડતી હોય છે. કરણ અને મારા સંબંધો વિશેષ છે. તેથી હું ફરી તેની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું.ઉલ્લેખનીય છે કે, ફરાહ ખાને કરણ જોહર સાથે પ્રથમ વવખત ૧૯૯૮ની ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં કર્યું હતું. ફરાહે આ ફિલ્મના ગીતોની કોરિયોગ્રાફી કરી હતી, જેના ડાન્સ સ્ટેપ્સ દર્શકોને બહુ પસંદ પડયા હતા. 

ફરાહ ખાન લાંબા સમય પછી કરણ જોહરની ફિલ્મમાં કોરિયોગ્રાફી કરશે


- આલિયા ભટ્ટ અને રણવીર સિંહની પોતાના સ્ટેપ્સ પર નચાવશે

મુંબઇ : ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહર લાંબા સમય પછી ફિલ્મક્ષેત્રે દિગ્દર્શક તરીકે પાછો ફરી રહ્યો છે. તે જલદી જ ફિલ્મ રોકી ઔર રાનીની પ્રેમ કહાનીનું દિગ્દર્શન કરવાનો છે. આ ફિલ્મને લઇને હવે નવા અપડેટ એ છે કે ફિલ્મની કોરિયોગ્રાફી માટે  કરણ જોહરે કોરિયોગ્રાફર ફરાહ ખાન સાથે હાથ મેળવ્યા છે. 

એક રિપોર્ટના અનુસાર, કરણની આગામી ફિલ્મ રોકી ઔર રાનીની કી પ્રેમ કહાનીના ગીતો પરફરાહખાન કોરિયોગ્રાફ કરવાની છે. તે લગભગ નવ વરસ પછી કરણ સાથે કામ કરવાની છે. 

ફરાહ ખાને કરણ સાથે ફરી કામ કરવાની બાબતે જણાવ્યું હતું કે, અમે છેલ્લે ૨૦૧૨માં સ્ટુડન્ટ ઓફ ધ ઇયરમાં સાથે કામ કર્યું હતું. હું કોરિયોગ્રાફીના ગીતો માટે  બહુ ચુઝી રહી છું. પરંતુ ઘણા સંબંધો ખાસ હોવાથી તેના માટે કામ કરવાની પદ્ધતિઓમાં બાંધછોડ કરવી પડતી હોય છે. કરણ અને મારા સંબંધો વિશેષ છે. તેથી હું ફરી તેની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું.

ઉલ્લેખનીય છે કે, ફરાહ ખાને કરણ જોહર સાથે પ્રથમ વવખત ૧૯૯૮ની ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં કર્યું હતું. ફરાહે આ ફિલ્મના ગીતોની કોરિયોગ્રાફી કરી હતી, જેના ડાન્સ સ્ટેપ્સ દર્શકોને બહુ પસંદ પડયા હતા.