ભણશાલીની આગામી ફિલ્મ માટે દીપિકા-આલિયા વચ્ચે હોડ

- પરિણામે દિગ્દર્શક મૂંઝવણમાં મુકાઇ ગયો છેમુંબઇ : સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મ બૈજુ બાવરા લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં ભણશાલીએ રણવીર સિંહને ફાઇનલ કરી દીધો છે. પરંતુ દિગ્દર્શક મહિલા પ્રધાન ભૂમિકા માટે મૂંઝાયા છે. આ ફિલ્મમાં લીડ રોલ મેળવવા માટે દીપિકા પદુકોણ અને આલિયા ભટ્ટ વચ્ચે હોડ જામી છે. પરિણામે સંજય લીલા ભણશાલી આ બેમાંથી કઇ અભિનેત્રીને ફિલ્મમાં રોલ આપવો એ માટે મુંઝાયા છે. કહેવાય છે કે, દીપિકાને આ પ્રોજેક્ટ પર કામ કરવાની બહુ ઇચ્છા છે. તેથી તે ભણશાલીને સતત ફીલર્સ પાઠવી રહી છે.જ્યારે દિગ્દર્શકે હાલઆલિયા ભટ્ટ સાથે ગંગુબાઇ કાઠિયાવાડીમાં કામ કર્યું છે અનેઆલિયાના અભિનય પર આફરીન થઇ ગયા છે. તેથી તે હવે આલિયાને બૈજુબાવરામાં લેવાનો વિચાર કરી રહ્યા છે. સોશ્યલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, આલિયાએ બૈજુબાવરાની સ્ક્રિપ્ટનું પઠન કર્યું છે. તેને આ પટકથા એટલી બધી પસંદ પડી ગઇ છે કે, આલિયાએ ભણશાલીને આ ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી છે. ઓગસ્ટ મહિનામાં એવી ચર્ચા હતી કે ભણશાલી ફિલ્મ બૈજુબાવરા માટે દીપિકા પદુકોણ પહેલી પસંદ હતી. પરંતુ ભણશાલી અને દીપિકા મહેનતાણા અંગે એકમત થઇ શક્યા નહોતા. દીપિકાએ આ ફિલ્મમાં લીડ રોલ કરવા માટે રણવીર સિંહ જેટલી જ ધરખમ ફી માંગી હતી, પરંતુ તે ભણશાલીને શક્ય નહોતું. જ્યારે બીજી વાત એવી પણ હતી કે આલિયાએ બૈજુબાવરામાં મફત કામ કરવાની ઇચ્છા જતાવી છે. પરંતુ એવી ચર્ચા પણ છે કે,મૂળ ફિલ્મની અભિનેત્રી સ્વ. મીના કુમારીના રોલ સાથે અન્ય કોઇ અભિનેત્રી ન્યાય કરી શકે એમ નથી. તેમજ દીપિકાને આ ફિલ્મ છોડવી પણ નથી. એક ચર્ચા એવી પણ છે કે, દીપિકાને ગંગુબાઇ કાઠિયાવાડીમાં પણ લીડ રોલની ઇચ્છા હતી પરંતુ મેળવી શકી નહીં.હજી સુધી બૈજુ બાવરા ફિલ્મની અભિનેત્રીને પસંદ કરવા ભણશાલી ગોથા ખાઇ રહ્યા છે. 

ભણશાલીની આગામી ફિલ્મ માટે દીપિકા-આલિયા વચ્ચે હોડ


- પરિણામે દિગ્દર્શક મૂંઝવણમાં મુકાઇ ગયો છે

મુંબઇ : સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મ બૈજુ બાવરા લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં ભણશાલીએ રણવીર સિંહને ફાઇનલ કરી દીધો છે. પરંતુ દિગ્દર્શક મહિલા પ્રધાન ભૂમિકા માટે મૂંઝાયા છે. આ ફિલ્મમાં લીડ રોલ મેળવવા માટે દીપિકા પદુકોણ અને આલિયા ભટ્ટ વચ્ચે હોડ જામી છે. પરિણામે સંજય લીલા ભણશાલી આ બેમાંથી કઇ અભિનેત્રીને ફિલ્મમાં રોલ આપવો એ માટે મુંઝાયા છે. 

કહેવાય છે કે, દીપિકાને આ પ્રોજેક્ટ પર કામ કરવાની બહુ ઇચ્છા છે. તેથી તે ભણશાલીને સતત ફીલર્સ પાઠવી રહી છે.જ્યારે દિગ્દર્શકે હાલઆલિયા ભટ્ટ સાથે ગંગુબાઇ કાઠિયાવાડીમાં કામ કર્યું છે અનેઆલિયાના અભિનય પર આફરીન થઇ ગયા છે. તેથી તે હવે આલિયાને બૈજુબાવરામાં લેવાનો વિચાર કરી રહ્યા છે. 

સોશ્યલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, આલિયાએ બૈજુબાવરાની સ્ક્રિપ્ટનું પઠન કર્યું છે. તેને આ પટકથા એટલી બધી પસંદ પડી ગઇ છે કે, આલિયાએ ભણશાલીને આ ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી છે. ઓગસ્ટ મહિનામાં એવી ચર્ચા હતી કે ભણશાલી ફિલ્મ બૈજુબાવરા માટે દીપિકા પદુકોણ પહેલી પસંદ હતી. પરંતુ ભણશાલી અને દીપિકા મહેનતાણા અંગે એકમત થઇ શક્યા નહોતા. દીપિકાએ આ ફિલ્મમાં લીડ રોલ કરવા માટે રણવીર સિંહ જેટલી જ ધરખમ ફી માંગી હતી, પરંતુ તે ભણશાલીને શક્ય નહોતું. જ્યારે બીજી વાત એવી પણ હતી કે આલિયાએ બૈજુબાવરામાં મફત કામ કરવાની ઇચ્છા જતાવી છે. 

પરંતુ એવી ચર્ચા પણ છે કે,મૂળ ફિલ્મની અભિનેત્રી સ્વ. મીના કુમારીના રોલ સાથે અન્ય કોઇ અભિનેત્રી ન્યાય કરી શકે એમ નથી. તેમજ દીપિકાને આ ફિલ્મ છોડવી પણ નથી. એક ચર્ચા એવી પણ છે કે, દીપિકાને ગંગુબાઇ કાઠિયાવાડીમાં પણ લીડ રોલની ઇચ્છા હતી પરંતુ મેળવી શકી નહીં.

હજી સુધી બૈજુ બાવરા ફિલ્મની અભિનેત્રીને પસંદ કરવા ભણશાલી ગોથા ખાઇ રહ્યા છે.