ભૂમિ પેડણેકર શાહરૂખની નિર્માણ કંપની સાથે કામ કરશે

- આ ફિલ્મમાં તે એક પત્રકારની ભૂમિકા નિભાવશેમુંબઇ : શાહરૂખ ખાન પુત્ર આર્યનના ડ્રગ્સ પ્રકરણને કારણે વ્યસ્ત અને ચિંતાતુર છે. પરંતુ તેની નિર્માણ કંપની તરફથી એક સમાચાર આવ્યા છે. કહેવાય છે કે, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ કંપનીએ પોતાની આગામી ફિલ્મ માટે  ભૂમિ પેડણેકરને સાઇન કરી છે. રિપોર્ટને સાચો માનીએ તો, આ ફિલ્મ બિહારના એક જાણીતા ઘોટાળા પર આધારિત છે. આ ફિલ્મમાં આ ઘોટાળાનો પર્દાફાશ થતો જોવા મળશે.આ ફિલ્મનું દિગ્દર્શન પુલકિત કરવાનો છે. તેણે જ આ ફિલ્મની પટકથા લખી છે તેમજ જાન્યુઆરીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની યોજના છે. કહેવાય છે કે, શાહરૂખે પોતાની નિર્માણ કંપનીને સૂચના આપી દીધી છે કે, તે પોતાનું કામ અને ફિલ્મોના શૂટિંગ ચાલુ રાખે. તેથી આ ફિલ્મ જલદી ફ્લોર પર જાય તેવી શક્યતા છે. આ ફિલ્મનું નામ ભક્ષક હોવાનું કહેવાય છે. 

ભૂમિ પેડણેકર શાહરૂખની નિર્માણ કંપની સાથે કામ કરશે


- આ ફિલ્મમાં તે એક પત્રકારની ભૂમિકા નિભાવશે

મુંબઇ : શાહરૂખ ખાન પુત્ર આર્યનના ડ્રગ્સ પ્રકરણને કારણે વ્યસ્ત અને ચિંતાતુર છે. પરંતુ તેની નિર્માણ કંપની તરફથી એક સમાચાર આવ્યા છે. કહેવાય છે કે, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ કંપનીએ પોતાની આગામી ફિલ્મ માટે  ભૂમિ પેડણેકરને સાઇન કરી છે. 

રિપોર્ટને સાચો માનીએ તો, આ ફિલ્મ બિહારના એક જાણીતા ઘોટાળા પર આધારિત છે. આ ફિલ્મમાં આ ઘોટાળાનો પર્દાફાશ થતો જોવા મળશે.આ ફિલ્મનું દિગ્દર્શન પુલકિત કરવાનો છે. તેણે જ આ ફિલ્મની પટકથા લખી છે તેમજ જાન્યુઆરીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની યોજના છે. 

કહેવાય છે કે, શાહરૂખે પોતાની નિર્માણ કંપનીને સૂચના આપી દીધી છે કે, તે પોતાનું કામ અને ફિલ્મોના શૂટિંગ ચાલુ રાખે. તેથી આ ફિલ્મ જલદી ફ્લોર પર જાય તેવી શક્યતા છે. આ ફિલ્મનું નામ ભક્ષક હોવાનું કહેવાય છે.