ભારતમાં સૌથી વધુ ફી લેનાર એકટર બન્યો પ્રભાસ, 'આદિ પુરુષ' માટે ચાર્જ કર્યા 150 કરોડ રુપિયા

નવી દિલ્હી,તા.24.નવેમ્બર,2021સાઉથના સુપર સ્ટાર પ્રભાસ હવે એક ફિલ્મ માટે સૌથી વધુ ફી લેનાર ભારતીય એકટર બની ગયો છે.બાહુબલી જેવી બ્લોક બસ્ટર ફિલ્મ બાદ પ્રભાસને બોલીવૂડમાંથી પણ એક પછી એક ઓફર આવી રહ્યા છે અને ફીના મામલામાં પ્રભાસે બોલીવૂડના સુપર સ્ટાર ગણાતા સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા એકટરોને પણ પાછળ પાડી દીધા છે.પ્રભાસની રાધે શ્યામ, સલાર અને આદિ પુરુષ ફિલ્મ રિલિઝ માટે આગામી દિવસોમાં તૈયાર હશે.બોલીવૂડ ન્યૂઝની એક વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે પ્રભાસે આદિ પુરુષ માટે અને સંદીપ રેડ્ડીની ફિલ્મ વાંગા માટે 150 કરોડ રુપિયા ફિલ્મ દીઠ ચાર્જ કર્યા છે.સલમાન ખાનને સુલતાન અને ટાઈગર જિંદા હૈ.. માટે સો કરોડ રુપિયાથી વધારે રકમ મળી હતી.અક્ષય કુમારને બેલબોટમ માટે પણ આટલી જ ફી મળી હોવાનુ કહેવાય છે પણ પ્રભાસે હવે તેમને પણ પાછળ રાખી દીધા છે.પ્રભાતની આદિ પુરુષ રામાયણ પર આધારિત છે અને તે 11 ઓગસ્ટ, 2022ના રોજ મોટા પરદા પર રિલિઝ થશે.આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામ તેમજ સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે.

ભારતમાં સૌથી વધુ ફી લેનાર એકટર બન્યો પ્રભાસ, 'આદિ પુરુષ' માટે ચાર્જ કર્યા 150 કરોડ રુપિયા


નવી દિલ્હી,તા.24.નવેમ્બર,2021

સાઉથના સુપર સ્ટાર પ્રભાસ હવે એક ફિલ્મ માટે સૌથી વધુ ફી લેનાર ભારતીય એકટર બની ગયો છે.

બાહુબલી જેવી બ્લોક બસ્ટર ફિલ્મ બાદ પ્રભાસને બોલીવૂડમાંથી પણ એક પછી એક ઓફર આવી રહ્યા છે અને ફીના મામલામાં પ્રભાસે બોલીવૂડના સુપર સ્ટાર ગણાતા સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા એકટરોને પણ પાછળ પાડી દીધા છે.

પ્રભાસની રાધે શ્યામ, સલાર અને આદિ પુરુષ ફિલ્મ રિલિઝ માટે આગામી દિવસોમાં તૈયાર હશે.બોલીવૂડ ન્યૂઝની એક વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે પ્રભાસે આદિ પુરુષ માટે અને સંદીપ રેડ્ડીની ફિલ્મ વાંગા માટે 150 કરોડ રુપિયા ફિલ્મ દીઠ ચાર્જ કર્યા છે.

સલમાન ખાનને સુલતાન અને ટાઈગર જિંદા હૈ.. માટે સો કરોડ રુપિયાથી વધારે રકમ મળી હતી.અક્ષય કુમારને બેલબોટમ માટે પણ આટલી જ ફી મળી હોવાનુ કહેવાય છે પણ પ્રભાસે હવે તેમને પણ પાછળ રાખી દીધા છે.

પ્રભાતની આદિ પુરુષ રામાયણ પર આધારિત છે અને તે 11 ઓગસ્ટ, 2022ના રોજ મોટા પરદા પર રિલિઝ થશે.આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામ તેમજ સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે.