માઈક ટાઈસન નિર્માતા કરણ જોહરની લાઈગરમાં દેખાશે

મુંબઈબોલીવૂડના અગ્રણી પ્રોડયુસર કરણ જોહરે સોમવારે જાહેરાત કરી છે કે પોતાના સમયનો સૌથી મહાન હેવી વેટ બોક્સીંગ ચેમ્પિયન માઈક  ટાઈસન તેની આગામી ફિલ્મ લાઈગરમાં ડેબ્યુ કરશે. આ ફિલ્મમાં વિજય દેવરાકોન્ડા અને અનન્યા પાંડે પણ છે.કરણે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે બોક્સીંગ રિંગનો બાદશાહ પહેલી જ વાર ભારતીય સિનેમાના પડદે દેખાશે. કરણે ટાઈસનની બ્લેક એન્ડ વાઈટ ક્લીપ પણ પોસ્ટ કરી હતી જેમાં તે  ટાઈસનને રજૂ કરતા કહે છે કે બોક્સીંગ રિંગમાં ઈતિહાસ રચનાર અને સદાય અપરાજિત મહાન માઈક ટાઈસન અમારા પ્રતિષ્ઠિત પ્રોજેકટમાં દેખાશે.ક્લિપ પરથી અનુમાન કરી શકાય છે કે આ સ્પોર્ટ્સ ફિલ્મમાં હિરો વિજય રિંગમાં પૃથ્વી પરના સૌથી ખૂંખાર વિલન એટલે કે માઈક ટાઈસનને પડકારશે.આ ખબરથી વિજય ખૂબ જ ઉત્સાહિત થયો હતો અને તેણે પણ પોતાના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને માઈક ટાઈસનની પ્રશંસા કરી હતી.આ ફિલ્મ સાથે જ બોક્સીંગ સુપર સ્ટાર પહેલી જ વાર બોલીવૂડના રૂપેરી પડદે બોક્સીંગ કરતો દેખાશે. પણ તેને બોલીવૂડમાં પહેલી જ વાર ઓફર મળી એવું પણ નથી. અગાઉ પણ ફિરોઝ નડિયાદવાળાએ તેને ફૂલ એન્ડ ફાઈનલમાં રોલની ઓફર કરી હતી. સની દેઉલ, શાહિદ કપૂર, જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી અભિનિત આ ફિલ્મમાં ટાઈસનનો સ્પેશ્યલ એપિયરન્સ થવાનો હતો પણ ટાઈસને આ ભૂમિકા નકારી હતી.લાઈગરની રજૂઆત સપ્ટેમ્બર ૨૦૨૦માં નિર્ધારીત હતી પણ મહામારીને કારણે તેમાં વિલંબ થયો. ત્યારે એક સંયુક્ત નિવેદનમાં જોહર અને વિજયે કોવિડના વધતા કેસો બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને ફિલ્મનું ટ્રેલર મોકૂફ રાખવાના નિર્ણયની જાણ કરી હતી. લાઈગર હિન્દી ઉપરાંત તેલુગુ, તામિલ, કન્નડ અને મલાયાલમમાં પણ રજૂ થશે.

માઈક  ટાઈસન નિર્માતા કરણ જોહરની લાઈગરમાં દેખાશે


મુંબઈ

બોલીવૂડના અગ્રણી પ્રોડયુસર કરણ જોહરે સોમવારે જાહેરાત કરી છે કે પોતાના સમયનો સૌથી મહાન હેવી વેટ બોક્સીંગ ચેમ્પિયન માઈક  ટાઈસન તેની આગામી ફિલ્મ લાઈગરમાં ડેબ્યુ કરશે. આ ફિલ્મમાં વિજય દેવરાકોન્ડા અને અનન્યા પાંડે પણ છે.

કરણે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે બોક્સીંગ રિંગનો બાદશાહ પહેલી જ વાર ભારતીય સિનેમાના પડદે દેખાશે. કરણે ટાઈસનની બ્લેક એન્ડ વાઈટ ક્લીપ પણ પોસ્ટ કરી હતી જેમાં તે  ટાઈસનને રજૂ કરતા કહે છે કે બોક્સીંગ રિંગમાં ઈતિહાસ રચનાર અને સદાય અપરાજિત મહાન માઈક ટાઈસન અમારા પ્રતિષ્ઠિત પ્રોજેકટમાં દેખાશે.

ક્લિપ પરથી અનુમાન કરી શકાય છે કે આ સ્પોર્ટ્સ ફિલ્મમાં હિરો વિજય રિંગમાં પૃથ્વી પરના સૌથી ખૂંખાર વિલન એટલે કે માઈક ટાઈસનને પડકારશે.

આ ખબરથી વિજય ખૂબ જ ઉત્સાહિત થયો હતો અને તેણે પણ પોતાના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને માઈક ટાઈસનની પ્રશંસા કરી હતી.

આ ફિલ્મ સાથે જ બોક્સીંગ સુપર સ્ટાર પહેલી જ વાર બોલીવૂડના રૂપેરી પડદે બોક્સીંગ કરતો દેખાશે. પણ તેને બોલીવૂડમાં પહેલી જ વાર ઓફર મળી એવું પણ નથી. અગાઉ પણ ફિરોઝ નડિયાદવાળાએ તેને ફૂલ એન્ડ ફાઈનલમાં રોલની ઓફર કરી હતી. સની દેઉલ, શાહિદ કપૂર, જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી અભિનિત આ ફિલ્મમાં ટાઈસનનો સ્પેશ્યલ એપિયરન્સ થવાનો હતો પણ ટાઈસને આ ભૂમિકા નકારી હતી.

લાઈગરની રજૂઆત સપ્ટેમ્બર ૨૦૨૦માં નિર્ધારીત હતી પણ મહામારીને કારણે તેમાં વિલંબ થયો. ત્યારે એક સંયુક્ત નિવેદનમાં જોહર અને વિજયે કોવિડના વધતા કેસો બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને ફિલ્મનું ટ્રેલર મોકૂફ રાખવાના નિર્ણયની જાણ કરી હતી. લાઈગર હિન્દી ઉપરાંત તેલુગુ, તામિલ, કન્નડ અને મલાયાલમમાં પણ રજૂ થશે.