મહારાષ્ટ્રઃ મુસ્લિમ વિસ્તારોમાં લોકોને કોરોના વેક્સીન અંગે જાગૃત કરવા સલમાનખાનની મદદ લેવાશે

નવી દિલ્હી,તા.17.નવેમ્બર,2021કોરોના સામે લડવા માટે કોરોના વેક્સીન જ એક અસરકારક હથિયાર હોવાનુ જાણકારો કહી રહ્યા છે.જોકે ભારતમાં હજી પણ ઘણા લોકોએ વેક્સીનનો એક પણ ડોઝ લીધો નથી.આવા સંજોગોમાં મહારાષ્ટ્ર સરકારે લોકોને જાગૃત કરવા માટે બોલીવૂડ સુપર સ્ટાર સલમાનખાનની મદદ લેવાન નિર્ણય કર્યો છે.મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ હતુ કે, મુસ્લિમ વિસ્તારોમાં ઘણા લોકો કોરોના વેક્સીન લઈ રહ્યા નથી.કારણકે લોકોને વે્કસીનને લઈને ઘણી આશંકાઓ છે.જેના પગલે હવે અમે સલમાન ખાનની મદદ લઈને લોકોને જાગૃત કરવાનુ નક્કી કર્યુ છે.તેમણે કહ્યુ હતુ કે, મહારાષ્ટ્ર વેક્સીનેશનના મામલામાં આગળ છે પણ કેટલાક વિસ્તારોમાં કામગીરી ધીમી છે.ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં વેક્સીનેશન ઓછુ છે.આથી સરકાર સલમાન ખાન તેમજ ધાર્મિક ગુરુઓની મદદથી લોકોને વેક્સીન લેવા માટે જાગૃત કરશે.મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 10.25 કરોડ વેક્સીન ડોઝ લગાવાયા છે અને નવેમ્બરના અંત સુધીમાં 18 વર્ષથી વધારે વયના તમામ લોકોને પહેલો ડોઝ મળી ગયો શે.

મહારાષ્ટ્રઃ મુસ્લિમ વિસ્તારોમાં લોકોને કોરોના વેક્સીન અંગે જાગૃત કરવા સલમાનખાનની મદદ લેવાશે


નવી દિલ્હી,તા.17.નવેમ્બર,2021

કોરોના સામે લડવા માટે કોરોના વેક્સીન જ એક અસરકારક હથિયાર હોવાનુ જાણકારો કહી રહ્યા છે.

જોકે ભારતમાં હજી પણ ઘણા લોકોએ વેક્સીનનો એક પણ ડોઝ લીધો નથી.આવા સંજોગોમાં મહારાષ્ટ્ર સરકારે લોકોને જાગૃત કરવા માટે બોલીવૂડ સુપર સ્ટાર સલમાનખાનની મદદ લેવાન નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ હતુ કે, મુસ્લિમ વિસ્તારોમાં ઘણા લોકો કોરોના વેક્સીન લઈ રહ્યા નથી.કારણકે લોકોને વે્કસીનને લઈને ઘણી આશંકાઓ છે.જેના પગલે હવે અમે સલમાન ખાનની મદદ લઈને લોકોને જાગૃત કરવાનુ નક્કી કર્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે, મહારાષ્ટ્ર વેક્સીનેશનના મામલામાં આગળ છે પણ કેટલાક વિસ્તારોમાં કામગીરી ધીમી છે.ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં વેક્સીનેશન ઓછુ છે.આથી સરકાર સલમાન ખાન તેમજ ધાર્મિક ગુરુઓની મદદથી લોકોને વેક્સીન લેવા માટે જાગૃત કરશે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 10.25 કરોડ વેક્સીન ડોઝ લગાવાયા છે અને નવેમ્બરના અંત સુધીમાં 18 વર્ષથી વધારે વયના તમામ લોકોને પહેલો ડોઝ મળી ગયો શે.