રકુલ પ્રીત સિંહે જન્મદિવસે જેકી ભગનાની સાથે તસવીર શેર કરી

- અભિનેત્રીએ જેકી સાથેનો સંબંધ સત્તાવાર રીતે જાહેર કર્યોમુંબઇ : રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાનીના સંબંધોની ચર્ચા ચારેકોર હતી. પરંતુ રકુલે પોતાના જન્મદિવસે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટ મુકીને સહુને સુખદ આશ્ચર્ય આપ્યું છે. રકુલે પોતાના અને જેકી ભગનાનીના સંબંધને આડકતરી રીતે જાહેર કરી દીધો છે. તેણે પોતાની અને જેકીની એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેણે જેકીને પોતાના માટેની આ વરસની ઉત્તમ ભેટ તરીકે ગણાવ્યો છે. રકુલ પ્રીત સિંહે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને થેન્ક્યુ માય લવ. તું આ વરસની મારી સૌથી ઉત્તમ ગિફ્ટ રહ્યો છે. મારા જીવનને રંગીન બનાવવા માટે તારો આભાર, મને સતત હસાવવા માટે તારો ધન્યવાદ. અહીં આપણે ઘણી સારી યાદો બનાવાની છે. જેકીએ રકુલની આ પોસ્ટને ટેગ પણ કર્યો છે. જેકીએ પણ આ તસવીર પોતાના અકાઉન્ટ દ્વારા શેર કરીને લખ્યું છે કે, તારા વગર હવે દિવસો દિવસો નથી લાગતા. તારા વિના સ્વાદિષ્ટ ભોજનનો પણ સ્વાદનથી આવતો. સૌથી સુંદર સોલને જન્મદિવસની શુભેચ્છા, જે મારા માટે દુનિયા છે. તારો દિવસ, તારું સુંદર હાસ્ય,સોનેરી તડકાની માફક ચમકતું રહે. હેપ્પી બર્થ ડે માય લવ.સાથે દિલ અને હસતા ઇમોજી મુક્યા છે.

રકુલ પ્રીત સિંહે જન્મદિવસે જેકી ભગનાની સાથે તસવીર શેર કરી


- અભિનેત્રીએ જેકી સાથેનો સંબંધ સત્તાવાર રીતે જાહેર કર્યો

મુંબઇ : રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાનીના સંબંધોની ચર્ચા ચારેકોર હતી. પરંતુ રકુલે પોતાના જન્મદિવસે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટ મુકીને સહુને સુખદ આશ્ચર્ય આપ્યું છે. રકુલે પોતાના અને જેકી ભગનાનીના સંબંધને આડકતરી રીતે જાહેર કરી દીધો છે. તેણે પોતાની અને જેકીની એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેણે જેકીને પોતાના માટેની આ વરસની ઉત્તમ ભેટ તરીકે ગણાવ્યો છે. 

રકુલ પ્રીત સિંહે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને થેન્ક્યુ માય લવ. તું આ વરસની મારી સૌથી ઉત્તમ ગિફ્ટ રહ્યો છે. મારા જીવનને રંગીન બનાવવા માટે તારો આભાર, મને સતત હસાવવા માટે તારો ધન્યવાદ. અહીં આપણે ઘણી સારી યાદો બનાવાની છે. જેકીએ રકુલની આ પોસ્ટને ટેગ પણ કર્યો છે. 

જેકીએ પણ આ તસવીર પોતાના અકાઉન્ટ દ્વારા શેર કરીને લખ્યું છે કે, તારા વગર હવે દિવસો દિવસો નથી લાગતા. તારા વિના સ્વાદિષ્ટ ભોજનનો પણ સ્વાદનથી આવતો. સૌથી સુંદર સોલને જન્મદિવસની શુભેચ્છા, જે મારા માટે દુનિયા છે. તારો દિવસ, તારું સુંદર હાસ્ય,સોનેરી તડકાની માફક ચમકતું રહે. હેપ્પી બર્થ ડે માય લવ.સાથે દિલ અને હસતા ઇમોજી મુક્યા છે.