વિશ્વમાં અનામત જથ્થામાંથી 10 કરોડ બેરલ ક્રૂડ બજારમાં ઠલવાશે

નવી દિલ્હી, તા.૨૩દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમી સપાટીએ છે, જેને કારણે મોંઘવારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવના કારણે વિશ્વના મોટાભાગના દેશો પરેશાન છે ત્યારે અમેરિકાના સૂચન પછી ભારત, ચીન, જાપાન સહિતના અગ્રણી દેશો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ નીચા લાવવા માટે ક્રૂડ ઓઈલના તેમના વ્યૂહાત્મક અનામત જથ્થામાંથી ક્રૂડ બજારમાં ઠાલવશે. આ પ્રક્રિયાના ભાગરૂપે કેન્દ્ર સરકારે સૌપ્રથમ વખત તેના અનામત જથ્થામાંથી ૫૦ લાખ બેરલ ક્રૂડ રિલિઝ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ પગલાંથી આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.આગામી વર્ષના પ્રારંભમાં દેશમાં ઉત્તર પ્રદેશ-પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ સરકાર માટે સમસ્યા ઊભી કરી શકે છે. આવા સંજોગોમાં દિવાળી પૂર્વે મોદી સરકારે પેટ્રોલમાં રૂ. ૫ અને ડીઝલમાં રૂ. ૧૦નો ઘટાડો કરી સામાન્ય લોકોને રાહત આપી હતી. હવે કેન્દ્ર સરકારે લોકોને વધુ રાહત આપવા માટે અનામત જથ્થામાંથી ક્રૂડ ઓઈલ બજારમાં લાવવાનો નિર્ણય કર્યો હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.ભારત તેના પૂર્વ અને પશ્ચિમ દરિયા કાંઠે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ અને કર્ણાટકમાં વ્યૂહાત્મક રીતે ત્રણ જગ્યાએ અનામત જથ્થાનો સંગ્રહ કરવાની અન્ડરગ્રાઉન્ડ સુવિધા ધરાવે છે, જ્યાં ૩.૮ કરોડ બેરલ ક્રૂડ ઓઈલ અથવા ૫૩.૩ લાખ ટન જથ્થાનો સંગ્રહ થઈ શકે છે. સરકાર આ જથ્થામાંથી ૫૦ લાખ બેરલ ક્રૂડ ઓઈલનો જથ્થો રિલિઝ કરશે તેમ નામ જાહેર નહીં કરવાની શરતે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ ઉમેર્યું કે, આ જથ્થો ક્યારે રિલિઝ કરાશે તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી, પરંતુ આગામી ૭થી ૧૦ દિવસમાં આ જથ્થો રિલિઝ થવાની શક્યતા છે. અમેરિકા સહિતના દેશો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી અનામત જથ્થામાંથી ક્રૂડ રિલિઝ કરવા અંગે નિર્ણય લેવાશે. ભારતના ૫૦ લાખ બેરલ ક્રૂડ ઓઈલ રિલિઝ કરવા સામે અમેરિકા તેના વ્યૂહાત્મક જથ્થામાંથી અંદાજે પાંચ કરોડ બેરલ ક્રૂડ ઓઈલનો જથ્થો રિલિઝ કરે તેવી શક્યતા છે. અનામત જથ્થામાંથી ૫૦ લાખ બેરલ ક્રૂડ ઓઈલ મેંગલોર રીફાઈનરી અને ભારત પેટ્રોલીયમને આપવામાં આવશે. જોકે, આ જથ્થો બજારમાં આવવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવા અંગે નિષ્ણાતોમાં મતભેદ છે. એક અભ્યાસ મુજબ ભારતમાં ક્રૂડ ઓઈલનો સરેરાશ દૈનિક વપરાશ ૪૮ લાખ બેરલ છે. તેની સામે છૂટો થનારો ૫૦ લાખ બેરલનો જથ્થો એક કે વધુમાં વધુ બે દિવસ જ રક્ષણ આપી શકે એમ છે એટલે એનાથી ગ્રાહકોને સીધો ફાયદો થાય એવી આશા રાખવી વધારે પડતી ગણાશે.દરમિયાન વિશ્વમાં ક્રૂડ ઓઈલના ભાવ ગત વર્ષની સરખામણીએ બમણાં જેટલા થઇ ગયા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ ૨૬મી ઑક્ટોબરે પ્રતિ બેરલ ૮૬.૪૦ યુએસ ડોલરની વિક્રમી સપાટીએ હતો, જે આ સપ્તાહે ઘટીને પ્રતિ બેરલ ૭૮ યુએસ ડોલરના સ્તરે આવ્યો છે. હાલ બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૭૯.૨૪ યુએસ ડોલર છે. ઊંચા ભાવને કારણે ભારતમાં મોંઘવારી વધી છે એટલું જ નહીં અમેરિકામાં ફુગાવો ત્રણ દાયકાની ઉંચી સપાટીએ, જાપાનમાં ૨૦ વર્ષની ઉંચી સપાટીએ છે. આ સ્થિતિમાં અમેરિકા, જાપાન, ભારત અને અન્ય કેટલાક રાષ્ટ્રો પોતાની અનામત જથ્થામાંથી ક્રૂડ ઓઈલ રિલિઝ કરવાનો નિર્ણય કર્યો છે. વિશ્વના અગ્રણી દેશો તેમના અનામત જથ્થામાંથી ક્રૂડ ઓઈલ રિલિઝ કરશે તો ઓપેક દેશો પણ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવા યોજના બનાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભડકે બળી રહેલા ભાવ વચ્ચે પણ ઓપેક રાષ્ટ્રો દ્વારા વિશ્વની માંગ સામે ઉત્પાદનમાં વૃદ્ધિ ધીમી હોવાથી અમેરિકાની આગેવાની હેઠળ વિવિધ ક્રૂડ ઓઈલનો જથ્થો બજારમાં મુકવા માટે મંત્રણા કરી રહ્યા છે. શક્ય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન આ અંગેનો નિર્ણય એકાદ દિવસમાં જ જાહેર કરશે.

વિશ્વમાં અનામત જથ્થામાંથી 10 કરોડ બેરલ ક્રૂડ બજારમાં ઠલવાશે


નવી દિલ્હી, તા.૨૩
દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમી સપાટીએ છે, જેને કારણે મોંઘવારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવના કારણે વિશ્વના મોટાભાગના દેશો પરેશાન છે ત્યારે અમેરિકાના સૂચન પછી ભારત, ચીન, જાપાન સહિતના અગ્રણી દેશો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ નીચા લાવવા માટે ક્રૂડ ઓઈલના તેમના વ્યૂહાત્મક અનામત જથ્થામાંથી ક્રૂડ બજારમાં ઠાલવશે. આ પ્રક્રિયાના ભાગરૂપે કેન્દ્ર સરકારે સૌપ્રથમ વખત તેના અનામત જથ્થામાંથી ૫૦ લાખ બેરલ ક્રૂડ રિલિઝ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ પગલાંથી આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.
આગામી વર્ષના પ્રારંભમાં દેશમાં ઉત્તર પ્રદેશ-પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ સરકાર માટે સમસ્યા ઊભી કરી શકે છે. આવા સંજોગોમાં દિવાળી પૂર્વે મોદી સરકારે પેટ્રોલમાં રૂ. ૫ અને ડીઝલમાં રૂ. ૧૦નો ઘટાડો કરી સામાન્ય લોકોને રાહત આપી હતી. હવે કેન્દ્ર સરકારે લોકોને વધુ રાહત આપવા માટે અનામત જથ્થામાંથી ક્રૂડ ઓઈલ બજારમાં લાવવાનો નિર્ણય કર્યો હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
ભારત તેના પૂર્વ અને પશ્ચિમ દરિયા કાંઠે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ અને કર્ણાટકમાં વ્યૂહાત્મક રીતે ત્રણ જગ્યાએ અનામત જથ્થાનો સંગ્રહ કરવાની અન્ડરગ્રાઉન્ડ સુવિધા ધરાવે છે, જ્યાં ૩.૮ કરોડ બેરલ ક્રૂડ ઓઈલ અથવા ૫૩.૩ લાખ ટન જથ્થાનો સંગ્રહ થઈ શકે છે. સરકાર આ જથ્થામાંથી ૫૦ લાખ બેરલ ક્રૂડ ઓઈલનો જથ્થો રિલિઝ કરશે તેમ નામ જાહેર નહીં કરવાની શરતે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ ઉમેર્યું કે, આ જથ્થો ક્યારે રિલિઝ કરાશે તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી, પરંતુ આગામી ૭થી ૧૦ દિવસમાં આ જથ્થો રિલિઝ થવાની શક્યતા છે. અમેરિકા સહિતના દેશો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી અનામત જથ્થામાંથી ક્રૂડ રિલિઝ કરવા અંગે નિર્ણય લેવાશે. ભારતના ૫૦ લાખ બેરલ ક્રૂડ ઓઈલ રિલિઝ કરવા સામે અમેરિકા તેના વ્યૂહાત્મક જથ્થામાંથી અંદાજે પાંચ કરોડ બેરલ ક્રૂડ ઓઈલનો જથ્થો રિલિઝ કરે તેવી શક્યતા છે. અનામત જથ્થામાંથી ૫૦ લાખ બેરલ ક્રૂડ ઓઈલ મેંગલોર રીફાઈનરી અને ભારત પેટ્રોલીયમને આપવામાં આવશે. જોકે, આ જથ્થો બજારમાં આવવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવા અંગે નિષ્ણાતોમાં મતભેદ છે. એક અભ્યાસ મુજબ ભારતમાં ક્રૂડ ઓઈલનો સરેરાશ દૈનિક વપરાશ ૪૮ લાખ બેરલ છે. તેની સામે છૂટો થનારો ૫૦ લાખ બેરલનો જથ્થો એક કે વધુમાં વધુ બે દિવસ જ રક્ષણ આપી શકે એમ છે એટલે એનાથી ગ્રાહકોને સીધો ફાયદો થાય એવી આશા રાખવી વધારે પડતી ગણાશે.
દરમિયાન વિશ્વમાં ક્રૂડ ઓઈલના ભાવ ગત વર્ષની સરખામણીએ બમણાં જેટલા થઇ ગયા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ ૨૬મી ઑક્ટોબરે પ્રતિ બેરલ ૮૬.૪૦ યુએસ ડોલરની વિક્રમી સપાટીએ હતો, જે આ સપ્તાહે ઘટીને પ્રતિ બેરલ ૭૮ યુએસ ડોલરના સ્તરે આવ્યો છે. હાલ બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૭૯.૨૪ યુએસ ડોલર છે. ઊંચા ભાવને કારણે ભારતમાં મોંઘવારી વધી છે એટલું જ નહીં અમેરિકામાં ફુગાવો ત્રણ દાયકાની ઉંચી સપાટીએ, જાપાનમાં ૨૦ વર્ષની ઉંચી સપાટીએ છે. આ સ્થિતિમાં અમેરિકા, જાપાન, ભારત અને અન્ય કેટલાક રાષ્ટ્રો પોતાની અનામત જથ્થામાંથી ક્રૂડ ઓઈલ રિલિઝ કરવાનો નિર્ણય કર્યો છે. વિશ્વના અગ્રણી દેશો તેમના અનામત જથ્થામાંથી ક્રૂડ ઓઈલ રિલિઝ કરશે તો ઓપેક દેશો પણ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવા યોજના બનાવી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભડકે બળી રહેલા ભાવ વચ્ચે પણ ઓપેક રાષ્ટ્રો દ્વારા વિશ્વની માંગ સામે ઉત્પાદનમાં વૃદ્ધિ ધીમી હોવાથી અમેરિકાની આગેવાની હેઠળ વિવિધ ક્રૂડ ઓઈલનો જથ્થો બજારમાં મુકવા માટે મંત્રણા કરી રહ્યા છે. શક્ય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન આ અંગેનો નિર્ણય એકાદ દિવસમાં જ જાહેર કરશે.