શરમજનક રાજકારણ, એક યુવકના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છેઃ આર્યન ખાનના સપોર્ટમાં ઉતરી રવિના

મુંબઈ,તા.8 ઓકટોબર 2021,શુક્રવારડ્રગ્સ કેસમાં સુપર સ્ટાર શાહરૂખાનના પુત્ર આર્યન ખાનના સમર્થનમાં બોલીવૂડના ઘણા સ્ટાર આગળ આવી રહ્યા છે. આ યાદીમાં એક્ટ્રેસ રવિના ટંડનનો પણ ઉમરો થયો છે.રવિનાનુ કહેવુ છે કે, ડ્રગ્સ કેસમાં શરમજનક રાજકારણ રમાઈ રહ્યુ છે. એક યુવાની જિંદગી અને ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે અને આ જોઈ શકાય તેમ નથી, તેનાથી દિલ તુટી ગયુ છે.રવિના ટંડન પહેલા ગઈકાલે ઋતિક રોશને પણ આર્યનના સમર્થનમાં લાંબી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.દરમિયાન કોર્ટમાં જામીન માટે આજે ચાલી રહેલી સુનાવણી દરમિયાન આર્યનના વકીલ સતિષ માનશિંદેએ પણ કહ્યુ હતુ કે, આર્યન એક વીવીઆઈપી ગેસ્ટ તરીકે ક્રુઝ પાર્ટીમાં હાજર હતો. પાર્ટીમાં ગ્લેમર વધારવા માટે તેને બોલાવવામાં આવ્યો હતો. તેને ડ્રગ્સ કેસ સાથે કોઈ સબંધ નથી.

શરમજનક રાજકારણ, એક યુવકના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છેઃ આર્યન ખાનના સપોર્ટમાં ઉતરી રવિના

મુંબઈ,તા.8 ઓકટોબર 2021,શુક્રવાર

ડ્રગ્સ કેસમાં સુપર સ્ટાર શાહરૂખાનના પુત્ર આર્યન ખાનના સમર્થનમાં બોલીવૂડના ઘણા સ્ટાર આગળ આવી રહ્યા છે. આ યાદીમાં એક્ટ્રેસ રવિના ટંડનનો પણ ઉમરો થયો છે.

રવિનાનુ કહેવુ છે કે, ડ્રગ્સ કેસમાં શરમજનક રાજકારણ રમાઈ રહ્યુ છે. એક યુવાની જિંદગી અને ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે અને આ જોઈ શકાય તેમ નથી, તેનાથી દિલ તુટી ગયુ છે.

રવિના ટંડન પહેલા ગઈકાલે ઋતિક રોશને પણ આર્યનના સમર્થનમાં લાંબી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

દરમિયાન કોર્ટમાં જામીન માટે આજે ચાલી રહેલી સુનાવણી દરમિયાન આર્યનના વકીલ સતિષ માનશિંદેએ પણ કહ્યુ હતુ કે, આર્યન એક વીવીઆઈપી ગેસ્ટ તરીકે ક્રુઝ પાર્ટીમાં હાજર હતો. પાર્ટીમાં ગ્લેમર વધારવા માટે તેને બોલાવવામાં આવ્યો હતો. તેને ડ્રગ્સ કેસ સાથે કોઈ સબંધ નથી.