સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા ?

- બન્નેએ સગપણ કરી લીધું હોવાની પણ વાત છેમુંબઇ : સિદ્ધાર્થ શુક્લાના અચનાનક જવાથી શહનાઝ ગિલ એકલી પડી ગઇ છે. કહેવાય છે કે, આ પ્રેમી યુગલે સગપણ કરી લીધું હતું અને ડિસેમ્બર મહિનામાં લ્ગન પણકરવાના હતા. બન્ને જણાએ બિગ બોસ ૧૩માં સાથે કામ કર્યું હતું ત્યારથી બન્ને પોતાના સંબંધથી ગંભીર હતા. એક રિપોર્ટને સાચો માનીએ તો, તેમણે પોતપોતાના પરિવારજનોને તેમના સંબંધ પ્રત્યે અને ડિસેમ્બરમાં લગ્ન કરવા વિશે જણાવી દીધું હતું. બન્ને પરિવારો પોતપોતાની રીતે લગ્નની તૈયારી પણ કરી રહ્યું હતું. એટલું જ નહીં મુંબઇની વૈભવી હોટલો વિશે પણ માહિતી એકઠી કરી રહ્યા હતા.તેમજ હોટલોની મેનેજમેન્ટ સાથે લગ્નની યોજના વિશે પણ વાતચીત કરી રહ્યા હતા. લગ્નની ઊજવણી તેમને ત્રણ દિવસ સુધી કરવી હતી.સિદ્ધાર્થ શહેનાઝને અત્યંત પ્રેમ કરતો હતો તેમ બિગ બોસ ૧૩ના સ્પર્ધક અને સિંગર અબુ મલિકે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું. શહનાઝ તેનાથી નારાજ થઇ જતી તો સિદ્ધાર્થનો દિવસ ખરાબ જતો હતો તેમ સિદ્ધાર્થે અબુ મલિકને કહ્યુ ંહતું. શહનાઝને પણ સિદ્ધાર્થ પ્રત્યે બહુ પ્રેમ હતો તેને ખાતરી હતી કે સિદ્ધાર્થ જીવનભર તેનો સાથ નિભાવશે.જોકે વ્યક્તિ ઇચ્છે તેવું સઘળું તેને મળતું નથી, અને સિદ્ધાર્થ આ દુનિયામાં રહ્યો નથી. શહેનાઝના જીવનમાં પડેલી આ ખાલીજગ્યા કોણ પૂરશે તેનો સમય જ જણાવશે. 

સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા ?


- બન્નેએ સગપણ કરી લીધું હોવાની પણ વાત છે

મુંબઇ : સિદ્ધાર્થ શુક્લાના અચનાનક જવાથી શહનાઝ ગિલ એકલી પડી ગઇ છે. કહેવાય છે કે, આ પ્રેમી યુગલે સગપણ કરી લીધું હતું અને ડિસેમ્બર મહિનામાં લ્ગન પણકરવાના હતા. બન્ને જણાએ બિગ બોસ ૧૩માં સાથે કામ કર્યું હતું ત્યારથી બન્ને પોતાના સંબંધથી ગંભીર હતા. 

એક રિપોર્ટને સાચો માનીએ તો, તેમણે પોતપોતાના પરિવારજનોને તેમના સંબંધ પ્રત્યે અને ડિસેમ્બરમાં લગ્ન કરવા વિશે જણાવી દીધું હતું. બન્ને પરિવારો પોતપોતાની રીતે લગ્નની તૈયારી પણ કરી રહ્યું હતું. એટલું જ નહીં મુંબઇની વૈભવી હોટલો વિશે પણ માહિતી એકઠી કરી રહ્યા હતા.તેમજ હોટલોની મેનેજમેન્ટ સાથે લગ્નની યોજના વિશે પણ વાતચીત કરી રહ્યા હતા. લગ્નની ઊજવણી તેમને ત્રણ દિવસ સુધી કરવી હતી.

સિદ્ધાર્થ શહેનાઝને અત્યંત પ્રેમ કરતો હતો તેમ બિગ બોસ ૧૩ના સ્પર્ધક અને સિંગર અબુ મલિકે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું. શહનાઝ તેનાથી નારાજ થઇ જતી તો સિદ્ધાર્થનો દિવસ ખરાબ જતો હતો તેમ સિદ્ધાર્થે અબુ મલિકને કહ્યુ ંહતું. 

શહનાઝને પણ સિદ્ધાર્થ પ્રત્યે બહુ પ્રેમ હતો તેને ખાતરી હતી કે સિદ્ધાર્થ જીવનભર તેનો સાથ નિભાવશે.

જોકે વ્યક્તિ ઇચ્છે તેવું સઘળું તેને મળતું નથી, અને સિદ્ધાર્થ આ દુનિયામાં રહ્યો નથી. શહેનાઝના જીવનમાં પડેલી આ ખાલીજગ્યા કોણ પૂરશે તેનો સમય જ જણાવશે.