સામંથાની સમાજમાં મહિલા અને પુરુષો માટે બેવડા માપદંડ હોવાની સોશિયલ મીડિયા પર ફરિયાદ

- પતિ નાગા ચૈતન્ય સાથેના છુટાછેડા દરમિયાન સામંથાનો બળાપોમુંબઇ : અભિનેત્રી સામંથા એક્કીનેનીએ પતિ અને અભિનેતા નાગા ચૈતન્ય સાથે છુટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. આ પછી તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને પોતાનો બળાપો કાઢ્યો છે. સમાંથાએ ઇન્સ્ટાગ્રામની પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ગુડ મોર્નિંગ, મહિલાઓ સાથે ના જોડાયેલા કોઇ પણ મુદ્દા અથવા મામલાને નૈતિર રીતે શકથી જોવામાં આવતા હોય છે. પરંતુ પુરુષો દ્વારા કરેલા કાર્યો પર કોઇ પણ પ્રશ્રો ઉપાડવામાં આવતા નથી હોતા. હજી પણ આપણા સમાજમાં મહિલા અને પુરુષને લઇને બેવડા માપદંડ છે જે યોગ્ય નથી. સામંથાએ ૩જી ઓકટોબરે, સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી શેર કર્યું હતું કે, અમારા દરેક શુભચિંતકો માટે- ઘણા વિચાર-વિમર્શ પછી મેં અને  નાગા ચૈતન્યએ પોત પોતાના રસ્તા પર ચાલવાનો નિર્ણય લીધો છે તેથી હવે અમે છુટા પડવાના છીએ. એક દશકાથી પણ અમારી દોસ્તી અમારા સંબંધનો આધાર હતી. અને અમને હજી પણ વિશ્વાસ છે કે, અમારી વચ્ચે એક વિશેષ બંધન રહેશે. 

સામંથાની સમાજમાં મહિલા અને પુરુષો માટે બેવડા માપદંડ હોવાની સોશિયલ મીડિયા પર ફરિયાદ


- પતિ નાગા ચૈતન્ય સાથેના છુટાછેડા દરમિયાન સામંથાનો બળાપો

મુંબઇ : અભિનેત્રી સામંથા એક્કીનેનીએ પતિ અને અભિનેતા નાગા ચૈતન્ય સાથે છુટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. આ પછી તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને પોતાનો બળાપો કાઢ્યો છે. 

સમાંથાએ ઇન્સ્ટાગ્રામની પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ગુડ મોર્નિંગ, મહિલાઓ સાથે ના જોડાયેલા કોઇ પણ મુદ્દા અથવા મામલાને નૈતિર રીતે શકથી જોવામાં આવતા હોય છે. પરંતુ પુરુષો દ્વારા કરેલા કાર્યો પર કોઇ પણ પ્રશ્રો ઉપાડવામાં આવતા નથી હોતા. હજી પણ આપણા સમાજમાં મહિલા અને પુરુષને લઇને બેવડા માપદંડ છે જે યોગ્ય નથી. 

સામંથાએ ૩જી ઓકટોબરે, સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી શેર કર્યું હતું કે, અમારા દરેક શુભચિંતકો માટે- ઘણા વિચાર-વિમર્શ પછી મેં અને  નાગા ચૈતન્યએ પોત પોતાના રસ્તા પર ચાલવાનો નિર્ણય લીધો છે તેથી હવે અમે છુટા પડવાના છીએ. એક દશકાથી પણ અમારી દોસ્તી અમારા સંબંધનો આધાર હતી. અને અમને હજી પણ વિશ્વાસ છે કે, અમારી વચ્ચે એક વિશેષ બંધન રહેશે.