સામંથા નાગા ચૈતન્ય સાથે છુટાછેડા લીધા પછી હૈદરાબાદથી મુંબઇ રહેવા આવે તેવી શક્યતા

- મુંબઇમાં ઘર શોધવાની સાથેસાથે બોલીવૂડના માંધાતાઓ સાથે રોલ માટે વાતચીત કરી રહી છેમુંબઇસામંથા રુથ ફ્રભુ અને નાગા ચૈતન્ય હાલ છૂટાછેડા લેવાની બાબતે ચર્ચામાં છે. હાલ તેઓ સેપરેશનમાં છે. બન્નેએ સોશિયલ મીડિયા પર ૨ ઓકટોબરના લગ્ન તૂટી ગયાની જાણકારી આપી હતી. નાગા ચૈતન્ય સાથેના લગ્નભંગાણ પછી સામંથા જિંદગીમાં આગળ વધવાની યોજના કરી રહી છે. મીડિયા રિપોર્ટસના અનુસાર, ધ ફેમિલ મેન ટુ એકટ્રસ હવે મુંબઇમાં ઘર શોધી રહી છે. નાગા  ચૈતન્ય સાથે છૂટાછેડા પછી તે હૈદરાબાદમાં નહીં પણ મુંબઇમાં રહેવાનાના પ્રયાસમાં છે. મીડિયારિપોર્ટસના અનુસાર, સામંથાએ જુહુ, કારઅને બાંદરામાં થોડી પ્રોપર્ટીઓ જોઇ છે. જોકે હજી સુધી તેણે ફાઇનલ કરી નથી. ધ ફેમિલી મેન ટુની સફળતા પછી સામંથાને બોલીવૂડમાં મહત્વ મળી રહ્યું છે. તેને ઘણી ઓફર્સો પણ મળી રહી છે. તે બોલીવૂડના માંધાતાઓ સાથે ફિલ્મમાં ડેબ્યુ માટે ચર્ચા પણ કરી રહી છે. પરંતુ તે હૈદરાબાદમાં રહેતી હોવાથી તેને વારંવાર મુંબઇ અવર-જવર કરવામાં સમય વેડફાઇ રહ્યો છે. સામંથા આ બધી તકલીફોથી  બચવા માટે જ મુંબઇ શિફ્ટ થાય તેવી પૂરી શક્યતા છે. સામંથાએ પોતાના નજીકના મિત્રોને પણ પ્રોપર્ટી સર્ચ કરવામાં મદદ કરવાનું કહ્યું છે. જોકે સામંથા અને નાગા ચૈતન્યએ છુટા પડવાની વાત કરી એ પહેલાથી સામંથા મુંબઇ શિફ્ટ થવાની છે ચર્ચાએ જોર પકડયું હતું. પરંતુ સામંથાએ આ વાતને અફવા માત્ર ગણાવી હતી. 

સામંથા નાગા ચૈતન્ય સાથે છુટાછેડા લીધા પછી હૈદરાબાદથી મુંબઇ રહેવા આવે તેવી શક્યતા


- મુંબઇમાં ઘર શોધવાની સાથેસાથે બોલીવૂડના માંધાતાઓ સાથે રોલ માટે વાતચીત કરી રહી છે

મુંબઇ

સામંથા રુથ ફ્રભુ અને નાગા ચૈતન્ય હાલ છૂટાછેડા લેવાની બાબતે ચર્ચામાં છે. હાલ તેઓ સેપરેશનમાં છે. બન્નેએ સોશિયલ મીડિયા પર ૨ ઓકટોબરના લગ્ન તૂટી ગયાની જાણકારી આપી હતી. નાગા ચૈતન્ય સાથેના લગ્નભંગાણ પછી સામંથા જિંદગીમાં આગળ વધવાની યોજના કરી રહી છે. મીડિયા રિપોર્ટસના અનુસાર, ધ ફેમિલ મેન ટુ એકટ્રસ હવે મુંબઇમાં ઘર શોધી રહી છે. નાગા  ચૈતન્ય સાથે છૂટાછેડા પછી તે હૈદરાબાદમાં નહીં પણ મુંબઇમાં રહેવાનાના પ્રયાસમાં છે. 

મીડિયારિપોર્ટસના અનુસાર, સામંથાએ જુહુ, કારઅને બાંદરામાં થોડી પ્રોપર્ટીઓ જોઇ છે. જોકે હજી સુધી તેણે ફાઇનલ કરી નથી. ધ ફેમિલી મેન ટુની સફળતા પછી સામંથાને બોલીવૂડમાં મહત્વ મળી રહ્યું છે. તેને ઘણી ઓફર્સો પણ મળી રહી છે. તે બોલીવૂડના માંધાતાઓ સાથે ફિલ્મમાં ડેબ્યુ માટે ચર્ચા પણ કરી રહી છે. પરંતુ તે હૈદરાબાદમાં રહેતી હોવાથી તેને વારંવાર મુંબઇ અવર-જવર કરવામાં સમય વેડફાઇ રહ્યો છે. સામંથા આ બધી તકલીફોથી  બચવા માટે જ મુંબઇ શિફ્ટ થાય તેવી પૂરી શક્યતા છે. સામંથાએ પોતાના નજીકના મિત્રોને પણ પ્રોપર્ટી સર્ચ કરવામાં મદદ કરવાનું કહ્યું છે. 

જોકે સામંથા અને નાગા ચૈતન્યએ છુટા પડવાની વાત કરી એ પહેલાથી સામંથા મુંબઇ શિફ્ટ થવાની છે ચર્ચાએ જોર પકડયું હતું. પરંતુ સામંથાએ આ વાતને અફવા માત્ર ગણાવી હતી.