સલમાનના સ્ટારડમ-જીવન પર ડોક્યુમેન્ટરી સીરીઝ બનાવાશે

મુંબઇસલમાન ખાનનું અંગત જીવન પણએક રોમાંચક ફિલ્મથી ઓછું નથી. તેના જીવનમાં સુપરસ્ટારડમની સાથેસાથે રોમાન્સ અને ક્રાઇમ પણ સમાયેલા છે. કહેવાય છે કે, સલમાન પરએક  સીરીઝ બનવાની છે. સૂત્રની વાત સાચી માનીએ તો, બોલીવૂડમાં સલમાનના ત્રણ દાયકાની સફરને એક સીરીઝમાં દર્શાવામાં આવશે. જેમાં તેના જીવનની અનેક ઘટનાો એવી હશે જેના વિશે હજી પણ લોકો જાણતા નહીં હોય. આ સીરીઝમાં સલમાનના પરિવાર, કો સ્ટાર્સ, ડાયરેકટર્સ, પોડયુસર્સ અને તેના સાથીદારોના ઇન્ટરવ્યુઝનો પણ સમાવેશ કરવામાં આવશે. સીરીઝ દ્વારા સલમાન સાથે જોડાયેલા ઘણા રહસ્યો પરથી પડદો ઊઠે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, સલમાનનું એક સ્ટારડમ છે તો સાથેસાથે તે ઘણા વિવાદોમાં પણ રહ્યો છે. તેના જીવનના સકારાત્મક પાસા તો પડદા પર જોવા મળશે પરંતુ તેના જીવનના દરેક નકારાત્મક પાસાઓને તેમાં સમાવામાં આવશે કે નહીં પ્રત્યે એક પ્રશ્રાર્થ છે. તેના જીવનમાં કાળા હરણનો શિકાર, ફૂટપાથ પર સુઇ રહેલા લોકો પર ગાડી ચઢાવી દઇને હિટ એન્ડ રનનો કેસ, ઐશ્વર્યા રાયના પ્રેમમાં પાગલપણાની હદ વટાવીને તેને મારપીટ કરવીનો મામલો હોય તે પછી તેના ક્રોધી સ્વભાવના અનેક કિસ્સાની વાતો હોય. સલમાનના અંગત જીવનમાં તે મોટા ભાગે વિવાદોમાં રહ્યો છે જેનો સમાવેશ આ વેબ સીરીઝમાં કરવામાં આવશે કે નહીં તેની કોઇ જાણકારી નથી. રિપોર્ટના અનુસાર સીરીઝને લઇને તૈયારી શરૂ થઇ ગઇ છે. જેને સલમાન ખાન, વિજ ફિલ્મસ અનેઅપોલસ એન્ટરટેઇનમેન્ટ મળીને પ્રોડયુસ કરશે. ફિલ્મની ટીમે ઓટીટી પ્લેટફોર્મસ પર આ પ્રોજેક્ટને લઇને વાતચીત કરવાનું શરૂ કરી દીધું છે. જોકે સલમાન કે પછી તેની ટીમે આ બાબતે કોઇ સ્પષ્ટતા કે ઘોષણા કરી નથી. 

સલમાનના સ્ટારડમ-જીવન પર ડોક્યુમેન્ટરી સીરીઝ બનાવાશે


મુંબઇ

સલમાન ખાનનું અંગત જીવન પણએક રોમાંચક ફિલ્મથી ઓછું નથી. તેના જીવનમાં સુપરસ્ટારડમની સાથેસાથે રોમાન્સ અને ક્રાઇમ પણ સમાયેલા છે. કહેવાય છે કે, સલમાન પરએક  સીરીઝ બનવાની છે. 

સૂત્રની વાત સાચી માનીએ તો, બોલીવૂડમાં સલમાનના ત્રણ દાયકાની સફરને એક સીરીઝમાં દર્શાવામાં આવશે. જેમાં તેના જીવનની અનેક ઘટનાો એવી હશે જેના વિશે હજી પણ લોકો જાણતા નહીં હોય. આ સીરીઝમાં સલમાનના પરિવાર, કો સ્ટાર્સ, ડાયરેકટર્સ, પોડયુસર્સ અને તેના સાથીદારોના ઇન્ટરવ્યુઝનો પણ સમાવેશ કરવામાં આવશે. સીરીઝ દ્વારા સલમાન સાથે જોડાયેલા ઘણા રહસ્યો પરથી પડદો ઊઠે તેવી શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે, સલમાનનું એક સ્ટારડમ છે તો સાથેસાથે તે ઘણા વિવાદોમાં પણ રહ્યો છે. તેના જીવનના સકારાત્મક પાસા તો પડદા પર જોવા મળશે પરંતુ તેના જીવનના દરેક નકારાત્મક પાસાઓને તેમાં સમાવામાં આવશે કે નહીં પ્રત્યે એક પ્રશ્રાર્થ છે. તેના જીવનમાં કાળા હરણનો શિકાર, ફૂટપાથ પર સુઇ રહેલા લોકો પર ગાડી ચઢાવી દઇને હિટ એન્ડ રનનો કેસ, ઐશ્વર્યા રાયના પ્રેમમાં પાગલપણાની હદ વટાવીને તેને મારપીટ કરવીનો મામલો હોય તે પછી તેના ક્રોધી સ્વભાવના અનેક કિસ્સાની વાતો હોય. સલમાનના અંગત જીવનમાં તે મોટા ભાગે વિવાદોમાં રહ્યો છે જેનો સમાવેશ આ વેબ સીરીઝમાં કરવામાં આવશે કે નહીં તેની કોઇ જાણકારી નથી. 

રિપોર્ટના અનુસાર સીરીઝને લઇને તૈયારી શરૂ થઇ ગઇ છે. જેને સલમાન ખાન, વિજ ફિલ્મસ અનેઅપોલસ એન્ટરટેઇનમેન્ટ મળીને પ્રોડયુસ કરશે. ફિલ્મની ટીમે ઓટીટી પ્લેટફોર્મસ પર આ પ્રોજેક્ટને લઇને વાતચીત કરવાનું શરૂ કરી દીધું છે. જોકે સલમાન કે પછી તેની ટીમે આ બાબતે કોઇ સ્પષ્ટતા કે ઘોષણા કરી નથી.