સલમાન ખાન ફરી કોમેડી કરતો જોવા મળશે

- જ્યારે એક એડવેન્ચર ફિલ્મ જંગલમાં પણ કામ કરે તેવી વાતમુંબઇ : સલમાન ખાન હાલ પોતાના આવનારા પ્રોજેક્ટસો માટે ચર્ચામાં છે. સલમાન પાસે એકથી એક ચડિયાતી ફિલ્મો પાઇપલાઇનમાં  છે. જેમાં તેની બે ફિલ્મો ખાસ કરીને એક અનીસ બઝમીની કોમેડી ફિલ્મ છે, તેમજ બીજી એડવેન્ચર ફિલ્મનો સમાવેશ છે.રિપોર્ટસના અનુસાર, અનીસ બઝમી એક કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં સલમાનના બહુ ચર્ચિત પાત્ર પ્રેમને ફરી રૂપેરી પડદે લાવશે. સલમાન ભૂતકાળમાં કોમેડી ફિલ્મો કરી ચુક્યો છે અને તે સફળ પણ થઇ છે. અનીસ બઝમી અને સલમાન વચ્ચે આ ફિલ્મ બાબતે વાતચીત થઇ ગઇ છે. સૂત્રોના અનુસાર, સલમાન પોતાની ાવનારી ફિલ્મો ટાઇગર ૩, ભાઇજાન અને રવિનદ્ર કૌશિકની બાયોપિક પુરી કરીને પછી આ ફિલ્મ કરશે. અનીસ બઝમીની ફિલ્મ માટે તે આવતા વરસના અંત સુધી પોતાની ડેટસ ફાઇનલ કરશે.સલમાન આ ઉપરાંત એક એડવેન્ચર  ફિલ્મનું નિર્માણ કરવાનો છે. જેનું બજેટ રૂપિયા ૩૦૦ કરોડહોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં સલમાન પોતે અભિનય પણ કરવાનો છે. એક ટ્રેડ એનાલિસ્ટના અનુસાર, સલમાન ખાનની રૂપિયા ૩૦૦ કરોડનું બજેટધરાવતી ફિલ્મ એક જંગલ એડવેન્ચર હશે. જેમાં મનુષ્ય અને કુદરતના સંબંધો પર આધારિત ફોકસ હશે.

સલમાન ખાન ફરી કોમેડી કરતો જોવા મળશે


- જ્યારે એક એડવેન્ચર ફિલ્મ જંગલમાં પણ કામ કરે તેવી વાત

મુંબઇ : સલમાન ખાન હાલ પોતાના આવનારા પ્રોજેક્ટસો માટે ચર્ચામાં છે. સલમાન પાસે એકથી એક ચડિયાતી ફિલ્મો પાઇપલાઇનમાં  છે. જેમાં તેની બે ફિલ્મો ખાસ કરીને એક અનીસ બઝમીની કોમેડી ફિલ્મ છે, તેમજ બીજી એડવેન્ચર ફિલ્મનો સમાવેશ છે.

રિપોર્ટસના અનુસાર, અનીસ બઝમી એક કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં સલમાનના બહુ ચર્ચિત પાત્ર પ્રેમને ફરી રૂપેરી પડદે લાવશે. સલમાન ભૂતકાળમાં કોમેડી ફિલ્મો કરી ચુક્યો છે અને તે સફળ પણ થઇ છે. અનીસ બઝમી અને સલમાન વચ્ચે આ ફિલ્મ બાબતે વાતચીત થઇ ગઇ છે. સૂત્રોના અનુસાર, સલમાન પોતાની ાવનારી ફિલ્મો ટાઇગર ૩, ભાઇજાન અને રવિનદ્ર કૌશિકની બાયોપિક પુરી કરીને પછી આ ફિલ્મ કરશે. અનીસ બઝમીની ફિલ્મ માટે તે આવતા વરસના અંત સુધી પોતાની ડેટસ ફાઇનલ કરશે.

સલમાન આ ઉપરાંત એક એડવેન્ચર  ફિલ્મનું નિર્માણ કરવાનો છે. જેનું બજેટ રૂપિયા ૩૦૦ કરોડહોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં સલમાન પોતે અભિનય પણ કરવાનો છે. 

એક ટ્રેડ એનાલિસ્ટના અનુસાર, સલમાન ખાનની રૂપિયા ૩૦૦ કરોડનું બજેટધરાવતી ફિલ્મ એક જંગલ એડવેન્ચર હશે. જેમાં મનુષ્ય અને કુદરતના સંબંધો પર આધારિત ફોકસ હશે.