હૃતિક રોશન આગામી ફિલ્મમાં ફરી દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ સાથે કામ કરશે

- આ પહેલા બન્ને જણા ફિલ્મ વોરમાં સાથે કામ કરી ચુક્યા છેમુંબઇ : હૃતિક રોશન અને દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે સુપરહિટ ફિલ્મ વોરમાં સાથે કામ કર્યુ ંહતું. હવે આ જોડી ફરી  ફાઇટર  ફિલ્મ માટે સાથે કામ કરવા તૈયાર છે.હૃતિકે સિદ્ધાર્થ સાથે કામ કરવા વિશે જણાવ્યું હતું કે, ફાઇટર પર કામ કરવા હું રોમાંચિત થઇ ગયો છું. સિડે મને વોર ફિલ્મમાં બહુ સુંદર રીતે પેશ ક્યો હતો. તેથી હું ફરી તેની સાથે કામ કરવા હું ઉત્સાહિત અને આતુર છું. તેણે મારામાં વિશ્વાસ મુકીને મારી સાથે ફરી કામ કરવામાં રસ દાખવ્યો છે જે મારા માટે પડકારરૂપ છે. સિદ્ધાર્થ આનંદે જણાવ્યુ હતુ કે, હૃતિક એક કમ્પલીટ હીરો છે. એક દિગ્દર્શકની અભિનયને લગતી દરેક અપેક્ષા  પુરી કરવા માટે હૃતિક સક્ષમ છે. તેની પાસે દરેક વખતે કાંઇક નવું લઇને જવાનું એ મારા માટે એક ચેલેન્જ છે. સેટપર તેની પાસેના અભિનયના ખજાનામાંથી દર કલાકે તેની ક્ષમતાનો ઉપયોગ થઇ શકે એમ છે. જે હજુ સુધી કોઇ દિગ્દર્શક કરી શક્યો નથી. અમારા દરેક માટે આ એક પડકાર છે. દિગ્દર્શકે વધુમાં કહ્યું હતું કે, હૃતિકમાં એક નિર્માતા છુપાયેલો છે. જે મોટા ભાગના અભિનેતાઓમાં આ ગુણ હોતો નથી. 

હૃતિક રોશન આગામી ફિલ્મમાં ફરી દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ સાથે કામ કરશે


- આ પહેલા બન્ને જણા ફિલ્મ વોરમાં સાથે કામ કરી ચુક્યા છે

મુંબઇ : હૃતિક રોશન અને દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે સુપરહિટ ફિલ્મ વોરમાં સાથે કામ કર્યુ ંહતું. હવે આ જોડી ફરી  ફાઇટર  ફિલ્મ માટે સાથે કામ કરવા તૈયાર છે.

હૃતિકે સિદ્ધાર્થ સાથે કામ કરવા વિશે જણાવ્યું હતું કે, ફાઇટર પર કામ કરવા હું રોમાંચિત થઇ ગયો છું. સિડે મને વોર ફિલ્મમાં બહુ સુંદર રીતે પેશ ક્યો હતો. તેથી હું ફરી તેની સાથે કામ કરવા હું ઉત્સાહિત અને આતુર છું. તેણે મારામાં વિશ્વાસ મુકીને મારી સાથે ફરી કામ કરવામાં રસ દાખવ્યો છે જે મારા માટે પડકારરૂપ છે. 

સિદ્ધાર્થ આનંદે જણાવ્યુ હતુ કે, હૃતિક એક કમ્પલીટ હીરો છે. એક દિગ્દર્શકની અભિનયને લગતી દરેક અપેક્ષા  પુરી કરવા માટે હૃતિક સક્ષમ છે. તેની પાસે દરેક વખતે કાંઇક નવું લઇને જવાનું એ મારા માટે એક ચેલેન્જ છે. સેટપર તેની પાસેના અભિનયના ખજાનામાંથી દર કલાકે તેની ક્ષમતાનો ઉપયોગ થઇ શકે એમ છે. જે હજુ સુધી કોઇ દિગ્દર્શક કરી શક્યો નથી. અમારા દરેક માટે આ એક પડકાર છે. 

દિગ્દર્શકે વધુમાં કહ્યું હતું કે, હૃતિકમાં એક નિર્માતા છુપાયેલો છે. જે મોટા ભાગના અભિનેતાઓમાં આ ગુણ હોતો નથી.