2022માં ભારતની ઈકોનોમીનો ગ્રોથ રેટ આખી દુનિયામાં સૌથી વધારે હશેઃ IMF

નવી દિલ્હી,તા.13 ઓકટોબર 2021,બુધવાર2022નુ વર્ષ ભારતની ઈકોનોમી માટે ઘણુ સારૂ સાબિત થશે તેવી આગાહી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF દ્વારા કરવામાં આવી છે.કોરોનાના કારણે 2020-21 દરમિયાન ઈકોનોમીમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો પણ હવે તેમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. આ વાતને IMF પણ સમર્થન આપી રહ્યુ છે. IMF દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ અનુમાન પ્રમાણે 2021માં ભારતની ઈકોનોમીનો ગ્રોથ રેટ 9.5 ટકા અને 2022માં 8.5 ટકા રહેશે. ઉપરાંત ભારતની ઈકોનોમી દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા હશે.લેસેટ્સ અનુમાનોમાં કહેવાયુ છે કે, 2021માં સમગ્ર દુનિયાનો ગ્રોથ રેટ 5.9 ટકા અને 2022માં 4. 9 ટકા રહે તેવુ અનુમાન છે.દુનિયાની સૌથી મોટી ઈકોનોમી અમેરિકાનો ગ્રોથ રેટ આ વર્ષે 6 ટકા અને આગામી વર્ષે 5.2 ટકા રહેવાનો અંદાજ છે. ચીનની ઈકોનોમી 2021માં 8 ટકાના અને 2022માં 5.6 ટકાના દરે વધશે. જ્યારે બ્રિટન આ વર્ષે 6.8 ટકાના ગ્રોથ રેટ સાથે બીજા ક્રમે, 6.5 ટકાના રેટ સાથે ફ્રાન્સ ત્રીજા ક્રમે અને 6 ટકાના ગ્રોથ રેટ સાથે એ પછીના સ્થાને રહેશે.IMFના મુખ્ય ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથનુ કહેવુ છે, કોરોનાના રસીકરણના મોરચે ભારતનો દેખાવ સારો છે અને તેના કારણે ઈકોનોમીને મદદ મળી રહી છે. ભારત માટે અમે જે અંદાજ મુક્યો છે તેમાં કોઈ બદલાવ નથી.

2022માં ભારતની ઈકોનોમીનો ગ્રોથ રેટ આખી દુનિયામાં સૌથી વધારે હશેઃ IMF

નવી દિલ્હી,તા.13 ઓકટોબર 2021,બુધવાર

2022નુ વર્ષ ભારતની ઈકોનોમી માટે ઘણુ સારૂ સાબિત થશે તેવી આગાહી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF દ્વારા કરવામાં આવી છે.

કોરોનાના કારણે 2020-21 દરમિયાન ઈકોનોમીમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો પણ હવે તેમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. આ વાતને IMF પણ સમર્થન આપી રહ્યુ છે. IMF દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ અનુમાન પ્રમાણે 2021માં ભારતની ઈકોનોમીનો ગ્રોથ રેટ 9.5 ટકા અને 2022માં 8.5 ટકા રહેશે. ઉપરાંત ભારતની ઈકોનોમી દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા હશે.

લેસેટ્સ અનુમાનોમાં કહેવાયુ છે કે, 2021માં સમગ્ર દુનિયાનો ગ્રોથ રેટ 5.9 ટકા અને 2022માં 4. 9 ટકા રહે તેવુ અનુમાન છે.

દુનિયાની સૌથી મોટી ઈકોનોમી અમેરિકાનો ગ્રોથ રેટ આ વર્ષે 6 ટકા અને આગામી વર્ષે 5.2 ટકા રહેવાનો અંદાજ છે. ચીનની ઈકોનોમી 2021માં 8 ટકાના અને 2022માં 5.6 ટકાના દરે વધશે. જ્યારે બ્રિટન આ વર્ષે 6.8 ટકાના ગ્રોથ રેટ સાથે બીજા ક્રમે, 6.5 ટકાના રેટ સાથે ફ્રાન્સ ત્રીજા ક્રમે અને 6 ટકાના ગ્રોથ રેટ સાથે એ પછીના સ્થાને રહેશે.

IMFના મુખ્ય ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથનુ કહેવુ છે, કોરોનાના રસીકરણના મોરચે ભારતનો દેખાવ સારો છે અને તેના કારણે ઈકોનોમીને મદદ મળી રહી છે. ભારત માટે અમે જે અંદાજ મુક્યો છે તેમાં કોઈ બદલાવ નથી.