અનુષ્કા શર્મા મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં મુખ્ય રોલમાં જોવા મળશે

- અદાકારૌ ત્રણ વરસ પછી અભિનયક્ષેત્રે સક્રિય થયેલી જોવા મળીમુંબઇ : અનુષ્કા શર્મા ત્રણ વરસ પછી અભિનય ક્ષેત્રે સક્રિય થઇ છે. હાલમાં જ તેની એક ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે જેમાં તે મહિલા ક્રેકિટરના વેશમાં જોવા મળી રહી છે. અનુષ્કા શર્માએ સોશ્યલ મીડિયા પરથી પોતાની આવનારી ફિલ્મ ચકદા એક્સપ્રેસ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મ મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વાની બાયોપિક છે, જેમાં અનુષ્કા ઝુલનના રોલમાં જોવા મળવાની છે. અનુષ્કા ફિલ્મના ટીઝરમાં મહિલા ક્રિકેટરના પરિધાનમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ દ્વારા અનુષ્કા ત્રણ વરસ પછી અભિનય કરી રહી છે. અનુષ્કાએ સોશ્યલ મીડિયા પર શેર કર્યું હતુ કે, આ એક રસપ્રદ અને મારા માટે એક વિશેષ ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તામાં નાયિકાના ત્યાગને જોઇ શકાશે. તેણે વધુમાં લખ્યું છે કે, આજે તમે અમને જોઇ રહ્યા છો, આવતી કાલે અમે તમારી યાદમાં રહેશું.અનુષ્કાએ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, ફિલ્મ ચકદા એક્સપ્રેસ ભારતીય મહિલા ક્રેકિટ ટીમની કેપ્ટન ઝુલન ગોસ્વામી પર આધારિત છે.ઝુલને જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો હિસ્સો બનવાનો નિર્ણય લીધો હતો તે પળ દેશ માટે ખરેખર ગર્વ ઉપજાવે તેવી હતી. ગ્લોબલ સ્ટેજ પર મહિલા ક્રિકેટરના કપ્તાન બનીને ઊભું રહેવું એ ઝુલન માટે રમત વાત નહોતી. 

અનુષ્કા શર્મા મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં મુખ્ય રોલમાં જોવા મળશે


- અદાકારૌ ત્રણ વરસ પછી અભિનયક્ષેત્રે સક્રિય થયેલી જોવા મળી

મુંબઇ : અનુષ્કા શર્મા ત્રણ વરસ પછી અભિનય ક્ષેત્રે સક્રિય થઇ છે. હાલમાં જ તેની એક ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે જેમાં તે મહિલા ક્રેકિટરના વેશમાં જોવા મળી રહી છે. 

અનુષ્કા શર્માએ સોશ્યલ મીડિયા પરથી પોતાની આવનારી ફિલ્મ ચકદા એક્સપ્રેસ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મ મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વાની બાયોપિક છે, જેમાં અનુષ્કા ઝુલનના રોલમાં જોવા મળવાની છે. અનુષ્કા ફિલ્મના ટીઝરમાં મહિલા ક્રિકેટરના પરિધાનમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ દ્વારા અનુષ્કા ત્રણ વરસ પછી અભિનય કરી રહી છે. 

અનુષ્કાએ સોશ્યલ મીડિયા પર શેર કર્યું હતુ કે, આ એક રસપ્રદ અને મારા માટે એક વિશેષ ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તામાં નાયિકાના ત્યાગને જોઇ શકાશે. તેણે વધુમાં લખ્યું છે કે, આજે તમે અમને જોઇ રહ્યા છો, આવતી કાલે અમે તમારી યાદમાં રહેશું.

અનુષ્કાએ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, ફિલ્મ ચકદા એક્સપ્રેસ ભારતીય મહિલા ક્રેકિટ ટીમની કેપ્ટન ઝુલન ગોસ્વામી પર આધારિત છે.ઝુલને જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો હિસ્સો બનવાનો નિર્ણય લીધો હતો તે પળ દેશ માટે ખરેખર ગર્વ ઉપજાવે તેવી હતી. ગ્લોબલ સ્ટેજ પર મહિલા ક્રિકેટરના કપ્તાન બનીને ઊભું રહેવું એ ઝુલન માટે રમત વાત નહોતી.