આમિરની દીકરી આઈરાએ બિકિનીમાં બર્થ ડે મનાવતાં ભારે ટ્રોલ થઈ

- સોના મહાપાત્રનો જવાબ : 25 વર્ષની છોકરી ગમે તે પહેરે  - માં-બાપની હાજરીમાં ટૂંકા વસ્ત્રો ધારણ કરી બર્થ ડે કેક કાપતાં નેટીઝન્સ નારાજ મુંબઈ : આમિર ખાનની દીકરી આઈરા ખાને બિકિનીમાં જ કેક કાપી જન્મ દિવસ મનાવતાં અને તે તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં તે ભારે ટ્રોલ થઈ હતી. જોકે, સોના મહાપાત્ર સહિતના લોકોએ આઈરાને ટ્રોલ કરનારા લોકોને જ ઝાટકી નાખ્યા હતા. આમિર ખાન અને તેની પહેલી પત્ની રીના દત્તની દીકરી આઈરા પચ્ચીસ વર્ષની થઈ છે. રવિવારે તેણે એક પુલ પાર્ટીમાં જ બર્થ ડે કેક કાપી હતી. આ વખતે તેની સાથે આમિર, રીના, તેનો સાવકો ભાઈ આઝાદ ખાન ઉપરાંત તેનો બોયફ્રેન્ડ નુપુર શિખરે પણ હાજર રહ્યા હતા. આ પાર્ટીના ફોટા વાયરલ થયા બાદ કેટલાય લોકોએ સોશિયલ મીડિયા પર જાત ભાતની ટિપ્પણીઓ કરી હતી. કેટલાય લોકોએ જણાવ્યું હતું કે જન્મદિવસની ઉજવણી હોય અને આજુબાજુમાં માં-બાપ હોય ત્યારે આવી રીતે બિકિની કોણ પહેર છે. જોકે, કેટલાક લોકોએ આઈરાનો બચાવ કર્યો હતો કે આ એક પુલ પાર્ટી હતી અને એટલે આઈરાએ બિકિની ધારણ કરી હતી. દરમિયાન, સિંગર સોના મહાપાત્રએ  ટ્રોલ કરનારાઓને જ ઠપકો આપ્યો હતો. સોનાએ કહ્યું હતું કે આઈરા પચ્ચીસ વર્ષની યુવતી છે. તે પોતાની રીતે જીવવા સ્વતંત્ર છે. તેણે ક્યારે શું પહેરવું ના પહેરવું તે જાતે નક્કી કરી શકે છે. ભૂતકાળમાં તેના પિતાએ કોઈ મુદ્દે કશું કહ્યું હોય તેના લીધે આઈરાની પસંદગીઓ પર નિયંત્રણો લાદી શકાય નહીં. 

આમિરની દીકરી આઈરાએ બિકિનીમાં બર્થ ડે મનાવતાં ભારે ટ્રોલ થઈ


- સોના મહાપાત્રનો જવાબ : 25 વર્ષની છોકરી ગમે તે પહેરે  

- માં-બાપની હાજરીમાં ટૂંકા વસ્ત્રો ધારણ કરી બર્થ ડે કેક કાપતાં નેટીઝન્સ નારાજ 

મુંબઈ : આમિર ખાનની દીકરી આઈરા ખાને બિકિનીમાં જ કેક કાપી જન્મ દિવસ મનાવતાં અને તે તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં તે ભારે ટ્રોલ થઈ હતી. જોકે, સોના મહાપાત્ર સહિતના લોકોએ આઈરાને ટ્રોલ કરનારા લોકોને જ ઝાટકી નાખ્યા હતા. 

આમિર ખાન અને તેની પહેલી પત્ની રીના દત્તની દીકરી આઈરા પચ્ચીસ વર્ષની થઈ છે. રવિવારે તેણે એક પુલ પાર્ટીમાં જ બર્થ ડે કેક કાપી હતી. આ વખતે તેની સાથે આમિર, રીના, તેનો સાવકો ભાઈ આઝાદ ખાન ઉપરાંત તેનો બોયફ્રેન્ડ નુપુર શિખરે પણ હાજર રહ્યા હતા. 

આ પાર્ટીના ફોટા વાયરલ થયા બાદ કેટલાય લોકોએ સોશિયલ મીડિયા પર જાત ભાતની ટિપ્પણીઓ કરી હતી. કેટલાય લોકોએ જણાવ્યું હતું કે જન્મદિવસની ઉજવણી હોય અને આજુબાજુમાં માં-બાપ હોય ત્યારે આવી રીતે બિકિની કોણ પહેર છે. જોકે, કેટલાક લોકોએ આઈરાનો બચાવ કર્યો હતો કે આ એક પુલ પાર્ટી હતી અને એટલે આઈરાએ બિકિની ધારણ કરી હતી. 

દરમિયાન, સિંગર સોના મહાપાત્રએ  ટ્રોલ કરનારાઓને જ ઠપકો આપ્યો હતો. સોનાએ કહ્યું હતું કે આઈરા પચ્ચીસ વર્ષની યુવતી છે. તે પોતાની રીતે જીવવા સ્વતંત્ર છે. તેણે ક્યારે શું પહેરવું ના પહેરવું તે જાતે નક્કી કરી શકે છે. ભૂતકાળમાં તેના પિતાએ કોઈ મુદ્દે કશું કહ્યું હોય તેના લીધે આઈરાની પસંદગીઓ પર નિયંત્રણો લાદી શકાય નહીં.