આ અમેરિકન યુવતીએ 19 વર્ષ બાદ પોતાના વાળ કપાવ્યા, સ્વતંત્ર પરિવર્તનની કરી વાત

વૉશિંગ્ટન, તા. 05 એપ્રિલ 2022 મંગળવારઅમેરિકાની આ યુવતીએ 19 વર્ષથી તેના વાળ કાપ્યા નથી. યુવતીના વાળ વધીને 4 ફૂટ લાંબા અને ઘૂંટણથી નીચે આવવા લાગ્યા હતા. ત્યારબાદ તેણે તેના વાળ ખૂબ જ ટૂંકા કરાવી દીધા હતા. તેને પોતાની હેરસ્ટાઈલ ચિન લેંથ બોબ જેવી કરાવી હતી. તેણે સોશિયલ મીડિયા પર આ વિશે જણાવ્યું હતું સાથે જ લોકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો.આ 26 વર્ષની યુવતીનું નામ વેનેસા રાસમ્યુસેન છે. તે અમેરિકાના યુટાની રહેવાસી છે. આ યુવતી ટિકટોક સ્ટાર પણ બની ગઈ છે. હકીકતમાં 7 વર્ષની ઉંમરે વેનેસાએ તેના વાળ ટૂંકા કરાવી દીધા હતા પરંતુ તેને પોતાનો લુક પસંદ ન આવ્યો. ત્યારબાદ તેણે નક્કી કર્યું કે તે ક્યારેય તેના વાળ નહીં કપાવે.યુવતીના વાળ સતત વધતા ગયા અને તે ખૂબ લાંબા થઈ ગયા હતા. વાળના કારણે તેના ઓનલાઈન ફોલોઅર્સ પણ વધવા લાગ્યા હતા. વેનેસાએ કહ્યું હતું કે, મને મારા લાંબા વાળ ગમે છે અને હું તે જોવા માગતી હતી કે વાળ કેટલા લાંબા થાય છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે વાળ મારા ઘૂંટણની નીચે આવશે.વેનેસાએ વધુમાં કહ્યું હતું કે, લાંબા વાળના કારણે લોકો મારા વખાણ કરવા લાગ્યા હતા. તેના કારણે લોકો મને નોટિસ પણ કરી રહ્યા હતા અને લાંબા વાળ મારી ઓળખ બની ગયા હતા. કેટલીકવાર ચાહકોની પ્રશંસા સાંભળીને આનંદ થાય છે પરંતુ વાળ સતત વધતા ગયા અને મને અસ્વસ્થ અનુભવવા લાગ્યુ હતુ.ત્યારબાદ વેનેસા હેરડ્રેસર પાસે ગઈ હતી. તેણે તેના 33,000 ટિકટોક ફોલોઅર્સને તેના ટૂંકા બોબ કટ વાળ બતાવ્યા હતા. તેણે વિચાર્યું હતું કે, તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ ઘટી જશે. કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી પરંતુ ઘણા લોકોએ તેના બોલ્ડ નિર્ણયની પ્રશંસા પણ કરી હતી. અને તેના કારણે ફોલોઅર્સની સંખ્યામાં પણ વધારો થયો હતો.વેનેસા હવે અન્ય છોકરીઓને પણ પ્રેરણા આપવા માગે છે. જેથી તેઓ તેમના જીવનમાં પણ સ્વતંત્ર પરિવર્તન કરી શકે. વેનેસા કહ્યું હતું કે, હવે હું મારી તે સુંદરતા જોઈ શકી છું. 

આ અમેરિકન યુવતીએ 19 વર્ષ બાદ પોતાના વાળ કપાવ્યા, સ્વતંત્ર પરિવર્તનની કરી વાત

વૉશિંગ્ટન, તા. 05 એપ્રિલ 2022 મંગળવાર

અમેરિકાની આ યુવતીએ 19 વર્ષથી તેના વાળ કાપ્યા નથી. યુવતીના વાળ વધીને 4 ફૂટ લાંબા અને ઘૂંટણથી નીચે આવવા લાગ્યા હતા. ત્યારબાદ તેણે તેના વાળ ખૂબ જ ટૂંકા કરાવી દીધા હતા. તેને પોતાની હેરસ્ટાઈલ ચિન લેંથ બોબ જેવી કરાવી હતી. તેણે સોશિયલ મીડિયા પર આ વિશે જણાવ્યું હતું સાથે જ લોકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો.

આ 26 વર્ષની યુવતીનું નામ વેનેસા રાસમ્યુસેન છે. તે અમેરિકાના યુટાની રહેવાસી છે. આ યુવતી ટિકટોક સ્ટાર પણ બની ગઈ છે. હકીકતમાં 7 વર્ષની ઉંમરે વેનેસાએ તેના વાળ ટૂંકા કરાવી દીધા હતા પરંતુ તેને પોતાનો લુક પસંદ ન આવ્યો. ત્યારબાદ તેણે નક્કી કર્યું કે તે ક્યારેય તેના વાળ નહીં કપાવે.

યુવતીના વાળ સતત વધતા ગયા અને તે ખૂબ લાંબા થઈ ગયા હતા. વાળના કારણે તેના ઓનલાઈન ફોલોઅર્સ પણ વધવા લાગ્યા હતા. વેનેસાએ કહ્યું હતું કે, મને મારા લાંબા વાળ ગમે છે અને હું તે જોવા માગતી હતી કે વાળ કેટલા લાંબા થાય છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે વાળ મારા ઘૂંટણની નીચે આવશે.

વેનેસાએ વધુમાં કહ્યું હતું કે, લાંબા વાળના કારણે લોકો મારા વખાણ કરવા લાગ્યા હતા. તેના કારણે લોકો મને નોટિસ પણ કરી રહ્યા હતા અને લાંબા વાળ મારી ઓળખ બની ગયા હતા. કેટલીકવાર ચાહકોની પ્રશંસા સાંભળીને આનંદ થાય છે પરંતુ વાળ સતત વધતા ગયા અને મને અસ્વસ્થ અનુભવવા લાગ્યુ હતુ.

ત્યારબાદ વેનેસા હેરડ્રેસર પાસે ગઈ હતી. તેણે તેના 33,000 ટિકટોક ફોલોઅર્સને તેના ટૂંકા બોબ કટ વાળ બતાવ્યા હતા. તેણે વિચાર્યું હતું કે, તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ ઘટી જશે. કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી પરંતુ ઘણા લોકોએ તેના બોલ્ડ નિર્ણયની પ્રશંસા પણ કરી હતી. અને તેના કારણે ફોલોઅર્સની સંખ્યામાં પણ વધારો થયો હતો.

વેનેસા હવે અન્ય છોકરીઓને પણ પ્રેરણા આપવા માગે છે. જેથી તેઓ તેમના જીવનમાં પણ સ્વતંત્ર પરિવર્તન કરી શકે. વેનેસા કહ્યું હતું કે, હવે હું મારી તે સુંદરતા જોઈ શકી છું.