ઇડીએ ઝારખંડના આઇએએસ પૂજા સિંઘલ અને તેમના પતિ અભિષેક ઝાની ધરપરકડ કરી

રાંચી, તા. ૧૧ઇડીએ આઇએએસ અધિકારી અને ઝારખંડના માઇનિંગ સચિવ પૂજા સિંઘલ અને તેમના પતિ અભિષેક ઝાની ધરપકડ કરી લીધી છે. આજે સતત બીજા દિવસે પૂજા સિંઘલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતાં. આજે બીજા દિવસની પૂછપરછ દરમિયાન જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ પછી તેમને રાંચીની હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે પૂજા સિંઘલ અને તેમના પતિ અભિષેક ઝાના સીએ સુમન કુમારની ધરપકડ કરવામાં આવી હતી.ગત સપ્તાહમાં મની લોેન્ડરિંગના કેસમાં ઇડીની ટીમે પૂજા સિંઘલ સાથે સંકળાયેલા અનેક પરિસરોમાં દરોડા પાડયા હતાં અને આ દરમિયાન ઇડીના અધિકારીઓને અનેક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા હતાં. આ દરોડા દરમિયાન સીએ સુમનકુમારના ઘરમાંથી ૧૭ કરોડ રૃપિયા રોકડા મળી આવ્યા હતાં. આ ઉપરાંત તેમની ઓફિસમાંથી પણ લગભગ ૩૦ લાખ રૃપિયા મળી આવ્યા હતાં. આ ઉપરાંત સવા કરોડ રૃપિયા રોકડા અન્ય સ્થળેથી મળી આવ્યા હતાં. ઇડીએ આ કેસમાં અત્યાર સુધી ૨૫ કરોડ રૃપિયા જપ્ત કર્યા છે. ચતરામાં ડીસી તરીકેના કાર્યકાળમાં પૂજા સિંઘલે મનરેગાના ભંડોળમાંથી બે એનજીઓને ૬ કરોડ રૃપિયા આપ્યા હતાં. આ અંગે વિધાનસભામાં પણ પ્રશ્રો ઉઠાવવામાં આવ્યા  હતાં. જો કે તેમને ત્યારબાદ ક્લિનચીટ મળી ગઇ હતી.ખૂંટી જિલ્લામાં ડીસી તરીકેના કાર્યકાળમાં ૧૬ કરોડ રૃપિયાનું કૌભાંડમાં તેમનું નામ સપાટી પર આવ્યું હતું. જેની તપાસ ઇડી કરી રહ્યું છે. આ અગાઉ પલામુમાં ડીસી તરીકેના કાર્યકાળમાં સિંઘલ પર ઉષા માર્ટિન ગુ્રપને કોલ બ્લોક ફાળવણીમાં નિયમોની અવગણના કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પૂજા સિંઘલ ઝારખંડના માઇનિંગ સચિવ છે. હાલમાં તેમની પાસે ઉદ્યોગ સચિવનો પણ કાર્યભાર છ. આ ઉપરાંત પૂજા સિંઘલ ઝારખંડ રાજ્ય ખનિજ વિકાસ નિગમના ચેરમેન પણ છે. પૂજા સિંઘલ ઝારખંડમાં ભાજપના શાસનકાળમાં કૃષિ સચિવ હતાં.

ઇડીએ ઝારખંડના આઇએએસ પૂજા સિંઘલ અને તેમના પતિ અભિષેક ઝાની ધરપરકડ કરી


રાંચી, તા. ૧૧

ઇડીએ આઇએએસ અધિકારી અને ઝારખંડના માઇનિંગ સચિવ પૂજા સિંઘલ અને તેમના પતિ અભિષેક ઝાની ધરપકડ કરી લીધી છે. આજે સતત બીજા દિવસે પૂજા સિંઘલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતાં. આજે બીજા દિવસની પૂછપરછ દરમિયાન જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ પછી તેમને રાંચીની હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે પૂજા સિંઘલ અને તેમના પતિ અભિષેક ઝાના સીએ સુમન કુમારની ધરપકડ કરવામાં આવી હતી.

ગત સપ્તાહમાં મની લોેન્ડરિંગના કેસમાં ઇડીની ટીમે પૂજા સિંઘલ સાથે સંકળાયેલા અનેક પરિસરોમાં દરોડા પાડયા હતાં અને આ દરમિયાન ઇડીના અધિકારીઓને અનેક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા હતાં. 

આ દરોડા દરમિયાન સીએ સુમનકુમારના ઘરમાંથી ૧૭ કરોડ રૃપિયા રોકડા મળી આવ્યા હતાં. આ ઉપરાંત તેમની ઓફિસમાંથી પણ લગભગ ૩૦ લાખ રૃપિયા મળી આવ્યા હતાં. આ ઉપરાંત સવા કરોડ રૃપિયા રોકડા અન્ય સ્થળેથી મળી આવ્યા હતાં. ઇડીએ આ કેસમાં અત્યાર સુધી ૨૫ કરોડ રૃપિયા જપ્ત કર્યા છે. 

ચતરામાં ડીસી તરીકેના કાર્યકાળમાં પૂજા સિંઘલે મનરેગાના ભંડોળમાંથી બે એનજીઓને ૬ કરોડ રૃપિયા આપ્યા હતાં. આ અંગે વિધાનસભામાં પણ પ્રશ્રો ઉઠાવવામાં આવ્યા  હતાં. જો કે તેમને ત્યારબાદ ક્લિનચીટ મળી ગઇ હતી.

ખૂંટી જિલ્લામાં ડીસી તરીકેના કાર્યકાળમાં ૧૬ કરોડ રૃપિયાનું કૌભાંડમાં તેમનું નામ સપાટી પર આવ્યું હતું. જેની તપાસ ઇડી કરી રહ્યું છે. આ અગાઉ પલામુમાં ડીસી તરીકેના કાર્યકાળમાં સિંઘલ પર ઉષા માર્ટિન ગુ્રપને કોલ બ્લોક ફાળવણીમાં નિયમોની અવગણના કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 

પૂજા સિંઘલ ઝારખંડના માઇનિંગ સચિવ છે. હાલમાં તેમની પાસે ઉદ્યોગ સચિવનો પણ કાર્યભાર છ. આ ઉપરાંત પૂજા સિંઘલ ઝારખંડ રાજ્ય ખનિજ વિકાસ નિગમના ચેરમેન પણ છે. પૂજા સિંઘલ ઝારખંડમાં ભાજપના શાસનકાળમાં કૃષિ સચિવ હતાં.