એક્ટ્રેસ હિના ખાનનો આખો પરિવાર કોરોનાના સપાટામાં આવી ગયો

નવી દિલ્હી,તા.9.જાન્યુઆરી.2022કોરોનાની ત્રીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે.ફિલ્મ અને ટીવી એકટ્રેસ હિના ખાનનો આખો પરિવાર કોરોનાના સપાટામાં આવી ગયો છે.તે એકલી જ નેગેટિવ છે અને તેના કારણે તેને ઘરમાં 24 કલાક માસ્ક પહેરીને ફરવાની ફરજ પડી રહી છે.માસ્ક પહેરવાથી તેના ચહેરા પર નિશાન પડી ગયા છે.હિના ખાને પોતાની આવી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે અને સાથે લખ્યુ છે કે, જ્યારે પરિવારમાં બધા પોઝિટિવ હોય અને તમે એકલા નેગેટિવ હોય ત્યારે પરિવારના તમમ સભ્યોની સંભાળ રાખવાની સાથે સાથે 24 કલાક માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો પડે છે.હીના ખાને કહ્યુ છે કે, જીવન જ્યારે મોટુ વિઘ્ન ઉભુ કરે છે ત્યારે તમારે પણ એક યોધ્ધા બનવુ પડતુ હોય છે અને આ વાત બધાને લાગુ પડે છે.હિના ખાન પોતે કોરોનાની બીજી લહેરમાં કોરોના પોઝિટિવ થઈ હતી અને તે વખતે તે હોમ ક્વોરેન્ટાઈન થઈ હતી.

એક્ટ્રેસ હિના ખાનનો આખો પરિવાર કોરોનાના સપાટામાં આવી ગયો


નવી દિલ્હી,તા.9.જાન્યુઆરી.2022

કોરોનાની ત્રીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે.

ફિલ્મ અને ટીવી એકટ્રેસ હિના ખાનનો આખો પરિવાર કોરોનાના સપાટામાં આવી ગયો છે.તે એકલી જ નેગેટિવ છે અને તેના કારણે તેને ઘરમાં 24 કલાક માસ્ક પહેરીને ફરવાની ફરજ પડી રહી છે.

માસ્ક પહેરવાથી તેના ચહેરા પર નિશાન પડી ગયા છે.હિના ખાને પોતાની આવી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે અને સાથે લખ્યુ છે કે, જ્યારે પરિવારમાં બધા પોઝિટિવ હોય અને તમે એકલા નેગેટિવ હોય ત્યારે પરિવારના તમમ સભ્યોની સંભાળ રાખવાની સાથે સાથે 24 કલાક માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો પડે છે.

હીના ખાને કહ્યુ છે કે, જીવન જ્યારે મોટુ વિઘ્ન ઉભુ કરે છે ત્યારે તમારે પણ એક યોધ્ધા બનવુ પડતુ હોય છે અને આ વાત બધાને લાગુ પડે છે.

હિના ખાન પોતે કોરોનાની બીજી લહેરમાં કોરોના પોઝિટિવ થઈ હતી અને તે વખતે તે હોમ ક્વોરેન્ટાઈન થઈ હતી.