એશિયાના સૌથી મોટા નોઈડા એરપોર્ટનો શિલાન્યાસ

નોઈડા, તા.૨૫વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નોઈડાના ઝેવર ખાતે એશિયાના સૌથી મોટા અને દુનિયાના ચોથા સૌથી મોટા નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. અહીં વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધન કરતા કહ્યું કે નોઈડા એરપોર્ટની કનેક્ટિવિટીને સરળ બનાવાશે. તે ઉત્તર પ્રદેશને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડવાનું કામ કરશે. પીએમ મોદીએ કેન્દ્ર અને રાજ્યોની અગાઉની સરકારોની ઝાટકણી કાઢતા કહ્યું કે આપણા દેશમાં કેટલાક રાજકીય પક્ષોએ હંમેશા પોતાના સ્વાર્થને સર્વોપરી રાખ્યો છે જ્યારે અમે રાષ્ટ્ર પ્રથમની ભાવના પર ચાલીએ છીએ. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અમારા માટે રાજકારણ નહીં, રાષ્ટ્રનીતિનો ભાગ છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, કેટલાક પક્ષોએ હંમેશા પોતાના સ્વાર્થ અને પરિવારના વિકાસ પર જ ધ્યાન આપ્યું છે જ્યારે અમે રાષ્ટ્રને આગળ રાખવાની ભાવના પર કામ કરીએ છીએ. અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અટકે અથવા ભટકે નહીં તેની ખાતરી કરીએ છીએ. અમારો પ્રયાસ એ છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ નિશ્ચિત સમય મર્યાદામાં પૂરી થઈ જાય. જો તેમ ન થાય તો દંડની પણ અમે જોગવાઈ પણ રાખી છે.એરપોર્ટ દિલ્હીથી માત્ર ૮૦ કિ.મી. દૂરવડાપ્રધાને કહ્યું કે, ૨૧મી સદીનું ભારત એક-એકથી ચઢીયાતા અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશનું નોઈડા (ઝેવર) એરપોર્ટ ઉત્તર ભારતનું સૌથી મોટું લોજિસ્ટિક હબ બનશે. દિલ્હીથી માત્ર ૮૦ કિ.મી. દૂર આ એરપોર્ટ ૧,૩૦૦ હેક્ટરમાં ફેલાયેલું હશે. હાલ ભારતમાં સૌથી મોટું એરપોર્ટ દિલ્હીનું ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે.  એરપોર્ટના પહેલા તબક્કાના વિકાસ પાછળ અંદાજે રૂ. ૧૦,૦૦૦ કરોડનો ખર્ચ થશે. વધુમાં આ એરપોર્ટ પર તબક્કાવાર અંદાજે રૂ. ૩૫,૦૦૦ કરોડ સુધીનું રોકાણ કરાશે.૨૦૨૪ સુધીમાં એરપોર્ટ શરૂ થશેઆ એરપોર્ટ પર સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં વિમાનોનો ટ્રાફિક શરૂ થઈ જવાની શક્યતા છે. ઝેવર એરપોર્ટ દિલ્હી-એનસીઆરમાં બનનારું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. આ એરપોર્ટ દેશનું પહેલું એવું એરપોર્ટ હશે, જે મલ્ટી-મોડલ કાર્ગો હબની જેમ બનાવાશે. તે ભારતનું પહેલું નેટ-ઝીરો ઉત્સર્જનવાળું એરપોર્ટ હશે. ઉ. પ્રદેશમાં પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટઆ એરપોર્ટ બની ગયા પછી ઉત્તર પ્રદેશ દેશનું પહેલું રાજ્ય હશે, જ્યાં પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. તામિલનાડુ અને કેરળમાં ચાર-ચાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. નોઈડા એરપોર્ટ પર ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન સેન્ટર વિકસાવાશે, જેમાં મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ કેન્દ્ર હશે, મેટ્રો અને હાઈ સ્પીડ રેલવેનું સ્ટેશન હશે. સાથે જ તેને યમુના એક્સપ્રેસ વે, વેસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે, ઈસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સાથે પણ જોડાશે. વધુમાં તેને સૂચિત દિલ્હી-વારાણસી હાઈ-સ્પીડ રેલવે સાથે પણ જોડાશે. ત્યાર પછી દિલ્હી અને એરપોર્ટ વચ્ચેનું અંતર માત્ર ૨૧ મિનિટનું થઈ જશે.રોજગારીની એક લાખ તકો ઊભી થશેનોઈડા એરપોર્ટ પર શરૂઆતમાં બે રનવે બનાવાશે, પરંતુ રનવે તબક્કાવાર વધારીને ૬ કરાશે, જે એકસાથે ઓપરેટ થઈ શકશે. આ રનવે તૈયાર થયા પછી આ એરપોર્ટ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બની જશે. ચાર તબક્કામાં બનનારા આ એરપોર્ટ પર બનનારા કાર્ગો ટર્મિનલની ક્ષમતા ૨૦ લાખ મેટ્રિક ટન હશે, જેને વધારીને ૮૦ લાખ મેટ્રિક ટન સુધી કરાશે. અહીં એકસાથે ૧૭૮ વિમાનો ઊભા રહી શકશે. આ એરપોર્ટ પર પહેલા તબક્કામાં ૧.૨ કરોડ પ્રવાસીઓની ક્ષમતા હશે, જેને ૨૦૪૦-૫૦ સુધીમાં ચોથા તબક્કામાં વધારીને ૭ કરોડ પ્રવાસી સુધી કરાશે. અહીં રોજગારીની એક લાખથી વધુ તકો ઉપલબ્ધ થશે. રાજ્યમાં ભાજપની ડબલ એન્જિન સરકારે વિકાસ કર્યોવડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશની અગાઉની અખિલેશ યાદવ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ઉત્તર પ્રદેશની અગાઉની સરકારે પત્ર લખીને કેન્દ્ર સરકારને કહ્યું હતું કે આ પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવે, પરંતુ આજે ડબલ એન્જિનની સરકારની તાકતથી આપણે આ જ એરપોર્ટના શિલાન્યાસના સાક્ષી બની રહ્યા છીએ. બે દાયકા પહેલા ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે ઝેવર એરપોર્ટ પ્રોજેક્ટનું સપનું જોયું હતું. ત્યાર પછી આ એરપોર્ટ અનેક વર્ષો સુધી દિલ્હી અને લખનઉમાં સરકારની ખેંચતાણમાં અટવાઈ પડયો હતો. આઝાદીના સાત દાયકા પછી ઉત્તર પ્રદેશનો વિકાસઅગાઉની સરકારોએ ઉત્તર પ્રદેશને અભાવ અને અંધકારમાં ગોંધી રાખ્યું હતું. તેમણે ઉત્તર પ્રદેશને હંમેશા ખોટા સપનાંઓ બતાવ્યા. આઝાદીના સાત દાયકા પછી પહેલી વખત ઉત્તર પ્રદેશને એ મળવાનું શરૂ થયું જેનું તે હંમેશા હકદાર હતું. ડબલ એન્જિનની સરકારના પ્રયાસોથી આજે ઉત્તર પ્રદેશ દેશના સૌથી કનેક્ટેડ ક્ષેત્રમાં બદલાઈ રહ્યું છે. અગાઉની સરકારોએ ઉત્તર પ્રદેશને ગરીબી, કૌભાંડો, ખરાબ રસ્તા, માફિયાઓના ગઢના મેણાં-ટોણા સાંભળવા મજબૂર કરી દીધું હતું. પહેલા દાયકાઓ સુધી પ્રોજેક્ટ અટકી જતા હતા. પરંતુ અમારા કાર્યકાળમાં ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય છાપ છોડી રહ્યું છે. એકલા ઉત્તર પ્રદેશમાં પાછલા વર્ષોમાં આઠ એરપોર્ટથી ફ્લાઈટ શરૂ થઈ ચૂકી છે જ્યારે અન્ય કેટલાક પર કામ ચાલી રહ્યું છે.

એશિયાના સૌથી મોટા નોઈડા એરપોર્ટનો શિલાન્યાસ


નોઈડા, તા.૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નોઈડાના ઝેવર ખાતે એશિયાના સૌથી મોટા અને દુનિયાના ચોથા સૌથી મોટા નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. અહીં વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધન કરતા કહ્યું કે નોઈડા એરપોર્ટની કનેક્ટિવિટીને સરળ બનાવાશે. તે ઉત્તર પ્રદેશને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડવાનું કામ કરશે. પીએમ મોદીએ કેન્દ્ર અને રાજ્યોની અગાઉની સરકારોની ઝાટકણી કાઢતા કહ્યું કે આપણા દેશમાં કેટલાક રાજકીય પક્ષોએ હંમેશા પોતાના સ્વાર્થને સર્વોપરી રાખ્યો છે જ્યારે અમે રાષ્ટ્ર પ્રથમની ભાવના પર ચાલીએ છીએ. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અમારા માટે રાજકારણ નહીં, રાષ્ટ્રનીતિનો ભાગ છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, કેટલાક પક્ષોએ હંમેશા પોતાના સ્વાર્થ અને પરિવારના વિકાસ પર જ ધ્યાન આપ્યું છે જ્યારે અમે રાષ્ટ્રને આગળ રાખવાની ભાવના પર કામ કરીએ છીએ. અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અટકે અથવા ભટકે નહીં તેની ખાતરી કરીએ છીએ. અમારો પ્રયાસ એ છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ નિશ્ચિત સમય મર્યાદામાં પૂરી થઈ જાય. જો તેમ ન થાય તો દંડની પણ અમે જોગવાઈ પણ રાખી છે.
એરપોર્ટ દિલ્હીથી માત્ર ૮૦ કિ.મી. દૂર
વડાપ્રધાને કહ્યું કે, ૨૧મી સદીનું ભારત એક-એકથી ચઢીયાતા અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશનું નોઈડા (ઝેવર) એરપોર્ટ ઉત્તર ભારતનું સૌથી મોટું લોજિસ્ટિક હબ બનશે. દિલ્હીથી માત્ર ૮૦ કિ.મી. દૂર આ એરપોર્ટ ૧,૩૦૦ હેક્ટરમાં ફેલાયેલું હશે. હાલ ભારતમાં સૌથી મોટું એરપોર્ટ દિલ્હીનું ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે.  એરપોર્ટના પહેલા તબક્કાના વિકાસ પાછળ અંદાજે રૂ. ૧૦,૦૦૦ કરોડનો ખર્ચ થશે. વધુમાં આ એરપોર્ટ પર તબક્કાવાર અંદાજે રૂ. ૩૫,૦૦૦ કરોડ સુધીનું રોકાણ કરાશે.
૨૦૨૪ સુધીમાં એરપોર્ટ શરૂ થશે
આ એરપોર્ટ પર સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં વિમાનોનો ટ્રાફિક શરૂ થઈ જવાની શક્યતા છે. ઝેવર એરપોર્ટ દિલ્હી-એનસીઆરમાં બનનારું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. આ એરપોર્ટ દેશનું પહેલું એવું એરપોર્ટ હશે, જે મલ્ટી-મોડલ કાર્ગો હબની જેમ બનાવાશે. તે ભારતનું પહેલું નેટ-ઝીરો ઉત્સર્જનવાળું એરપોર્ટ હશે.


ઉ. પ્રદેશમાં પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
આ એરપોર્ટ બની ગયા પછી ઉત્તર પ્રદેશ દેશનું પહેલું રાજ્ય હશે, જ્યાં પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. તામિલનાડુ અને કેરળમાં ચાર-ચાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. નોઈડા એરપોર્ટ પર ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન સેન્ટર વિકસાવાશે, જેમાં મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ કેન્દ્ર હશે, મેટ્રો અને હાઈ સ્પીડ રેલવેનું સ્ટેશન હશે. સાથે જ તેને યમુના એક્સપ્રેસ વે, વેસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે, ઈસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સાથે પણ જોડાશે. વધુમાં તેને સૂચિત દિલ્હી-વારાણસી હાઈ-સ્પીડ રેલવે સાથે પણ જોડાશે. ત્યાર પછી દિલ્હી અને એરપોર્ટ વચ્ચેનું અંતર માત્ર ૨૧ મિનિટનું થઈ જશે.
રોજગારીની એક લાખ તકો ઊભી થશે
નોઈડા એરપોર્ટ પર શરૂઆતમાં બે રનવે બનાવાશે, પરંતુ રનવે તબક્કાવાર વધારીને ૬ કરાશે, જે એકસાથે ઓપરેટ થઈ શકશે. આ રનવે તૈયાર થયા પછી આ એરપોર્ટ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બની જશે. ચાર તબક્કામાં બનનારા આ એરપોર્ટ પર બનનારા કાર્ગો ટર્મિનલની ક્ષમતા ૨૦ લાખ મેટ્રિક ટન હશે, જેને વધારીને ૮૦ લાખ મેટ્રિક ટન સુધી કરાશે. અહીં એકસાથે ૧૭૮ વિમાનો ઊભા રહી શકશે. આ એરપોર્ટ પર પહેલા તબક્કામાં ૧.૨ કરોડ પ્રવાસીઓની ક્ષમતા હશે, જેને ૨૦૪૦-૫૦ સુધીમાં ચોથા તબક્કામાં વધારીને ૭ કરોડ પ્રવાસી સુધી કરાશે. અહીં રોજગારીની એક લાખથી વધુ તકો ઉપલબ્ધ થશે.

રાજ્યમાં ભાજપની ડબલ એન્જિન સરકારે વિકાસ કર્યો
વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશની અગાઉની અખિલેશ યાદવ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ઉત્તર પ્રદેશની અગાઉની સરકારે પત્ર લખીને કેન્દ્ર સરકારને કહ્યું હતું કે આ પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવે, પરંતુ આજે ડબલ એન્જિનની સરકારની તાકતથી આપણે આ જ એરપોર્ટના શિલાન્યાસના સાક્ષી બની રહ્યા છીએ. બે દાયકા પહેલા ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે ઝેવર એરપોર્ટ પ્રોજેક્ટનું સપનું જોયું હતું. ત્યાર પછી આ એરપોર્ટ અનેક વર્ષો સુધી દિલ્હી અને લખનઉમાં સરકારની ખેંચતાણમાં અટવાઈ પડયો હતો.
આઝાદીના સાત દાયકા પછી ઉત્તર પ્રદેશનો વિકાસ
અગાઉની સરકારોએ ઉત્તર પ્રદેશને અભાવ અને અંધકારમાં ગોંધી રાખ્યું હતું. તેમણે ઉત્તર પ્રદેશને હંમેશા ખોટા સપનાંઓ બતાવ્યા. આઝાદીના સાત દાયકા પછી પહેલી વખત ઉત્તર પ્રદેશને એ મળવાનું શરૂ થયું જેનું તે હંમેશા હકદાર હતું. ડબલ એન્જિનની સરકારના પ્રયાસોથી આજે ઉત્તર પ્રદેશ દેશના સૌથી કનેક્ટેડ ક્ષેત્રમાં બદલાઈ રહ્યું છે. અગાઉની સરકારોએ ઉત્તર પ્રદેશને ગરીબી, કૌભાંડો, ખરાબ રસ્તા, માફિયાઓના ગઢના મેણાં-ટોણા સાંભળવા મજબૂર કરી દીધું હતું. પહેલા દાયકાઓ સુધી પ્રોજેક્ટ અટકી જતા હતા. પરંતુ અમારા કાર્યકાળમાં ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય છાપ છોડી રહ્યું છે. એકલા ઉત્તર પ્રદેશમાં પાછલા વર્ષોમાં આઠ એરપોર્ટથી ફ્લાઈટ શરૂ થઈ ચૂકી છે જ્યારે અન્ય કેટલાક પર કામ ચાલી રહ્યું છે.