ઓમિક્રોનના કારણે રાજધાની દિલ્હીમાં યલો એલર્ટ, વધુ આકરા પ્રતિબંધો લદાશે

નવી દિલ્હી, તા. 28. ડિસેમ્બર 2021 મંગળવારદેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના વધી રહેલા કેસના પગલે હવે સરકારે યેલો એલર્ટ જાહેર કર્યુ છે.દિલ્હી રાજ્ય સરકારના કહેવા પ્રમાણે દિલ્હીમાં પ્રતિબંધોનુ પ્રમાણ વધશે.જોકે મુખ્યમંત્રી અરિવંદ કેજરીવાલે કહ્યુ હતુ કે, કોરોનાના કેસ વધ્યા છે પણ વેન્ટિલેટર કે ઓક્સિજનનો ઉપયોગ વધ્યો નથી.દિલ્હીમાં સરકાર અગાઉના મુકાબલે 10 ગણી વધારે તૈયાર છે.યેલો એલર્ટ હેઠળ કયા પ્રકારના પ્રતિબંધો લાગુ કરવામાં આવશે તેની ગાઈડ લાઈન હવે પછી જાહેર કરવામાં આવશે.દિલ્હીમાં હાલમાં ઓમિક્રોનના 160 જેટલા કેસ છે.સામાન્ય સંજોગોમાં યેલો એલર્ટમાં નીચે પ્રકારની ગાઈડ લાઈન રહેતી હોય છે.કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાલુ રહેશેદિલ્હી સરકારના ઓફિસમાં એ ગ્રેડના 100 ટકા સ્ટાફે અને બાકીના 50 ટકા સ્ટાફે આવવાનુ રહેશેપ્રાઈવેટ ઓફિસમાં 50 ટકા સ્ટાફદુકાનો ઓડ ઈવન પ્રમાણે સવારે 10 થી રાત્રે આઠ સુધી ખુલ્લી રહેશેરેસ્ટોરન્ટો 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લી રહેશેથીયેટરો, જિમ, સ્વિમિંગ પુલ,સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ , એન્ટરટેનમેન્ટ પાર્ક બંધ રહેશેદિલ્હી મેટ્રો અને બસમાં 50 ટકા મુસાફરો મુસાફરી કરી શકશેરાત્રે 10 થી પાંચ સુધી કરફ્યૂ

ઓમિક્રોનના કારણે રાજધાની દિલ્હીમાં યલો એલર્ટ, વધુ આકરા પ્રતિબંધો લદાશે


નવી દિલ્હી, તા. 28. ડિસેમ્બર 2021 મંગળવાર

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના વધી રહેલા કેસના પગલે હવે સરકારે યેલો એલર્ટ જાહેર કર્યુ છે.

દિલ્હી રાજ્ય સરકારના કહેવા પ્રમાણે દિલ્હીમાં પ્રતિબંધોનુ પ્રમાણ વધશે.જોકે મુખ્યમંત્રી અરિવંદ કેજરીવાલે કહ્યુ હતુ કે, કોરોનાના કેસ વધ્યા છે પણ વેન્ટિલેટર કે ઓક્સિજનનો ઉપયોગ વધ્યો નથી.દિલ્હીમાં સરકાર અગાઉના મુકાબલે 10 ગણી વધારે તૈયાર છે.યેલો એલર્ટ હેઠળ કયા પ્રકારના પ્રતિબંધો લાગુ કરવામાં આવશે તેની ગાઈડ લાઈન હવે પછી જાહેર કરવામાં આવશે.

દિલ્હીમાં હાલમાં ઓમિક્રોનના 160 જેટલા કેસ છે.સામાન્ય સંજોગોમાં યેલો એલર્ટમાં નીચે પ્રકારની ગાઈડ લાઈન રહેતી હોય છે.

કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાલુ રહેશે

દિલ્હી સરકારના ઓફિસમાં એ ગ્રેડના 100 ટકા સ્ટાફે અને બાકીના 50 ટકા સ્ટાફે આવવાનુ રહેશે

પ્રાઈવેટ ઓફિસમાં 50 ટકા સ્ટાફ

દુકાનો ઓડ ઈવન પ્રમાણે સવારે 10 થી રાત્રે આઠ સુધી ખુલ્લી રહેશે

રેસ્ટોરન્ટો 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લી રહેશે

થીયેટરો, જિમ, સ્વિમિંગ પુલ,સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ , એન્ટરટેનમેન્ટ પાર્ક બંધ રહેશે

દિલ્હી મેટ્રો અને બસમાં 50 ટકા મુસાફરો મુસાફરી કરી શકશે

રાત્રે 10 થી પાંચ સુધી કરફ્યૂ