ગુજરાતમાં પાટીદારોને અનામતનો માર્ગ મોકળો

હવે રાજ્યોને અનામત માટે પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર મળશેમહારાષ્ટ્રમાં મરાઠા, કર્ણાટકમાં લિંગાયત અને હરિયાણામાં જાટ સમુદાયને પણ ઓબીસીનો દરજ્જો મળે તેવી શક્યતા  સુપ્રીમે મરાઠા અનામત પર પાંચમી મેના ચુકાદામાં ઓબીસી યાદીનો અધિકાર કેન્દ્ર પાસે હોવાનું કહ્યું હતું આગામી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી જીતવાની સરકારની વ્યૂહરચનાનવી દિલ્હી : કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં ઓબીસી અનામત બિલ રજૂ કરવાની સાથે ગુજરાતમાં પટેલોને અનામતનો લાભ મળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. કેન્દ્ર સરકારના ઓબિસી અનામત બિલને વિપક્ષનું પણ સમર્થન મળી ગયું હોવાથી આ બિલ એકાદ-બે દિવસમાં સંસદમાં પસાર થઈ જવાની પૂરી સંભાવનાઓ છે. આ બિલ પસાર થવાની સાથે રાજ્યોને અનામતનો લાભ આપવા માટે તેમની પોતાની ઓબીસી યાદી બનાવવાનો અિધકાર મળી જશે. રાજ્યોને આ અિધકાર મળવાની સાથે ગુજરાતમાં પટેલો, મહારાષ્ટ્રમાં મરાઠા, હરિયાણામાં જાટ અને કર્ણાટકમાં લિંગાયત સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. કેન્દ્રના સંભવિત કાયદાના કારણે ઓબીસીમાં ક્યા વર્ગને સમાવવા તેની મંજૂરી માટે રાજ્યોને હવે કેન્દ્ર સરકાર પાસે જવું નહીં પડે.ઓબીસી બીલ એ 127મું સંવિધાન સંશોધન છે જેને આર્ટીકલ 342 (એ) હેઠળ લાગુ કરવામાં આવશે કે જેથી રાજ્ય સરકારોને એવો અિધકાર રહેશે કે તેઓ તેમના હિસાબથી ઓબીસી સમુદાયની યાદી તૈયાર કરી શકશે. આ બીલ કેન્દ્રીય સામાજીક ન્યાય અને અિધકારીતા મંત્રી ડો. વિરેન્દ્રકુમારે રજૂ કર્યું હતું. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે તેને મંજૂરી આપી હતી. ઓબીસી અનામત 127મું બંધારણીય સંશોધન બિલ છે.   આ બિલને આર્ટિકલ 342એ(3) હેઠળ લાગુ કરવામાં આવશે. તેના લીધે રાજ્ય સરકારોને તે અિધકાર મળશે કે તે ઓબીસી સમાજની યાદી તૈયાર કરી શકે. સંશોિધત બિલ પસાર થવાના પગલે રાજ્યોએ હવે આ માટે કેન્દ્ર પર આધારિત રહેવું નહીં પડે. આ બીલનો કાયદો બનતાંની સાથે રાજ્ય સરકારો પ્રભાવશાળી જાતિઓ કે જેઓ ઓબીસીમાં સામેલ થવાની માગણી કરી રહી છે તેમને ફાયદો થશે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના કારણે બે વર્ષ સુધી સરકારમાં મુશ્કેલીઓ ઉભી થઇ હતી. કેન્દ્ર સરકાર દ્વારા આ બિલ લાવવાનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટે પાંચમીમેએ મરાઠા અનામત અંગે ચુકાદો આપતા જણાવ્યું હતું કે ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર ફક્ત કેન્દ્ર પાસે છે. અનામત જેવા સંવેદનશીલ મામલામાં કેન્દ્ર સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. તેથી જ કેન્દ્ર સરકાર આ સંશોધન લાવીને રાજ્ય સરકારોને પણ ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર આપી રહી છે. આ બિલને કાયદાનું સ્વરૂપ મળવાના પગલે રાજ્ય સરકારોને ઓબીસી યાદી તૈયાર કરવાનો અિધકાર મળશે. આ બિલને કાયદો બનાવવાનો ફાયદો તે રાજ્યોમાં તે પ્રભાવશાળી જાતિઓને થશે જે ઓબીસી અનામતમાં સામેલ થવાની માંગ કરી રહી છે. મહારાષ્ટ્રમાં મરાઠા સમાજ અને હરિયાણામાં જાટ સમાજ તથા ગુજરાતમાં પટેલ સમાજ અને કર્ણાટકમાં લિંગાયત સમાજને ઓબીસીમાં સામેલ થવાની તક મળી શકે છે.  આ ઉપરાંત આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં ચૂંટણી યોજાવવાની છે ત્યારે ત્યાં ઓબીસી સમાજની ચૂંટણીલક્ષી રાજકારણ પર મોટી અસર પડી શકે છે. કેન્દ્રના આ નિર્ણયને ઓબીસી સમાજને તેના તરફ ખેંચવા માટેના નિર્ણય તરીકે જોવામાં આવે છે. તાજેતરમાં જ મેડિકલ એજ્યુકેશનમાં રિઝર્વ સીટોમાં કેન્દ્રએ ઓબીસી સમાજ અને આિર્થક રીતે પછાત લોકો માટે સીટો અનામત કરી હતી. અનામતમાં 50 ટકા મર્યાદા દૂર કરવા વિપક્ષની માગકેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં ઓબીસી અનામત બિલ રજૂ કર્યું છે, જેને વિપક્ષે પણ સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જોકે, વિપક્ષ આ બિલમાં અનામત પરની 50 ટકાની મર્યાદા દૂર કરવાની જોગવાઈ સામેલ કરવા સરકાર પર દબાણ કરશે. દેશમાં અનેક ઓબીસી સંગઠનો લાંબા સમયથી અનામત પરની 50 ટકાની મર્યાદા દૂર કરવા માગણી કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પાંચમી મેના તેના ચૂકાદામાં ઓબીસી અનામતની યાદી તૈયાર કરવાનો અિધકાર કેન્દ્રને હોવાની દલીલ કરવાની સાથે મરાઠા અનામત 50 ટકાની મર્યાદાનો ભંગ કરતો હોવાનો પણ ચૂકાદો આપ્યો હતો. ઓબીસી અનામત પર વિપક્ષે ચર્ચા કરવાની માગણી કરી છે. વિપક્ષની દલીલ છે કે રાજ્યોને ઓબીસીની યાદી બનાવવાનો અિધકાર મળે તો પણ અનામતમાં 50 ટકાની મર્યાદાને પગલે આ યાદીમાં સામેલ નવી જ્ઞાાતિઓને બહુ ઓછો લાભ મળશે. તેથી 50 ટકાની મર્યાદા દૂર થવી જોઈએ. એમ કહેવાય છે કે અનામતમાં 50 ટકાની મર્યાદાના કારણે 27 રાજ્યોમાં અનામતનો મુદ્દો પેન્ડિંગ છે.

ગુજરાતમાં પાટીદારોને અનામતનો માર્ગ મોકળો


હવે રાજ્યોને અનામત માટે પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર મળશે

મહારાષ્ટ્રમાં મરાઠા, કર્ણાટકમાં લિંગાયત અને હરિયાણામાં જાટ સમુદાયને પણ ઓબીસીનો દરજ્જો મળે તેવી શક્યતા  

સુપ્રીમે મરાઠા અનામત પર પાંચમી મેના ચુકાદામાં ઓબીસી યાદીનો અધિકાર કેન્દ્ર પાસે હોવાનું કહ્યું હતું 

આગામી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી જીતવાની સરકારની વ્યૂહરચના

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં ઓબીસી અનામત બિલ રજૂ કરવાની સાથે ગુજરાતમાં પટેલોને અનામતનો લાભ મળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. કેન્દ્ર સરકારના ઓબિસી અનામત બિલને વિપક્ષનું પણ સમર્થન મળી ગયું હોવાથી આ બિલ એકાદ-બે દિવસમાં સંસદમાં પસાર થઈ જવાની પૂરી સંભાવનાઓ છે.

આ બિલ પસાર થવાની સાથે રાજ્યોને અનામતનો લાભ આપવા માટે તેમની પોતાની ઓબીસી યાદી બનાવવાનો અિધકાર મળી જશે. રાજ્યોને આ અિધકાર મળવાની સાથે ગુજરાતમાં પટેલો, મહારાષ્ટ્રમાં મરાઠા, હરિયાણામાં જાટ અને કર્ણાટકમાં લિંગાયત સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. કેન્દ્રના સંભવિત કાયદાના કારણે ઓબીસીમાં ક્યા વર્ગને સમાવવા તેની મંજૂરી માટે રાજ્યોને હવે કેન્દ્ર સરકાર પાસે જવું નહીં પડે.

ઓબીસી બીલ એ 127મું સંવિધાન સંશોધન છે જેને આર્ટીકલ 342 (એ) હેઠળ લાગુ કરવામાં આવશે કે જેથી રાજ્ય સરકારોને એવો અિધકાર રહેશે કે તેઓ તેમના હિસાબથી ઓબીસી સમુદાયની યાદી તૈયાર કરી શકશે. આ બીલ કેન્દ્રીય સામાજીક ન્યાય અને અિધકારીતા મંત્રી ડો. વિરેન્દ્રકુમારે રજૂ કર્યું હતું. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે તેને મંજૂરી આપી હતી.

ઓબીસી અનામત 127મું બંધારણીય સંશોધન બિલ છે.   આ બિલને આર્ટિકલ 342એ(3) હેઠળ લાગુ કરવામાં આવશે. તેના લીધે રાજ્ય સરકારોને તે અિધકાર મળશે કે તે ઓબીસી સમાજની યાદી તૈયાર કરી શકે. સંશોિધત બિલ પસાર થવાના પગલે રાજ્યોએ હવે આ માટે કેન્દ્ર પર આધારિત રહેવું નહીં પડે. 

આ બીલનો કાયદો બનતાંની સાથે રાજ્ય સરકારો પ્રભાવશાળી જાતિઓ કે જેઓ ઓબીસીમાં સામેલ થવાની માગણી કરી રહી છે તેમને ફાયદો થશે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના કારણે બે વર્ષ સુધી સરકારમાં મુશ્કેલીઓ ઉભી થઇ હતી.

કેન્દ્ર સરકાર દ્વારા આ બિલ લાવવાનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટે પાંચમીમેએ મરાઠા અનામત અંગે ચુકાદો આપતા જણાવ્યું હતું કે ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર ફક્ત કેન્દ્ર પાસે છે. અનામત જેવા સંવેદનશીલ મામલામાં કેન્દ્ર સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. તેથી જ કેન્દ્ર સરકાર આ સંશોધન લાવીને રાજ્ય સરકારોને પણ ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર આપી રહી છે. 

આ બિલને કાયદાનું સ્વરૂપ મળવાના પગલે રાજ્ય સરકારોને ઓબીસી યાદી તૈયાર કરવાનો અિધકાર મળશે. આ બિલને કાયદો બનાવવાનો ફાયદો તે રાજ્યોમાં તે પ્રભાવશાળી જાતિઓને થશે જે ઓબીસી અનામતમાં સામેલ થવાની માંગ કરી રહી છે. મહારાષ્ટ્રમાં મરાઠા સમાજ અને હરિયાણામાં જાટ સમાજ તથા ગુજરાતમાં પટેલ સમાજ અને કર્ણાટકમાં લિંગાયત સમાજને ઓબીસીમાં સામેલ થવાની તક મળી શકે છે. 

આ ઉપરાંત આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં ચૂંટણી યોજાવવાની છે ત્યારે ત્યાં ઓબીસી સમાજની ચૂંટણીલક્ષી રાજકારણ પર મોટી અસર પડી શકે છે. કેન્દ્રના આ નિર્ણયને ઓબીસી સમાજને તેના તરફ ખેંચવા માટેના નિર્ણય તરીકે જોવામાં આવે છે. તાજેતરમાં જ મેડિકલ એજ્યુકેશનમાં રિઝર્વ સીટોમાં કેન્દ્રએ ઓબીસી સમાજ અને આિર્થક રીતે પછાત લોકો માટે સીટો અનામત કરી હતી. 

અનામતમાં 50 ટકા મર્યાદા દૂર કરવા વિપક્ષની માગ

કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં ઓબીસી અનામત બિલ રજૂ કર્યું છે, જેને વિપક્ષે પણ સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જોકે, વિપક્ષ આ બિલમાં અનામત પરની 50 ટકાની મર્યાદા દૂર કરવાની જોગવાઈ સામેલ કરવા સરકાર પર દબાણ કરશે.

દેશમાં અનેક ઓબીસી સંગઠનો લાંબા સમયથી અનામત પરની 50 ટકાની મર્યાદા દૂર કરવા માગણી કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પાંચમી મેના તેના ચૂકાદામાં ઓબીસી અનામતની યાદી તૈયાર કરવાનો અિધકાર કેન્દ્રને હોવાની દલીલ કરવાની સાથે મરાઠા અનામત 50 ટકાની મર્યાદાનો ભંગ કરતો હોવાનો પણ ચૂકાદો આપ્યો હતો.

ઓબીસી અનામત પર વિપક્ષે ચર્ચા કરવાની માગણી કરી છે. વિપક્ષની દલીલ છે કે રાજ્યોને ઓબીસીની યાદી બનાવવાનો અિધકાર મળે તો પણ અનામતમાં 50 ટકાની મર્યાદાને પગલે આ યાદીમાં સામેલ નવી જ્ઞાાતિઓને બહુ ઓછો લાભ મળશે. તેથી 50 ટકાની મર્યાદા દૂર થવી જોઈએ. એમ કહેવાય છે કે અનામતમાં 50 ટકાની મર્યાદાના કારણે 27 રાજ્યોમાં અનામતનો મુદ્દો પેન્ડિંગ છે.