ગુટકા કિંગ ગણાવાતાં સુનિલ શેટ્ટી નારાજ થઈ ગયો, માફી મગાવી

- એક ચાહકે ભુલથી અજય દેવગણને બદલે સુનિલને ટેગ કર્યો - સુનિલે ચાહકને ઝાટક્યો, ભાઈ તુ અપના ચશ્મા બદલ લે યા એડજેસ્ટ કર લે  મુંબઈ : એક સોશિયલ મીડિયા સાઈટ પર એક ચાહકે અજય દેવગણની ટીકા કરવા જતાં ભૂલથી સુનિલ શેટ્ટીને ગુટકા કિંગ ગણાવી દેતાં સુનિલ શેટ્ટી ભારે નારાજ થઈ ગયો હતો. તેણે આ ચાહક પાસે માફી મગાવી હતી.  સોશિયલ મીડિયા સાઈટ પર કોઈએ અજય દેવગણ, શાહરુખ ખાન તથા અક્ષય કુમારને એક ગુટકા બ્રાન્ડની એડવર્ટાઈઝમેન્ટમાં દર્શાવતું એક હાઈવે હોર્ડિંગ શેર કર્યું હતું. આ પોસ્ટમાં જણાવાયું હતું કે હાઈવે પર એટલી બધી એડ જોઈ લીધી કે હવે ગુટકા ખાવાનું મન થાય છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક ચાહકે આ કલાકારોની ટીકા કરતાં લખ્યું હતું કે તમે દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છો તે બદલ તમારા સંતાનો શરમ અનુભવતાં હશે. ભારતને કેન્સર રાષ્ટ્ર બનાવવાનું રહેવા દો. આ ચાહકથી ભૂલ એ થઈ હતી કે તેણે અક્ષય કુમાર અને શાહરુખ ખાનની સાથે અજય દેવગણની પ્રોફાઈલને ટેગ કરવાની હતી પરંતુ તેણે સુનિલ શેટ્ટીને ટેગ કરી દીધો હતો. તેથી સુનિલ શેટ્ટીએ આ ચાહકને જવાબ આપતાં નારાજગી વ્યક્ત કરી હતી.

ગુટકા કિંગ ગણાવાતાં સુનિલ શેટ્ટી નારાજ થઈ ગયો, માફી મગાવી


- એક ચાહકે ભુલથી અજય દેવગણને બદલે સુનિલને ટેગ કર્યો 

- સુનિલે ચાહકને ઝાટક્યો, ભાઈ તુ અપના ચશ્મા બદલ લે યા એડજેસ્ટ કર લે  

મુંબઈ : એક સોશિયલ મીડિયા સાઈટ પર એક ચાહકે અજય દેવગણની ટીકા કરવા જતાં ભૂલથી સુનિલ શેટ્ટીને ગુટકા કિંગ ગણાવી દેતાં સુનિલ શેટ્ટી ભારે નારાજ થઈ ગયો હતો. તેણે આ ચાહક પાસે માફી મગાવી હતી.  

સોશિયલ મીડિયા સાઈટ પર કોઈએ અજય દેવગણ, શાહરુખ ખાન તથા અક્ષય કુમારને એક ગુટકા બ્રાન્ડની એડવર્ટાઈઝમેન્ટમાં દર્શાવતું એક હાઈવે હોર્ડિંગ શેર કર્યું હતું. આ પોસ્ટમાં જણાવાયું હતું કે હાઈવે પર એટલી બધી એડ જોઈ લીધી કે હવે ગુટકા ખાવાનું મન થાય છે. 

આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક ચાહકે આ કલાકારોની ટીકા કરતાં લખ્યું હતું કે તમે દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છો તે બદલ તમારા સંતાનો શરમ અનુભવતાં હશે. ભારતને કેન્સર રાષ્ટ્ર બનાવવાનું રહેવા દો. 

આ ચાહકથી ભૂલ એ થઈ હતી કે તેણે અક્ષય કુમાર અને શાહરુખ ખાનની સાથે અજય દેવગણની પ્રોફાઈલને ટેગ કરવાની હતી પરંતુ તેણે સુનિલ શેટ્ટીને ટેગ કરી દીધો હતો. તેથી સુનિલ શેટ્ટીએ આ ચાહકને જવાબ આપતાં નારાજગી વ્યક્ત કરી હતી.