તું પહેલા તારી દીકરીને સંભાળ: ચંકી પાંડેને ફરાહ ખાનની મજાક ઉડાવી ભારે પડી

મુંબઈ, તા. 11 મે 2022, બુધવારફરાહ ખાન પોતાના રમૂજી સ્વભાવ અને શબ્દોથી લોકોને હસાવે છે. ફરાહ ખાન અને અનન્યા પાંડે શો 'ખતરા ખતરા ખતરા'ના સેટ પર પહોંચ્યા હતા. આ પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો જે ઘણો ફની છે. આ વીડિયો તેણે પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યો છે. વીડિયો જોયા બાદ અનન્યા પાંડેના પિતા ચંકી પાંડેએ ફરાહની એક્ટિંગને ઓવરએક્ટિંગ ગણાવી હતી અને કોરિયોગ્રાફર પણ જવાબ આપવામાં પાછળ રહ્યા નહોતા. હવે તેનો જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શેર કરેલા વીડિયોમાં અનન્યા મેકઅપ કરાવી રહી છે. ત્યારે ફરાહ ત્યાં આવે છે અને કહે છે, 'અનન્યા...અનન્યા તને ખાલી પીલી માટે નેશનલ એવોર્ડ મળ્યો છે'. આ સાંભળીને અનન્યા ખૂબ જ ખુશ થઈ જાય છે અને ડાન્સ કરવા લાગે છે.  ત્યારે ફરાહ તેના પિતા ચંકી પાંડેની સ્ટાઈલમાં કહે છે કે આઈ એમ જોકિંગ. સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં આ વીડિયો પર લાઈક્સ આવી ચુકી છે. સેલેબ્સ પણ આ ફની વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. વીડિયો શેર કરતાં અનન્યા પાંડેએ કેપ્શન આપ્યું હતુ કે, '50 રૂપિયામાં ઓવરએક્ટિંગ, વીડિયો પર અનન્યાનાં પિતા ચંકી પાંડેએ પણ કોમેન્ટ કરી છે. તેઓ લખે છે કે ફરાહ તમને આ વીડિયોમાં ઓવરએક્ટિંગ કરવા માટે એવોર્ડ મળવો જોઈએ. ફરાહે આગળ જવાબ આપ્યો, 'તું પહેલા તારી દીકરીને સંભાળ.'અનન્યા પાંડેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે વિજય દેવેરાકોંડાની સામે 'લિગર'માં જોવા મળશે. હાલમાં જ અનન્યાની ફિલ્મ 'ગેહરાઈયા' રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકામાં હતા.

તું પહેલા તારી દીકરીને સંભાળ: ચંકી પાંડેને ફરાહ ખાનની મજાક ઉડાવી ભારે પડી


મુંબઈ, તા. 11 મે 2022, બુધવાર

ફરાહ ખાન પોતાના રમૂજી સ્વભાવ અને શબ્દોથી લોકોને હસાવે છે. ફરાહ ખાન અને અનન્યા પાંડે શો 'ખતરા ખતરા ખતરા'ના સેટ પર પહોંચ્યા હતા. આ પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો જે ઘણો ફની છે. આ વીડિયો તેણે પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યો છે. વીડિયો જોયા બાદ અનન્યા પાંડેના પિતા ચંકી પાંડેએ ફરાહની એક્ટિંગને ઓવરએક્ટિંગ ગણાવી હતી અને કોરિયોગ્રાફર પણ જવાબ આપવામાં પાછળ રહ્યા નહોતા. હવે તેનો જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શેર કરેલા વીડિયોમાં અનન્યા મેકઅપ કરાવી રહી છે. ત્યારે ફરાહ ત્યાં આવે છે અને કહે છે, 'અનન્યા...અનન્યા તને ખાલી પીલી માટે નેશનલ એવોર્ડ મળ્યો છે'. આ સાંભળીને અનન્યા ખૂબ જ ખુશ થઈ જાય છે અને ડાન્સ કરવા લાગે છે.  ત્યારે ફરાહ તેના પિતા ચંકી પાંડેની સ્ટાઈલમાં કહે છે કે આઈ એમ જોકિંગ. સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં આ વીડિયો પર લાઈક્સ આવી ચુકી છે. સેલેબ્સ પણ આ ફની વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. 


વીડિયો શેર કરતાં અનન્યા પાંડેએ કેપ્શન આપ્યું હતુ કે, '50 રૂપિયામાં ઓવરએક્ટિંગ, વીડિયો પર અનન્યાનાં પિતા ચંકી પાંડેએ પણ કોમેન્ટ કરી છે. તેઓ લખે છે કે ફરાહ તમને આ વીડિયોમાં ઓવરએક્ટિંગ કરવા માટે એવોર્ડ મળવો જોઈએ. ફરાહે આગળ જવાબ આપ્યો, 'તું પહેલા તારી દીકરીને સંભાળ.'

અનન્યા પાંડેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે વિજય દેવેરાકોંડાની સામે 'લિગર'માં જોવા મળશે. હાલમાં જ અનન્યાની ફિલ્મ 'ગેહરાઈયા' રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકામાં હતા.