દીપિકા પાદુકોણની બર્થ ડે પર પ્રશંસકોને ભેટઃ ગેહરાઇયાની રીલીઝ ડેટ જાહેર કરી

- નવી ફિલ્મ ગેહરાઇયાનું વર્લ્ડ પ્રીમિયર 11મી ફેબ્રુઆરીએ યોજાશેનવી દિલ્હી : દીપિકા પાદુકોણે તેના જન્મદિવસે તેના પ્રશંસકોને ખાસ ભેટ આપી છે. તેમણે પોતાની આગામી ફિલ્મ ગેહરાઇયાની રીલિઝ ડેટ જાહેર કરી છે. તેમણે પોતાની આગામી ફિલ્મની તારીખની છ નવા પોસ્ટર્સ સાથે જાહેરાત કરી છે.  આ ફિલ્મનું ૧૧મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ વર્લ્ડ પ્રીમિયર થશે. દીપિકાએ પોસ્ટર્સ જારી કરીને લખ્યું હતું કે તમારા બધાની ધીરજ અને ખૂબ જ પ્રેમ માટે. આ ખાસ દિને તમારા બધા માટે વિશેષ ભેટ છે. દીપિકાએ જન્મદિવસના પ્રસંગે ખાસ પાત્રો માટે પોસ્ટર્સની સાથે-સાથે દીપિકા અને સિદ્ધાંતનો હૃદયસ્પર્શી સીન પણ જારી કર્યો છે. આ ફિલ્મમાં દીપિકા, સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે ખાસ ભૂમિકામાં છે. તેની સાથે ધૈર્ય કરવા, નસીરૂદ્દીન શાહ અને રજત કપૂરે પણ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા નીભાવી છે. 

દીપિકા પાદુકોણની બર્થ ડે પર પ્રશંસકોને ભેટઃ ગેહરાઇયાની રીલીઝ ડેટ જાહેર કરી


- નવી ફિલ્મ ગેહરાઇયાનું વર્લ્ડ પ્રીમિયર 11મી ફેબ્રુઆરીએ યોજાશે

નવી દિલ્હી : દીપિકા પાદુકોણે તેના જન્મદિવસે તેના પ્રશંસકોને ખાસ ભેટ આપી છે. તેમણે પોતાની આગામી ફિલ્મ ગેહરાઇયાની રીલિઝ ડેટ જાહેર કરી છે. તેમણે પોતાની આગામી ફિલ્મની તારીખની છ નવા પોસ્ટર્સ સાથે જાહેરાત કરી છે.  આ ફિલ્મનું ૧૧મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ વર્લ્ડ પ્રીમિયર થશે. દીપિકાએ પોસ્ટર્સ જારી કરીને લખ્યું હતું કે તમારા બધાની ધીરજ અને ખૂબ જ પ્રેમ માટે. આ ખાસ દિને તમારા બધા માટે વિશેષ ભેટ છે. દીપિકાએ જન્મદિવસના પ્રસંગે ખાસ પાત્રો માટે પોસ્ટર્સની સાથે-સાથે દીપિકા અને સિદ્ધાંતનો હૃદયસ્પર્શી સીન પણ જારી કર્યો છે. 

આ ફિલ્મમાં દીપિકા, સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે ખાસ ભૂમિકામાં છે. 

તેની સાથે ધૈર્ય કરવા, નસીરૂદ્દીન શાહ અને રજત કપૂરે પણ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા નીભાવી છે.