દેશની રક્ષા કાજે અગ્નિપથનું એલાન: નવા નિયમો સાથે સેનામાં ભરતીની જાહેરાત

- આ યોજના હેઠળ સેનામાં સામેલ થતા યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશેનવી દિલ્હી તા. 14 જૂન 2022, મંગળવારનરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે સેનામાં સુધારો કરવાને લઈને મોટા બદલાવની માટે રક્ષામંત્રી રાજના સિંહે આજે 'અગ્નિપથ ભરતી યોજના' (Agnipath recruitment scheme)નું એલાન કર્યું છે. રાજનાથ સિંહે જણાવ્યું કે, અગ્નિપથ ભરતી યોજના હેઠળ સેનામાં 4 વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. આ સાથે જ તેમને નોકરી છોડતી વખતે સર્વિસ ફંડ પેકેજ પણ મળશે. આ યોજના હેઠળ સેનામાં સામેલ થતા યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે. અગ્નિપથ યોજનાની મહત્વની બાબતો- યુવાનોને 4 વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે- આ દરમિયાન અગ્નિવીરોને આકર્ષણ વેતન મળશે- સેનાની 4 વર્ષની નોકરી બાદ યુવાનોને ભવિષ્ય માટે વધુ અવસર આપવામાં આવશે.- 4 વર્ષની નોકરી બાદ સર્વિસ ફંડ પેકેજ મળશે.- આ યોજના હેઠળ ભરતી કરાયેલા મોટા ભાગના જવાનોને 4 વર્ષ બાદ સેવા મુક્ત કરી દેવામાં આવશે. જોકે, કેટલાક જવાનો પોતાની નોકરી ચાલું રાખી શકશે.- 17.5 વર્ષથી 21 વર્ષના યુવાનોને તક મળશે.- તાલીમ 10 અઠવાડિયાથી 6 મહિનાની હશે.શા માટે આ નિર્ણય લેવાયો- દેશની સેનાની ભાવના રાખતા યુવાનોને તક મળશે.- સેનામાં શોર્ટ અને લોન્ગ ટર્મ નોકરીની તક મળશે.- ત્રણેય સેનાઓમાં યુવાનોની ભાગીદીરી વધશે.ત્રણેય સેનાઓના પ્રમુખોએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ યોજનાનું પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. આ યોજના હેઠળ સેનામાં યુવાનોની ઓછા સમય માટે ભરતી થઈ શકશે. આ યોજનાનું અગ્નિપથ સ્કીમ નામ આપવામાં આવ્યું છે. આ હેઠળ યુવાનો 4 વર્ષ માટે સેનામાં સામેલ થઈ શકે છે અને દેશની સેવા કરી શકશે. भारतीय सेनाओ को विश्व की बेहतरीन सेना बनाने के लिएआज सुरक्षा संबंधी कैबिनेट कमेटी ने एक ऐतिहासिक निर्णय लिया है। हम अग्निपथ नामक एक योजना ला रहे हैं जो हमारी सेना में परिवर्तनकारी बदलाव कर उन्हें पूरी तरह से आधुनिक और सुसज्जित बनाएगी: रक्षामंत्री राजनाथ सिंह, दिल्ली pic.twitter.com/6ItYU1RRs3— ANI_HindiNews (@AHindinews) June 14, 2022 4 વર્ષ બાદ જવાનોને સોવામુક્ત કરી દેવામાં આવશેઆ યોજના હેઠળ 4 વર્ષ માટે યુવાનો(અગ્નિવીરો)ની સેનામાં ભરતી કરવામાં આવશે. જોકે, 4 વર્ષ બાદ મોટા ભાગના જવાનોને તેમની સેવામાંથી મુક્ત કરી દેવામાં આવશે. 4 વર્ષના અંતરાલ બાદ જે યુવાનોને સેનાની નોકરીમાંથી મુક્ત કરવામાં આવશે તેમને બીજી જગ્યાએ નોકરી અપાવવા પણ સેના એક સક્રિય ભૂમિકા નિભાવશે. સેનામાં જો કોઈ 4 વર્ષ કામ કરી લેશે તે તેમની પ્રોફાઈલ મજબૂત બની જશે અને દરેક કંપની આવા યુવાનોને હાયર કરવામાં રસ દાખવશે. 25% જવાનો નોકરી ચાલુ રાખી શકશેઆ ઉપરાંત 25% જવાનો નોકરી ચાલું રાખી શકશે જેઓ નિપુણ અને સક્ષમ હશે. જોકે, આ ત્યારે જ શક્ય રહશે જ્યારે તે સમયે સેનામાં ભરતી બહાર પડી હશે. આ પ્રોજેક્ટના કારણે સેનાને કરોડો રૂપિયાની બચત પણ થઈ શકશે. એક તરફ ઓછા લોકોને પેન્શન આપવું પડશે તો બીજી તરફ પગારમાં પણ બચત થશે.

દેશની રક્ષા કાજે અગ્નિપથનું એલાન: નવા નિયમો સાથે સેનામાં ભરતીની જાહેરાત


- આ યોજના હેઠળ સેનામાં સામેલ થતા યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે

નવી દિલ્હી તા. 14 જૂન 2022, મંગળવાર

નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે સેનામાં સુધારો કરવાને લઈને મોટા બદલાવની માટે રક્ષામંત્રી રાજના સિંહે આજે 'અગ્નિપથ ભરતી યોજના' (Agnipath recruitment scheme)નું એલાન કર્યું છે. રાજનાથ સિંહે જણાવ્યું કે, અગ્નિપથ ભરતી યોજના હેઠળ સેનામાં 4 વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. આ સાથે જ તેમને નોકરી છોડતી વખતે સર્વિસ ફંડ પેકેજ પણ મળશે. આ યોજના હેઠળ સેનામાં સામેલ થતા યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે. 

અગ્નિપથ યોજનાની મહત્વની બાબતો

- યુવાનોને 4 વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે

- આ દરમિયાન અગ્નિવીરોને આકર્ષણ વેતન મળશે

- સેનાની 4 વર્ષની નોકરી બાદ યુવાનોને ભવિષ્ય માટે વધુ અવસર આપવામાં આવશે.

- 4 વર્ષની નોકરી બાદ સર્વિસ ફંડ પેકેજ મળશે.

- આ યોજના હેઠળ ભરતી કરાયેલા મોટા ભાગના જવાનોને 4 વર્ષ બાદ સેવા મુક્ત કરી દેવામાં આવશે. જોકે, કેટલાક જવાનો પોતાની નોકરી ચાલું રાખી શકશે.

- 17.5 વર્ષથી 21 વર્ષના યુવાનોને તક મળશે.

- તાલીમ 10 અઠવાડિયાથી 6 મહિનાની હશે.

શા માટે આ નિર્ણય લેવાયો

- દેશની સેનાની ભાવના રાખતા યુવાનોને તક મળશે.

- સેનામાં શોર્ટ અને લોન્ગ ટર્મ નોકરીની તક મળશે.

- ત્રણેય સેનાઓમાં યુવાનોની ભાગીદીરી વધશે.

ત્રણેય સેનાઓના પ્રમુખોએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ યોજનાનું પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. આ યોજના હેઠળ સેનામાં યુવાનોની ઓછા સમય માટે ભરતી થઈ શકશે. આ યોજનાનું અગ્નિપથ સ્કીમ નામ આપવામાં આવ્યું છે. આ હેઠળ યુવાનો 4 વર્ષ માટે સેનામાં સામેલ થઈ શકે છે અને દેશની સેવા કરી શકશે. 

4 વર્ષ બાદ જવાનોને સોવામુક્ત કરી દેવામાં આવશે

આ યોજના હેઠળ 4 વર્ષ માટે યુવાનો(અગ્નિવીરો)ની સેનામાં ભરતી કરવામાં આવશે. જોકે, 4 વર્ષ બાદ મોટા ભાગના જવાનોને તેમની સેવામાંથી મુક્ત કરી દેવામાં આવશે. 4 વર્ષના અંતરાલ બાદ જે યુવાનોને સેનાની નોકરીમાંથી મુક્ત કરવામાં આવશે તેમને બીજી જગ્યાએ નોકરી અપાવવા પણ સેના એક સક્રિય ભૂમિકા નિભાવશે. સેનામાં જો કોઈ 4 વર્ષ કામ કરી લેશે તે તેમની પ્રોફાઈલ મજબૂત બની જશે અને દરેક કંપની આવા યુવાનોને હાયર કરવામાં રસ દાખવશે. 

25% જવાનો નોકરી ચાલુ રાખી શકશે

આ ઉપરાંત 25% જવાનો નોકરી ચાલું રાખી શકશે જેઓ નિપુણ અને સક્ષમ હશે. જોકે, આ ત્યારે જ શક્ય રહશે જ્યારે તે સમયે સેનામાં ભરતી બહાર પડી હશે. આ પ્રોજેક્ટના કારણે સેનાને કરોડો રૂપિયાની બચત પણ થઈ શકશે. એક તરફ ઓછા લોકોને પેન્શન આપવું પડશે તો બીજી તરફ પગારમાં પણ બચત થશે.