પીઠી ચોળવાની વિધિમાં ખુશખુશાલ નજરે પડયા વિક્કી-કેટરિના, સ્ટાર કપલે શેર કરી તસવીરો

નવી દિલ્હી,તા.11.ડિસેમ્બર,2021બોલીવૂડ સ્ટાર કેટરિના કેફ અને વિક્કી કૌશલ ધામધૂમથી લગ્ન કર્યા બાદ હવે પોતાના મુંબઈ ખાતેના નવા નિવાસ સ્થાનમાં રહેવા જતા રહ્યા છે.આ પહેલા લગ્ન બાદ સ્ટાર કપલે પોતાની લગ્નવિધિની તસવીરો શેર કરી હતી અને હવે તેમણે એ પહેલા યોજાયેલી પીઠી ચોળવાની તસવીરો શેર કરી છે.જેમાં કેટરિના કેફ અને વિક્કી કૌશલ ખુશ જોવા મળી રહ્યા છે.બંને એક બીજાને ચહેરા પર પીઠી ચોળતા પણ તસવીરોમાં નજરે પડી રહ્યા છે.સોશિયલ મીડિયા પર સ્ટાર કપલે શેર કરેલી તસવીરો જોત જોતામાં વાયરલ થવા માંડી છે.સાથે સાથે તેમણે પોતાના એકાઉન્ટ પર લખ્યુ છે કે, આભાર, ધીરજ અને ખુશી...કેટરિનાએ પીઠી ચોળવાની વિધિ વખતે આઈવરી કલરનો ડ્રેસ પહેર્યો હતો અને વિક્કી કૌશલ સફેદ કુરતામાં દેખાયો હતો.આ તસવીરોમાં બંને હસતા હસતા એક બીજાને પીઠી લગાવી રહેલા દેખાઈ આવે છે.

પીઠી ચોળવાની વિધિમાં ખુશખુશાલ નજરે પડયા વિક્કી-કેટરિના, સ્ટાર કપલે શેર કરી તસવીરો


નવી દિલ્હી,તા.11.ડિસેમ્બર,2021

બોલીવૂડ સ્ટાર કેટરિના કેફ અને વિક્કી કૌશલ ધામધૂમથી લગ્ન કર્યા બાદ હવે પોતાના મુંબઈ ખાતેના નવા નિવાસ સ્થાનમાં રહેવા જતા રહ્યા છે.

આ પહેલા લગ્ન બાદ સ્ટાર કપલે પોતાની લગ્નવિધિની તસવીરો શેર કરી હતી અને હવે તેમણે એ પહેલા યોજાયેલી પીઠી ચોળવાની તસવીરો શેર કરી છે.જેમાં કેટરિના કેફ અને વિક્કી કૌશલ ખુશ જોવા મળી રહ્યા છે.

બંને એક બીજાને ચહેરા પર પીઠી ચોળતા પણ તસવીરોમાં નજરે પડી રહ્યા છે.સોશિયલ મીડિયા પર સ્ટાર કપલે શેર કરેલી તસવીરો જોત જોતામાં વાયરલ થવા માંડી છે.

સાથે સાથે તેમણે પોતાના એકાઉન્ટ પર લખ્યુ છે કે, આભાર, ધીરજ અને ખુશી...

કેટરિનાએ પીઠી ચોળવાની વિધિ વખતે આઈવરી કલરનો ડ્રેસ પહેર્યો હતો અને વિક્કી કૌશલ સફેદ કુરતામાં દેખાયો હતો.આ તસવીરોમાં બંને હસતા હસતા એક બીજાને પીઠી લગાવી રહેલા દેખાઈ આવે છે.