પિતાના મોતથી દુખી મ્યુઝિક કંપોઝર વિશાલ દદલાનીએ કહ્યું- માતાને ગળે પણ નથી લગાવી શકતો

- વિશાલ દદલાની કોવિડ પોઝિટિવ આવ્યા ત્યાર બાદ તેમની બહેને જે હિંમતથી બધું જ સંભાળી લીધું છે તે ખૂબ મોટી વાતનવી દિલ્હી, તા. 08 જાન્યુઆરી, 2022, શનિવારબોલિવુડથી એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. 2022ના નવા વર્ષે મ્યુઝિક કંપોઝર અને સિંગર વિશાલ દદલાની પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. વિશાલ દદલાની થોડા સમય પહેલા કોવિડ-19ની લપેટમાં આવ્યા હતા. ત્યારે હવે વિશાલ દદલાનીના પિતા મોતી દદલાનીના અવસાનના સમાચાર સામે આવ્યા છે. વિશાલ દદલાનીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી છે. એક તરફ વિશાલ દદલાની કોવિડ-19 સામેની લડાઈ લડી રહ્યા છે ત્યારે બીજી બાજુ પિતાના અવસાનના સમાચારથી તેઓ સાવ ભાંગી પડ્યા છે. મુશ્કેલીના આ સમયે તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. વિશાલ દદલાનીએ પોસ્ટમાં લખ્યું હતું કે, તેમણે ફક્ત પોતાના પિતા જ નહીં પરંતુ ધરતી પર ઉપસ્થિત સૌથી સારા વ્યક્તિને પણ ગુમાવી દીધા છે. વિશાલે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, ગત રાત્રિએ મેં મારા સૌથી સારા મિત્ર, આ ધરતી પરના સૌથી સારા અને દયાળુ વ્યક્તિને ગુમાવી દીધા. જિંદગીમાં મને તેમના કરતાં શ્રેષ્ઠ શિક્ષક, પિતા અને સારા વ્યક્તિ નહીં મળી શકે. મારામાં જે પણ કશુંક સારૂં છે તેમાં તેમની હળવી ઝલક છે. કેવી મજબૂરીવિશાલ દદલાનીના દુખને શબ્દો વડે વ્યક્ત કરવું ખૂબ અઘરૂં છે. હાલ તેઓ શું અનુભવી રહ્યા છે તે તેમના સિવાય કોઈ નહીં સમજી શકે. પિતા માટેની ઈમોશનલ પોસ્ટમાં વિશાલે લખ્યું હતું કે, હાલ તેમને માતાની સૌથી વધારે જરૂર છે. મુશ્કેલીના આ સમયમાં તેઓ પોતાની માતાને ગળે પણ નથી લગાવી શકતા. આ સાથે જ વિશાલે પોતાની બહેનની તાકાતને પણ સલામી ભરી છે. વિશાલ દદલાની કોવિડ પોઝિટિવ આવ્યા ત્યાર બાદ તેમની બહેને જે હિંમતથી બધું જ સંભાળી લીધું છે તે ખૂબ મોટી વાત છે. 

પિતાના મોતથી દુખી મ્યુઝિક કંપોઝર વિશાલ દદલાનીએ કહ્યું- માતાને ગળે પણ નથી લગાવી શકતો


- વિશાલ દદલાની કોવિડ પોઝિટિવ આવ્યા ત્યાર બાદ તેમની બહેને જે હિંમતથી બધું જ સંભાળી લીધું છે તે ખૂબ મોટી વાત

નવી દિલ્હી, તા. 08 જાન્યુઆરી, 2022, શનિવાર

બોલિવુડથી એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. 2022ના નવા વર્ષે મ્યુઝિક કંપોઝર અને સિંગર વિશાલ દદલાની પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. વિશાલ દદલાની થોડા સમય પહેલા કોવિડ-19ની લપેટમાં આવ્યા હતા. ત્યારે હવે વિશાલ દદલાનીના પિતા મોતી દદલાનીના અવસાનના સમાચાર સામે આવ્યા છે. વિશાલ દદલાનીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી છે. 

એક તરફ વિશાલ દદલાની કોવિડ-19 સામેની લડાઈ લડી રહ્યા છે ત્યારે બીજી બાજુ પિતાના અવસાનના સમાચારથી તેઓ સાવ ભાંગી પડ્યા છે. મુશ્કેલીના આ સમયે તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. વિશાલ દદલાનીએ પોસ્ટમાં લખ્યું હતું કે, તેમણે ફક્ત પોતાના પિતા જ નહીં પરંતુ ધરતી પર ઉપસ્થિત સૌથી સારા વ્યક્તિને પણ ગુમાવી દીધા છે. 

વિશાલે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, ગત રાત્રિએ મેં મારા સૌથી સારા મિત્ર, આ ધરતી પરના સૌથી સારા અને દયાળુ વ્યક્તિને ગુમાવી દીધા. જિંદગીમાં મને તેમના કરતાં શ્રેષ્ઠ શિક્ષક, પિતા અને સારા વ્યક્તિ નહીં મળી શકે. મારામાં જે પણ કશુંક સારૂં છે તેમાં તેમની હળવી ઝલક છે. 

કેવી મજબૂરી

વિશાલ દદલાનીના દુખને શબ્દો વડે વ્યક્ત કરવું ખૂબ અઘરૂં છે. હાલ તેઓ શું અનુભવી રહ્યા છે તે તેમના સિવાય કોઈ નહીં સમજી શકે. પિતા માટેની ઈમોશનલ પોસ્ટમાં વિશાલે લખ્યું હતું કે, હાલ તેમને માતાની સૌથી વધારે જરૂર છે. મુશ્કેલીના આ સમયમાં તેઓ પોતાની માતાને ગળે પણ નથી લગાવી શકતા. 

આ સાથે જ વિશાલે પોતાની બહેનની તાકાતને પણ સલામી ભરી છે. વિશાલ દદલાની કોવિડ પોઝિટિવ આવ્યા ત્યાર બાદ તેમની બહેને જે હિંમતથી બધું જ સંભાળી લીધું છે તે ખૂબ મોટી વાત છે.