પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પછી પતિ સાથેની તસવીર શિલ્પા શેટ્ટીએ પ્રથમ વખત શેર કરી

- પતિ-પત્ની શિરડીના સાંઇ મંદિરમાં દર્શન કરતા જોવા મળ્યામુંબઇ : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી ફિલ્મ બનાવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. લાંબા સમય પછી તેમને જામીન પર છોડવામાં આવ્યા છે. શિલ્પાએ આ ઘટના પછી પ્રથમ વખત પતિ સાથેની તસવીર સોશયલ મીડિયા પર શેર કરી છે. યુગલ શિરડીના સાંઇ મંદિરમા દર્શન કરતુ જોવા મળી રહ્યું છે. શિલ્પાએ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પરથી તસવીર શેર કર્યાની સાથે કેપ્શન લખ્યું હતું. સબકા માલિક એક. શ્રદ્ધા ઔર સબૂરી ઓમ સાંઇ રામના દર્શન કરો.હાલમાં જ રાજ કુન્દ્રાએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, મારી ચૂપકીદીને કારણે મારા વિશે ઘણું લખાયું છે જે સદંતર બકવાસ છે.હું પોર્નોગ્રાફીને લગતા કોઇ નિર્માણ અને વિતરણ સાથે સંકળાયેલો નથી. હાલ આ બાબતે કેસ ચાલીરહ્યો હોવાથી હું વધુ કોઇ સ્પષ્ટતા કરી શકુ એમ નથી. મને આપણી ન્યાયપદ્ધતિ પર વિશ્વાસ છે. મારી પ્રાથમિકતા હંમેશાથી મારો પરિવાર રહ્યો છે અને રહેશે.

પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પછી પતિ સાથેની તસવીર શિલ્પા શેટ્ટીએ પ્રથમ વખત શેર કરી


- પતિ-પત્ની શિરડીના સાંઇ મંદિરમાં દર્શન કરતા જોવા મળ્યા

મુંબઇ : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી ફિલ્મ બનાવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. લાંબા સમય પછી તેમને જામીન પર છોડવામાં આવ્યા છે. શિલ્પાએ આ ઘટના પછી પ્રથમ વખત પતિ સાથેની તસવીર સોશયલ મીડિયા પર શેર કરી છે. યુગલ શિરડીના સાંઇ મંદિરમા દર્શન કરતુ જોવા મળી રહ્યું છે. 

શિલ્પાએ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પરથી તસવીર શેર કર્યાની સાથે કેપ્શન લખ્યું હતું. સબકા માલિક એક. શ્રદ્ધા ઔર સબૂરી ઓમ સાંઇ રામના દર્શન કરો.

હાલમાં જ રાજ કુન્દ્રાએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, મારી ચૂપકીદીને કારણે મારા વિશે ઘણું લખાયું છે જે સદંતર બકવાસ છે.હું પોર્નોગ્રાફીને લગતા કોઇ નિર્માણ અને વિતરણ સાથે સંકળાયેલો નથી. હાલ આ બાબતે કેસ ચાલીરહ્યો હોવાથી હું વધુ કોઇ સ્પષ્ટતા કરી શકુ એમ નથી. મને આપણી ન્યાયપદ્ધતિ પર વિશ્વાસ છે. મારી પ્રાથમિકતા હંમેશાથી મારો પરિવાર રહ્યો છે અને રહેશે.