પૃથ્વીરાજ ચૌહાણ પર અક્ષય કુમારે કહી એવી વાત કે સોશિયલ મીડિયા યુઝર્સ રોષે ભરાયા

મુંબઈ, તા. 11 મે 2022 બુધવારઅક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ પૃથ્વીરાજનુ કાલે ટ્રેલર આવી ગયુ. આ ટ્રેલર પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની તાબડતોડ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોને ફિલ્મનુ ટ્રેલર પસંદ આવ્યુ છે, કેટલાક લોકો અક્ષય કુમારના એક્શન સીન અને એક્સપ્રેશનને લઈને તેમને ટ્રોલ કરવા લાગ્યા છે. ફિલ્મનુ ટ્રેલર આઉટ થયા બાદ હવે અક્ષય કુમાર જોર શોરથી આના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક્ટરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ પૃથ્વીરાજ ચૌહાણ વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને ફિલ્મફેરના ઓફિશિયલ ઈન્સ્ટા એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચનો વીડિયો છે.આ વીડિયોમાં અક્ષય કુમાર કહે છે કે જ્યારે તેમણે પૃથ્વીરાજ વિશે વાંચ્યુ તો તેમને અહેસાસ થયો કે તેઓ કેટલા મોટા યોદ્ધા હતા, પરંતુ ઈતિહાસના પુસ્તકમાં તેમના વિશે માત્ર એક ફકરો છે, સાથે જ અક્ષય કુમાર કહે છે કે આ ફિલ્મને મોટાથી લઈને બાળકો સુધી તમામે જોવી જોઈએ. આ એક એજ્યુકેશનલ ફિલ્મ છે. અક્ષય કુમારના આ વીડિયો પર ફેન્સના ખૂબ રિએક્શન આવી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરતા લખ્યુ, પિક્ચર પ્રમોશનનુ ચક્કર છે બાબૂ ભૈયા, તો અન્યએ લખ્યુ, મૂવી આવી એટલે યાદ આવ્યુ એક પેરેગ્રાફ છે.ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અક્ષય કુમાર, સંજય દત્ત, સોનૂ સૂદ અને માનુષી છિલ્લર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે. ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણના પાત્રમાં જોવા મળશે જ્યારે સોનૂ સૂદ ચંદરવરદાઈનો રોલ નિભાવી રહ્યા છે. માનુષી છિલ્લરની આ ડેબ્યૂ ફિલ્મ છે અને આમાં તેઓ સંયોગિતાના રોલમાં જોવા મળશે.

પૃથ્વીરાજ ચૌહાણ પર અક્ષય કુમારે કહી એવી વાત કે સોશિયલ મીડિયા યુઝર્સ રોષે ભરાયા


મુંબઈ, તા. 11 મે 2022 બુધવાર

અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ પૃથ્વીરાજનુ કાલે ટ્રેલર આવી ગયુ. આ ટ્રેલર પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની તાબડતોડ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોને ફિલ્મનુ ટ્રેલર પસંદ આવ્યુ છે, કેટલાક લોકો અક્ષય કુમારના એક્શન સીન અને એક્સપ્રેશનને લઈને તેમને ટ્રોલ કરવા લાગ્યા છે. ફિલ્મનુ ટ્રેલર આઉટ થયા બાદ હવે અક્ષય કુમાર જોર શોરથી આના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક્ટરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ પૃથ્વીરાજ ચૌહાણ વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને ફિલ્મફેરના ઓફિશિયલ ઈન્સ્ટા એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચનો વીડિયો છે.

આ વીડિયોમાં અક્ષય કુમાર કહે છે કે જ્યારે તેમણે પૃથ્વીરાજ વિશે વાંચ્યુ તો તેમને અહેસાસ થયો કે તેઓ કેટલા મોટા યોદ્ધા હતા, પરંતુ ઈતિહાસના પુસ્તકમાં તેમના વિશે માત્ર એક ફકરો છે, સાથે જ અક્ષય કુમાર કહે છે કે આ ફિલ્મને મોટાથી લઈને બાળકો સુધી તમામે જોવી જોઈએ. આ એક એજ્યુકેશનલ ફિલ્મ છે. અક્ષય કુમારના આ વીડિયો પર ફેન્સના ખૂબ રિએક્શન આવી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરતા લખ્યુ, પિક્ચર પ્રમોશનનુ ચક્કર છે બાબૂ ભૈયા, તો અન્યએ લખ્યુ, મૂવી આવી એટલે યાદ આવ્યુ એક પેરેગ્રાફ છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અક્ષય કુમાર, સંજય દત્ત, સોનૂ સૂદ અને માનુષી છિલ્લર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે. ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણના પાત્રમાં જોવા મળશે જ્યારે સોનૂ સૂદ ચંદરવરદાઈનો રોલ નિભાવી રહ્યા છે. માનુષી છિલ્લરની આ ડેબ્યૂ ફિલ્મ છે અને આમાં તેઓ સંયોગિતાના રોલમાં જોવા મળશે.