'પૃથ્વીરાજ' માં અક્ષય કુમારના એક્શન અને એક્સપ્રેશનની ચાહકોએ કરી રમૂજ, સોશિયલ મીડિયામાં મીમ્સ વાયરલ

મુંબઈ, તા. 10 મે 2022 મંગળવારઅક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ પૃથ્વીરાજનુ ટ્રેલર આઉટ થઈ ચૂક્યુ છે. ટ્રેલરના આઉટ થતા જ લોકોએ આની પર પોત-પોતાના રિએક્શન આપવાનુ શરૂ કરી દીધુ છે. ફિલ્મમાં અક્ષય કુમાર, સંજય દત્ત, સોનૂ સૂદ અને માનુષી છિલ્લર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે. ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણના પાત્રમાં જોવા મળશે, જ્યારે સોનૂ સૂદ ચંદરવરદાઈનો રોલ નિભાવી રહ્યા છે. માનુષી છિલ્લરની આ ડેબ્યૂ ફિલ્મ છે અને આમાં તે સંયોગિતાના પાત્રમાં જોવા મળશે. આમ તો ફિલ્મના ટ્રેલરમાં જોરદાર એક્શન જોવા મળ્યુ, પરંતુ લાગી રહ્યુ છે કે ટ્રેલરમાં અક્ષયના એક્સપ્રેશન અને તેમના એક્શને લોકોને કંઈ ખાસ ઈમ્પ્રેસ કર્યા નથી. પૃથ્વીરાજનુ ટ્રેલર આઉટ થતા જ લોકોએ આની પર મીમ બનાવવાનુ શરૂ કરી દીધુ છે. ટ્રેલર રિલીઝ થયા બાદ કોઈ તેમના એક્શન સીનનો મજાક બનાવી રહ્યા છે તો કોઈ તેમના એક્સપ્રેશનના. સોશયલ મીડિયા પર ફિલ્મ સાથે જોડાયેલા જુદા-જુદા મીમ વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકો તો ખૂબ ખરાબ રીતે એક્ટરને ટ્રોલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અક્ષયની જગ્યાએ રણવીર સિંહને લીધો હોત તો સારુ રહેત. કેટલાક લોકો તો અક્ષયકુમારના પૃથ્વીરાજની તુલના હાઉસફુલના બાલા સાથે કરી રહ્યા છે.અક્ષય કુમારે ફિલ્મ પૃથ્વીરાજ ના ટ્રેલરને રિલીઝ કરતા પોતાના ટ્વીટમાં લખ્યુ છે, શૌર્ય અને વીરતાની અમર કહાની... આ છે કહાની સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની. હિંદી, તમિલ અને તેલુગૂમાં થશે રિલીઝ. 3 જાન્યુઆરીએ પૃથ્વીરાજ ફિલ્મનો થિયેટરમાં આનંદ લો. 

'પૃથ્વીરાજ' માં અક્ષય કુમારના એક્શન અને એક્સપ્રેશનની ચાહકોએ કરી રમૂજ, સોશિયલ મીડિયામાં મીમ્સ વાયરલ


મુંબઈ, તા. 10 મે 2022 મંગળવાર

અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ પૃથ્વીરાજનુ ટ્રેલર આઉટ થઈ ચૂક્યુ છે. ટ્રેલરના આઉટ થતા જ લોકોએ આની પર પોત-પોતાના રિએક્શન આપવાનુ શરૂ કરી દીધુ છે. ફિલ્મમાં અક્ષય કુમાર, સંજય દત્ત, સોનૂ સૂદ અને માનુષી છિલ્લર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે. ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણના પાત્રમાં જોવા મળશે, જ્યારે સોનૂ સૂદ ચંદરવરદાઈનો રોલ નિભાવી રહ્યા છે. માનુષી છિલ્લરની આ ડેબ્યૂ ફિલ્મ છે અને આમાં તે સંયોગિતાના પાત્રમાં જોવા મળશે. આમ તો ફિલ્મના ટ્રેલરમાં જોરદાર એક્શન જોવા મળ્યુ, પરંતુ લાગી રહ્યુ છે કે ટ્રેલરમાં અક્ષયના એક્સપ્રેશન અને તેમના એક્શને લોકોને કંઈ ખાસ ઈમ્પ્રેસ કર્યા નથી. 

પૃથ્વીરાજનુ ટ્રેલર આઉટ થતા જ લોકોએ આની પર મીમ બનાવવાનુ શરૂ કરી દીધુ છે. ટ્રેલર રિલીઝ થયા બાદ કોઈ તેમના એક્શન સીનનો મજાક બનાવી રહ્યા છે તો કોઈ તેમના એક્સપ્રેશનના. સોશયલ મીડિયા પર ફિલ્મ સાથે જોડાયેલા જુદા-જુદા મીમ વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકો તો ખૂબ ખરાબ રીતે એક્ટરને ટ્રોલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અક્ષયની જગ્યાએ રણવીર સિંહને લીધો હોત તો સારુ રહેત. કેટલાક લોકો તો અક્ષયકુમારના પૃથ્વીરાજની તુલના હાઉસફુલના બાલા સાથે કરી રહ્યા છે.

અક્ષય કુમારે ફિલ્મ પૃથ્વીરાજ ના ટ્રેલરને રિલીઝ કરતા પોતાના ટ્વીટમાં લખ્યુ છે, શૌર્ય અને વીરતાની અમર કહાની... આ છે કહાની સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની. હિંદી, તમિલ અને તેલુગૂમાં થશે રિલીઝ. 3 જાન્યુઆરીએ પૃથ્વીરાજ ફિલ્મનો થિયેટરમાં આનંદ લો.