પ્રિયંકાની પુત્રી માલતી 100 દિવસ ઇન્ટેસિવ કેરમાં રહ્યા બાદ ઘરે આવી

- પ્રિયંકા અને નીકે તસવીરો શેર કરી પણ પુત્રીનો ચહેરો છુપાવ્યો - અનુષ્કા, પ્રીતિ, મલાઈકા સહિતના સેલેબ્સએ માલતીનાં સ્વગૃહે આગમનને વધાવ્યું, પરિણિતીએ પ્રિયંકાને સૈનિક ગણાવીમુંબઇ : પ્રિયંકા ચોપરાની દીકરી માલતી મેરી જોનાસ ૧૦૦ દિવસ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રહ્યા બાદ ઘરે આપી છે. પ્રિયંકાએ દીકરીનાં ઘરે આગમનના સમાચાર શેર કરવાની સાથે સોશિયલ મીડિયા પર પહેલીવાર તેની તસવીરો શેર કરી હતી. જોકે, તેણે પુત્રીનો ચહેરો હાર્ટ ઈમોજીથી છૂપાવ્યો હતો. પ્રિયંકા સરોગેસી દ્વારા માતા બની છે. માલતીનો જન્મ ગઈ તા. ૧૫મી જાન્યુઆરીએ થયો છે. જોકે, તે નિયત સમય કરતાં વહેલી જન્મેલી એટલે કે પ્રિ મેચ્યોર બેબી છે . પ્રિયંકાએ કેપ્શનમાં જણાવ્યું હતું કે પાછલો કેટલોક સમય ભારે ઉથલપાથલમાં વિત્યો છે. પરંતુ આ દિવસોમાં જ એ ખ્યાલ આવ્યો કે એ ક્ષણો કેટલી પરિપૂર્ણ અને કિંમતી હતી. 

પ્રિયંકાની પુત્રી માલતી 100 દિવસ ઇન્ટેસિવ કેરમાં રહ્યા બાદ ઘરે આવી


- પ્રિયંકા અને નીકે તસવીરો શેર કરી પણ પુત્રીનો ચહેરો છુપાવ્યો 

- અનુષ્કા, પ્રીતિ, મલાઈકા સહિતના સેલેબ્સએ માલતીનાં સ્વગૃહે આગમનને વધાવ્યું, પરિણિતીએ પ્રિયંકાને સૈનિક ગણાવી

મુંબઇ : પ્રિયંકા ચોપરાની દીકરી માલતી મેરી જોનાસ ૧૦૦ દિવસ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રહ્યા બાદ ઘરે આપી છે. પ્રિયંકાએ દીકરીનાં ઘરે આગમનના સમાચાર શેર કરવાની સાથે સોશિયલ મીડિયા પર પહેલીવાર તેની તસવીરો શેર કરી હતી. જોકે, તેણે પુત્રીનો ચહેરો હાર્ટ ઈમોજીથી છૂપાવ્યો હતો. 

પ્રિયંકા સરોગેસી દ્વારા માતા બની છે. માલતીનો જન્મ ગઈ તા. ૧૫મી જાન્યુઆરીએ થયો છે. જોકે, તે નિયત સમય કરતાં વહેલી જન્મેલી એટલે કે પ્રિ મેચ્યોર બેબી છે . પ્રિયંકાએ કેપ્શનમાં જણાવ્યું હતું કે પાછલો કેટલોક સમય ભારે ઉથલપાથલમાં વિત્યો છે. પરંતુ આ દિવસોમાં જ એ ખ્યાલ આવ્યો કે એ ક્ષણો કેટલી પરિપૂર્ણ અને કિંમતી હતી.