પશ્ચિમ બંગાળ: ટોલીવુડમાં અભિનેત્રીઓની આત્મહત્યાના વધતા બનાવ, આખરે ગ્લેમર પાછળનુ સત્ય છે શુ ?

- નવા કલાકારો અને અભિનેત્રીઓ રાતોરાત ફેમસ થવાના સપના સાથે આ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશે છેકોલકાતા, તા. 12 જૂન 2022, રવિવારપશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મેના છેલ્લા બે અઠવાડિયા દરમિયાન નાના પરદાની 3 ઉભરતી અભિનેત્રીઓ અને એક મોડલના મૃત્યુથી ટોલીવુડના નામથી પ્રખ્યાત બાંગ્લા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચિંતાનો માહોલ છે.ફિલ્મી દુનિયાની ઝગમગાટઆમાંના મોટાભાગના કિસ્સાઓ ફિલ્મી દુનિયાની ઝગમગાટ હેઠળના અંધકાર અને સંઘર્ષમાં નિષ્ફળતા સાથે જોડાયેલા છે. જો કે, કેટલાક કિસ્સામાં નિષ્ફળ પ્રેમ પ્રકરણને કારણ જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ ચારેયના મૃત્યુનું મૂળ કારણ માનસિક હતાશા છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ હવે મોટાભાગના લોકો આ ઘટનાઓ વિશે ખુલીને વાત કરવા માંગતા નથી.આ ઘટનાઓએ ફિલ્મોમાં રાતો રાત સફળ થવાનો પ્રયત્ન સંઘર્ષ અને પલાયનને સતહ પર લાવી દીધું છે. એક પખવાડિયામાં થયેલા આ ચાર મૃત્યુએ બંગાળી ફિલ્મો અને સિરિયલોની દુનિયાને ભીંસમાં મૂકી દીધી છે. સામાન્ય ધારણા એ છે કે, બહારની ચમકથી પ્રભાવિત થઈને બધી છોકરીઓ તેના તરફ આકર્ષિત થાય છે પરંતુ અંદરનું સત્ય જાણ્યા બાદ તેમના સપના ટૂંક સમયમાં તૂટી જાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો ઉપરાંત મનોવૈજ્ઞાનિકોએ પણ તેમના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને તેમાંથી બોધપાઠ લઈને ભવિષ્યમાં તેની પુનરાવૃત્તિ અટકાવી શકાય તે માટે સાવચેતીના પગલાં લેવા અનુરોધ કર્યો છે.એક અહેવાલ પ્રમાણે દર વર્ષે નાના પરદા પર બનતી ધારાવાહિકો પર સૌ કરોડની રકમ ખર્ચ કરવામાં આવે છે. પરંતુ કોરોના કાળ દરમિયાન લાંબા સમય સુધી શૂટિંગ બંધ હોવાને કારણે આ ઈન્ડસ્ટ્રીને મોટું નુકશાન થયું છે અને રોજગારીની તકો પણ ઓછી થઈ ગઈ છે. અગાઉ પણ મૃત્યુ થયા હતાબંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખાસ કરીને યુવા અભિનેત્રીઓના રહસ્યમય મૃત્યુની લાંબી સાંકળ છે. વર્ષ 1985માં પ્રખ્યાત અભિનેત્રી મહુઆ રાય ચૌધરીની રહસ્યમય સંજોગોમાં સળગીને મોત થઈ ગયું હતું. વર્ષ 2015માં એક ઉભરતી અભિનેત્રી દિશા ગાંગુલીનો મૃતદેહ પણ તેના ફ્લેટના દરવાજા તોડ્યા બાદ મળી આવ્યો હતો. વર્ષ 2016માં અભિનેત્રી પૂજા આઈચનું મૃત્યુ પણ રહસ્યમય હાલતમાં થયું હતું. વર્ષ 2017માં અભિનેત્રી બિતસ્તા સાહાનું તેમના ફ્લેટમાં મૃત્યુ થઈ ગયું હતું. વર્ષ 2018માં અભિનેત્રી પાયલ ચક્રવર્તીનું સિલીગુડીમાં એક હોટલના રૂમમાં અવસાન થયું હતું. આવી જ રીતે વર્ષ 2020માં અભિનેત્રી આર્યા બેનર્જીની લાશ તેના ફ્લેટનો દરવાજો તોડતા મળી આવી હતી.તાજેતરની ઘટનાઓસૌથી પહેલા નાના પરદાની અભિનેત્રી પલ્લવી ડે એ પોતાના ઘર પર ગળે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. તેમનો મૃતદેહ મળ્યા બાદ પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો હતો. પલ્લવીના પિતાની ફરિયાદ બાદ પોલીસે બે દિવસમાં પલ્લવીના લિવ-ઈન પાર્ટનર સાંગ્નિકની ધરપકડ કરી હતી. 10 દિવસ બાદ વિદિશા નામની એક અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ 27 મેના રોજ વિદિશાની નજીકની મિત્ર મંજૂષા નિયોગીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. બંગાળી ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી સાથે લાંબા સમયથી જોડાયેલા નિર્માતા-નિર્દેશકે જણાવ્યું કે, આજકાલ, ખાસ કરીને જે નવા લોકોઆ ક્ષેત્રમાં આવે છે તેઓ શૉર્ટકટ દ્વારા સફળતાનો માર્ગ શોધે છે. તેઓ એ નથી સમજતા કે, સફળતા માટે સખત મહેનત અને લાંબો સંઘર્ષ જરૂરી છે. નવા કલાકારો અને અભિનેત્રીઓ રાતોરાત ફેમસ થવાના સપના સાથે આ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશે છે. પરંતુ જ્યારે અહીં કડવી વાસ્તવિકતાનો સામનો કરવો પડે છે ત્યારે તેમના સપનાઓ તૂટી જાય છે અને તેઓ હાર માનીને પલાયનનો રસ્તો અપનાવે છે. 

પશ્ચિમ બંગાળ: ટોલીવુડમાં અભિનેત્રીઓની આત્મહત્યાના વધતા બનાવ, આખરે ગ્લેમર પાછળનુ સત્ય છે શુ ?


- નવા કલાકારો અને અભિનેત્રીઓ રાતોરાત ફેમસ થવાના સપના સાથે આ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશે છે

કોલકાતા, તા. 12 જૂન 2022, રવિવાર

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મેના છેલ્લા બે અઠવાડિયા દરમિયાન નાના પરદાની 3 ઉભરતી અભિનેત્રીઓ અને એક મોડલના મૃત્યુથી ટોલીવુડના નામથી પ્રખ્યાત બાંગ્લા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચિંતાનો માહોલ છે.

ફિલ્મી દુનિયાની ઝગમગાટ

આમાંના મોટાભાગના કિસ્સાઓ ફિલ્મી દુનિયાની ઝગમગાટ હેઠળના અંધકાર અને સંઘર્ષમાં નિષ્ફળતા સાથે જોડાયેલા છે. જો કે, કેટલાક કિસ્સામાં નિષ્ફળ પ્રેમ પ્રકરણને કારણ જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ ચારેયના મૃત્યુનું મૂળ કારણ માનસિક હતાશા છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ હવે મોટાભાગના લોકો આ ઘટનાઓ વિશે ખુલીને વાત કરવા માંગતા નથી.

આ ઘટનાઓએ ફિલ્મોમાં રાતો રાત સફળ થવાનો પ્રયત્ન સંઘર્ષ અને પલાયનને સતહ પર લાવી દીધું છે. એક પખવાડિયામાં થયેલા આ ચાર મૃત્યુએ બંગાળી ફિલ્મો અને સિરિયલોની દુનિયાને ભીંસમાં મૂકી દીધી છે. સામાન્ય ધારણા એ છે કે, બહારની ચમકથી પ્રભાવિત થઈને બધી છોકરીઓ તેના તરફ આકર્ષિત થાય છે પરંતુ અંદરનું સત્ય જાણ્યા બાદ તેમના સપના ટૂંક સમયમાં તૂટી જાય છે. 

ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો ઉપરાંત મનોવૈજ્ઞાનિકોએ પણ તેમના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને તેમાંથી બોધપાઠ લઈને ભવિષ્યમાં તેની પુનરાવૃત્તિ અટકાવી શકાય તે માટે સાવચેતીના પગલાં લેવા અનુરોધ કર્યો છે.

એક અહેવાલ પ્રમાણે દર વર્ષે નાના પરદા પર બનતી ધારાવાહિકો પર સૌ કરોડની રકમ ખર્ચ કરવામાં આવે છે. પરંતુ કોરોના કાળ દરમિયાન લાંબા સમય સુધી શૂટિંગ બંધ હોવાને કારણે આ ઈન્ડસ્ટ્રીને મોટું નુકશાન થયું છે અને રોજગારીની તકો પણ ઓછી થઈ ગઈ છે. 


અગાઉ પણ મૃત્યુ થયા હતા

બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખાસ કરીને યુવા અભિનેત્રીઓના રહસ્યમય મૃત્યુની લાંબી સાંકળ છે. વર્ષ 1985માં પ્રખ્યાત અભિનેત્રી મહુઆ રાય ચૌધરીની રહસ્યમય સંજોગોમાં સળગીને મોત થઈ ગયું હતું. 

વર્ષ 2015માં એક ઉભરતી અભિનેત્રી દિશા ગાંગુલીનો મૃતદેહ પણ તેના ફ્લેટના દરવાજા તોડ્યા બાદ મળી આવ્યો હતો. વર્ષ 2016માં અભિનેત્રી પૂજા આઈચનું મૃત્યુ પણ રહસ્યમય હાલતમાં થયું હતું. વર્ષ 2017માં અભિનેત્રી બિતસ્તા સાહાનું તેમના ફ્લેટમાં મૃત્યુ થઈ ગયું હતું. 

વર્ષ 2018માં અભિનેત્રી પાયલ ચક્રવર્તીનું સિલીગુડીમાં એક હોટલના રૂમમાં અવસાન થયું હતું. આવી જ રીતે વર્ષ 2020માં અભિનેત્રી આર્યા બેનર્જીની લાશ તેના ફ્લેટનો દરવાજો તોડતા મળી આવી હતી.

તાજેતરની ઘટનાઓ

સૌથી પહેલા નાના પરદાની અભિનેત્રી પલ્લવી ડે એ પોતાના ઘર પર ગળે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. તેમનો મૃતદેહ મળ્યા બાદ પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો હતો. પલ્લવીના પિતાની ફરિયાદ બાદ પોલીસે બે દિવસમાં પલ્લવીના લિવ-ઈન પાર્ટનર સાંગ્નિકની ધરપકડ કરી હતી. 

10 દિવસ બાદ વિદિશા નામની એક અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ 27 મેના રોજ વિદિશાની નજીકની મિત્ર મંજૂષા નિયોગીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. 


બંગાળી ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી સાથે લાંબા સમયથી જોડાયેલા નિર્માતા-નિર્દેશકે જણાવ્યું કે, આજકાલ, ખાસ કરીને જે નવા લોકોઆ ક્ષેત્રમાં આવે છે તેઓ શૉર્ટકટ દ્વારા સફળતાનો માર્ગ શોધે છે. તેઓ એ નથી સમજતા કે, સફળતા માટે સખત મહેનત અને લાંબો સંઘર્ષ જરૂરી છે. નવા કલાકારો અને અભિનેત્રીઓ રાતોરાત ફેમસ થવાના સપના સાથે આ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશે છે. પરંતુ જ્યારે અહીં કડવી વાસ્તવિકતાનો સામનો કરવો પડે છે ત્યારે તેમના સપનાઓ તૂટી જાય છે અને તેઓ હાર માનીને પલાયનનો રસ્તો અપનાવે છે.