ફિલ્મ ઓ માય ગોડ ટુના સેટ પર કોરોનાનો હાહાકાર

- પરિણામે બે અઠવાડિયા સુધી ફિલ્મ શૂટિંગ થંભાવી દેવામાં આવ્યુંમુંબઇ : કોરોના મહામારીની બીજી લહેર પછી ધીરે ધીરે જનજીવન સામાન્ય થઇ રહ્યુ છે. મનોરંજન ઇન્ડસ્ટ્રી પણ ફરી કાર્યયત થવાના પ્રયાસોમાં છે. તેવામાં વળી પાછા કોરોનાના હાહાકારે એક ફિલ્મનું શૂટિંગ થંભાવી દીધું છે. મળેલા રિપોર્ટના અનુસાર, ઓ માય ગોડ ટુના શૂટિંગના સેટ પર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ફિલ્મ સેટ પરના ક્રુ મમ્બર્સ કોરોના પોઝિયિવ આવ્યા પછી ફિલ્મસર્જકે શૂટિંગ થંભાવી દેવું પડયું છે. છેલ્લા થોડા દિવસોથી ઓ માય ગોડ ટુનું શૂટિંગ મુંબઇમાં ચાલી રહ્યું હતું. સેટ પર કામ કરી રહેલા છ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ટેસ્ટ રિપોર્ટ આવ્યા પછી ફિલ્મ નિર્માતા અશ્વિન વાલ્દેએ બે અઠવાડિયા માટે શૂટિંગ પર રોક લગાવી છે. ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે,છ-સાત ક્રુ મેમ્બર્સના કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા અન્યોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શૂટિંગ બંઘ કરવામાં આવ્યું છે. આ તમામને હોમ ક્વોરનટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે યૂનિટના અન્ય લોકોની કોરોનાની ટેસ્ટ કરવામાં આવી રહી છે. રિપોર્ટના અનુસાર, ટીમના દરેક મેમ્બર્સની રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ બે દિવસમાં જ થોડા લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. તેથી શૂટિંગ રોકીને ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવી જેમાં છ-સાત જણા કોરોના પોઝિટિવ મળ્યા છે. ફિલ્મના લીડ સિતારાઓ પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ અને ડાયરેકટર અમિતા રાયની ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ ાવ્યા છે.કોરોનાને ફેલતો અટકાવા માટે તરત જ શૂટિંગ થંભાવી દેવામાં આવ્યું હતું. હવે ફરી શૂટિંગઓકટોબરના અંતમાં શરૂ થાય તેવી શક્યતા છે. 

ફિલ્મ ઓ માય ગોડ ટુના સેટ પર કોરોનાનો હાહાકાર


- પરિણામે બે અઠવાડિયા સુધી ફિલ્મ શૂટિંગ થંભાવી દેવામાં આવ્યું

મુંબઇ : કોરોના મહામારીની બીજી લહેર પછી ધીરે ધીરે જનજીવન સામાન્ય થઇ રહ્યુ છે. મનોરંજન ઇન્ડસ્ટ્રી પણ ફરી કાર્યયત થવાના પ્રયાસોમાં છે. તેવામાં વળી પાછા કોરોનાના હાહાકારે એક ફિલ્મનું શૂટિંગ થંભાવી દીધું છે. 

મળેલા રિપોર્ટના અનુસાર, ઓ માય ગોડ ટુના શૂટિંગના સેટ પર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ફિલ્મ સેટ પરના ક્રુ મમ્બર્સ કોરોના પોઝિયિવ આવ્યા પછી ફિલ્મસર્જકે શૂટિંગ થંભાવી દેવું પડયું છે. 

છેલ્લા થોડા દિવસોથી ઓ માય ગોડ ટુનું શૂટિંગ મુંબઇમાં ચાલી રહ્યું હતું. સેટ પર કામ કરી રહેલા છ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ટેસ્ટ રિપોર્ટ આવ્યા પછી ફિલ્મ નિર્માતા અશ્વિન વાલ્દેએ બે અઠવાડિયા માટે શૂટિંગ પર રોક લગાવી છે. 

ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે,છ-સાત ક્રુ મેમ્બર્સના કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા અન્યોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શૂટિંગ બંઘ કરવામાં આવ્યું છે. આ તમામને હોમ ક્વોરનટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે યૂનિટના અન્ય લોકોની કોરોનાની ટેસ્ટ કરવામાં આવી રહી છે. 

રિપોર્ટના અનુસાર, ટીમના દરેક મેમ્બર્સની રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ બે દિવસમાં જ થોડા લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. તેથી શૂટિંગ રોકીને ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવી જેમાં છ-સાત જણા કોરોના પોઝિટિવ મળ્યા છે. ફિલ્મના લીડ સિતારાઓ પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ અને ડાયરેકટર અમિતા રાયની ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ ાવ્યા છે.કોરોનાને ફેલતો અટકાવા માટે તરત જ શૂટિંગ થંભાવી દેવામાં આવ્યું હતું. હવે ફરી શૂટિંગઓકટોબરના અંતમાં શરૂ થાય તેવી શક્યતા છે.